જેમ ડાયમંડ્સ કંપનીને લેસોથોની લસેંગ ખાણમાંથી 163.91 કેરેટનો રફ ડાયમંડ મળી આવ્યો છે. જે આ વર્ષે તેનો બીજો 100 કેરેટથી વધુ વજન ધરાવતો ડાયમંડ છે. પીળા રંગનો આ ડાયમંડ અદ્દભૂત સૌંદર્ય ધરાવે છે.
માઈનર્સે ગઈ તા. 22 જૂને આકર્ષક યલો રંગના ડાયમંડને શોધ્યો છે. આ અંગે માહિતી આપતા કંપનીએ કહ્યું કે, ગયા માર્ચ મહિનામાં લેસેંગ ખાતે 122 કેરેટનો ઉત્તમ ગુણવત્તા ધરાવતા ડી કલરના ટાઇપ IIA નો રફ ડાયમંડ મળ્યો હતો. લેસેંગ અગાઉ 100 કેરેટથી વધુ વજન ધરાવતા રફ હીરાના મોટા પુરવઠાના ઉત્પાદન માટે જાણીતું હતું.
જો કે તે કેટેગરીમાં ડાયમંડની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. ગયા વર્ષે કંપનીએ કેલિબરના ચાર હીરા રિક્વર કર્યા હતા, જેની સામે 2021માં 6 અને 2020માં 16 હીરા શોધ્યા હતા. આ દર્શાવે છે કે ઉત્તમ ગુણવત્તાના મોટા કદના વધુ વજન ધરાવતા હીરાની સંખ્યા ખાણમાં ઘટી રહી છે. ખાસ સ્ટોનની અછતના લીધે માઈનર્સની આવક પર અસર પડી છે. તે પણ ઘટી છે. પ્રથમ ક્વાર્ટરમાં વેચાણ 30 ટકા ઘટીને 36.7 મિલિયન ડોલર થયું છે અને સરેરાશ કિંમત કેરેટ દીઠ 22 ટકા ઘટીને 1,431 ડોલર થઈ હતી.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM