Gem Diamonds recovered another more than 100 carats diamond
ફોટો : 118.74 કેરેટનો ટાઈપ ટુ પ્રકારનો વ્હાઈટ રફ ડાયમંડ (સૌજન્ય : જેમ ડાયમંડ્સ)
- Advertisement -MASSIVE TECH LAB

DIAMOND CITY NEWS, SURAT

જેમ ડાયમંડ્સ માટે વર્ષ 2024 ખૂબ જ શુકનવંતુ અને લાભદાયી નિવડી રહ્યું છે. બે અઠવાડિયાની અંદર જેમ ડાયમંડ્સને ખાણમાંથી બીજો 100થી વધુ કેરેટનું વજન ધરાવતો હીરો મળી આવ્યો છે. ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં તેને પાંચમો 100 કેરેટથી વધુ વજન ધરાવતો હીરો મળ્યો છે.

યુકે સ્થિત ખાણ કંપનીને ગઈ તા. 28 એપ્રિલના રોજ 118.74 કેરેટનો ટાઈપ ટુ પ્રકારનો વ્હાઈટ રફ ડાયમંડ મળ્યો છે. તે પહેલાં 18 એપ્રિલે કંપનીને 169.15 કેરેટ વજનનો ટાઈપ ટુ પ્રકારનો વ્હાઈટ હીરો મળ્યો હતો.

લેટસેંગ ખાણમાં 70 ટકા હિસ્સો જેમ ડાયમંડ્સ પાસે છે. જ્યારે લેસોથો ગર્વનમેન્ટ પાસે 30 ટકા હિસ્સેદારી છે. કિમ્બરલાઈટ હીરાની ખાણની દુનિયામાં પ્રતિ કેરેટ સૌથી વધુ ડોલરવાળી કિમ્બરલાઈટ ખાણ છે.

તેની વાર્ષિક સરેરાશ 8થી વધુ 100 કેરેટ વજનના હીરાની છે. જાન્યુઆરીમાં જેમ ડાયમંડ્સે બે હીરા મેળવ્યા હતા. જેનું વજન 129 કેરેટ હતું. લેટસેંગમાં 295 કેરેટનો હીરો પણ મળ્યો છે. ફેબ્રઆરીમાં 113 કેરેટનો હીરો મળ્યો હતો.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -DR SAKHIYAS