વિશ્વની ટોચની ડિઝાઈનર જ્વેલરી કંપની જેમબ્રિજ ગ્રાહકો માટે અનોખી ઓફર લાવ્યું છે. જેમબ્રિજ દ્વારા ડિજીટલ જેમસ્ટોન માર્કેટપ્લેસ પર એક નવી સ્કીમ લૉન્ચ કરી છે. આ યોજના હેઠળ ગ્રાહકોને વિશ્વભરના પ્રખ્યાત ડિઝાઈનરો અને કારીગરો સાથે સીધા મળીને જ્વેલરી બનાવવાની તક આપે છે. ન્યુયોર્કથી જીનિવા, બેરૂત અને બેંગકોક સુધી ગ્રાહકોને હવે વિશ્વના શ્રેષ્ઠ કારીગરો સાથે બીસ્પોક જ્વેલરી ડિઝાઈન કરવાની તક મળશે.
એશિયાના જેમબ્રિજના સંતુષ્ટ ગ્રાહક મેટ ક્યુલેને તાજેતરમાં એક સ્ટેટમેન્ટ રિંગ બનાવવા માટે ન્યુયોર્ક સ્થિત ટોચના જ્વેલરી ડિઝાઈનર અઘજયન સાથે સહયોગ કર્યો છે. કલને કહ્યું જેમબ્રિજની ટીમને ન્યુયોર્કમાં એક મંત્રમુગ્ધ કરી દેનારી પેસ્ટલ ગુલાબી સ્ટોન મળ્યો હતો અને અમે ફિફ્થ એવેન્યુના એક પ્રતિષ્ઠિત ડિઝાઈનર વાચે સાથે તેનું જોડાણ કર્યું હતું. અનુભવ ખૂબ જ સહજ અને સુખદ રહ્યો હતો.
જેમબ્રિજે વિવિધ સ્થળોએ ડિઝાઇનર્સ સાથે ભાગીદારી કરીને 1,500 થી 35,000 ડોલર સુધીની કિંમતોના જ્વેલરીના અન્ય પીસીસ બનાવવાની સફળતાપૂર્વક સર્વિસ આપી છે. ન્યુયોર્કમાં ડિઝાઇનર્સ સાથે કામ કરતા મલેશિયન ગ્રાહક, બેરૂતમાં કારીગરો સાથે સહયોગ કરતા ઓસ્ટ્રેલિયન ગ્રાહક અને બેંગકોકની પ્રતિભા સાથે સહ-નિર્માણ કરનાર અંગ્રેજી ગ્રાહકોનો સમાવેશ થાય છે. વધુમાં, જેમબ્રિજે જીનીવા અને લંડનમાં બેસ્પોક ડિઝાઇનર્સ સાથે ગૌરવપૂર્વક કાર્ય કર્યું છે.
જેમબ્રિજ સાથે એક પ્રકારની ઊંડી અંગત વસ્તુ બનાવવાની પ્રક્રિયા કંપનીના મુખ્ય જ્વેલર જીન જુરેડિનીની આગેવાની હેઠળના પરામર્શ સાથે શરૂ થઈ છે. વ્યક્તિગત સ્પર્શ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા કંપનીને ઑનલાઇન ક્ષેત્રમાં અલગ પાડે છે. કંપની ઉત્કૃષ્ટ જ્વેલરી બનાવવાની અને ગ્રાહકોની સ્ટોરીને જીવંત બનાવવાની સફર શરૂ કરી છે એમ કંપનીએ જણાવ્યું હતું.
ગ્રાહકો તેમના સંપૂર્ણ સ્ટોનની શોધમાં જેમબ્રિજના વ્યાપક વૈશ્વિક કેટેલોગ અને ક્યુરેટેડ કલેક્શનની શોધ કરીને તેમની સર્જનાત્મક યાત્રા શરૂ કરે છે. જેઓ ખરેખર અસાધારણ કંઈક મેળવવા માંગતા હોય તેમના માટે, જેમબ્રિજના વૈશ્વિક નિષ્ણાતોને વિનંતી સબમિટ કરી શકાય છે, જેઓ ઇચ્છિત રત્નનો સ્ત્રોત કરશે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM