જેમસ્ટોન્સના ડિજીટલ માર્કેટ પ્લેસ જેમબ્રિજ દ્વારા પ્રખ્યાત ફિલ્મ આઉટ ઓફ આફ્રિકાથી પ્રેરિત થઈને નવું કલેક્શન ખુલ્લું મુકવામાં આવ્યું છે.
આ કલેક્શનમાં માત્ર આફ્રિકાથી મળી આવેલા જેમસ્ટોન્સ જ સામેલ કરાયા છે. જેમાં ટુરમલાઈન્સ, સેવોરાઈટ્સ, એક્વામરીન્સ અને સ્પેસરટાઈન્સ સહિતના જેમ સ્ટોન્સ સમાવી લેવાયા છે.
જેમબ્રિજના કમર્શિયલ ડિરેક્ટર જીન જ્યુરેડીની આ કલેક્શન અંગે સમજણ આપતા જણાવે છે કે અમારું આઉટ ઓફ આફ્રિકા કલેક્શન એ આફ્રિકા પ્રત્યેના અમારા પ્રેમને દર્શાવે છે. આ કલેક્શન આફ્રિકામાં મળી આવતા દૂર્લભ, સુંદર અને અત્યંત મૂલ્યવાન જેમસ્ટોન્સ પ્રત્યેની અમારી આત્મીયતાને પ્રસ્તુત કરે છે.
આફ્રિકા એવો ખંડ છે જ્યાં માત્ર અત્યંત કિંમતિ હીરા જ નહીં પરંતુ તે ઉપરાંત પણ અનેક કિંમતિ ખજાનો મળી આવે છે. ખાસ કરીને કલર્ડ જેમસ્ટોનનો વિવિધતાપૂર્ણ વિશાળ ભંડાર આફ્રિકાના પેટાળમાં ધરબાયેલો છે.
વિશ્વભરમાં જ્યારે કલર્ડ જેમસ્ટોનના ખજાનાની વાત આવે ત્યારે સૌથી પહેલાં પૂર્વ આફ્રિકાનો ઉલ્લેખ કરવો પડે છે. ખાસ કરીને પૂર્વ આફ્રિકાના કેન્યા, તાન્ઝનિયા, મોઝામ્બિક અને મેડાગાસ્કર જેવા ક્ષેત્રોમાં ડાયમંડ અને કલર્ડ જેમસ્ટોન્સની વિશાળ ડિપોઝીટ આવેલી છે.
જેમબ્રિજનું આઉટ ઓફ આફ્રિકા કલેક્શન વિવિધતાપૂર્ણ શ્રેષ્ઠ કક્ષાના રત્નોનું કલેક્શન ઓફર કરે છે. જેમબ્રિજના આ કલેક્શનમાં દરેક સ્ટોનની ખાસિયતો દર્શાવવામાં આવી છે. સ્ટોન આફ્રિકાની કઈ ખાણમાંથી મળી આવ્યો છે, તેની વિશિષ્ટતા, તેના રંગ, કટ, કેરેટ અને વજનની જાણકારી આપે છે.
જેમબ્રિજ લુઝ જેમ સ્ટોન ઉપરાંત બેસ્પોકની સર્વિસ પણ પ્રોવાઈડ કરે છે. આ સર્વિસ હેઠળ કન્ઝ્યૂમર પોતાની પસંદગીના સ્ટોન ખરીદી તે જ્વેલરી ડિઝાઈન કરાવી શકે છે.
અનુભવી ઝવેરી જીન જુરેઈડિનીએ કહ્યું કે, જેમ બ્રિજની પ્રોફેશનલ ટીમ કન્ઝ્યૂમરને તેમની પસંદગી અને આવશ્યકતા અનુસાર સ્ટોનને જ્વેલરીમાં કસ્ટમાઈઝ કરી આપશે, જેનો ઉપયોગ કન્ઝ્યૂમર પોતાની એંગેજમેન્ટ, મેરેજ જેવા વિશિષ્ટ પ્રસંગો માટે કરી શકે છે.
જ્યુરેડિનીએ આ ઉપરાંત ગ્રીન ટુરમાલાઈન, સોફ્ટ પિન્ક ટુરમાલાઈન અને અનટ્રીટેડ ત્સાવોરાઈંટ તેમજ ખૂબ જ સારી રીતે કટ અને પોલિશ્ડ થયેલા બેબી બ્લુ એક્વામરીન સ્ટોનને પસંદ કરી અલગ તારવ્યા છે. આ સ્ટોન્સ વાજબી ભાવે ઓફર કરવામાં આવ્યા છે. જે બેસ્પાક રીંગ્સ, નેકલેસ અને બ્રોચ માં જડવાથી ખૂબ જ સુંદર લાગે છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM