જેમજિનિવ દ્વારા 7માં એક્ઝિબિશનની તારીખો જાહેર કરાઈ

આ વર્ષે નોંધપાત્ર ફેરફાર એ બદલાયેલો લેઆઉટ છે, જે પેરિસની ડિઝાઈન ફર્મ ઓટ્રે આઇડી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

GemGenève announced the 7th exhibition dates
© point-of-views.ch
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

આગામી તા. 2 થી 5 નવેમ્બર દરમિયાન જેમજિનિવ દ્વારા પ્રિસીયસ સ્ટોન અને જ્વેલરી ઈન્ડસ્ટ્રીના ઉદ્યોગ સાહસિકો માટે ઈવેન્ટનું આયોજન કરાયું છે. આ ઈવેન્ટ પેલેક્સ્પો હોલ 6 ખાતે કરવામાં આવ્યું છે. 14,000 ચો.મીટર વિસ્તારમાં પ્રદર્શની યોજાશે.

જેમજિનીવની 7મી આવૃત્તિ એક વિશિષ્ટ અને ગતિશીલ રહેવાની ધારણા છે. આ ઈવેન્ટ અત્યંત આકર્ષક રહેશે તેવી આગાહી આયોજકો દ્વારા કરાઈ છે. પાછલા વર્ષોની સરખામણીમાં આ એડિશનમાં વધુ પ્રદર્શકો છે. જેમાં 145 ડીલરો અને 156 પ્રદર્શકો નોંધણી કરાવી ચૂક્યા છે, જોકે સપ્ટેમ્બરમાં અપેક્ષિત અપડેટ્સ સાથે આંકડા બદલાઈ શકે છે. જેમજિનિવ જિનીવા લક્ઝરી વીક દરમિયાન મુખ્ય હરાજી અને ઇવેન્ટ્સ સાથે વ્યૂહાત્મક રીતે સુસંગત રહેવાનું ચાલુ રહેશે. જે ઉદ્યોગના વ્યાવસાયિકો અને ઉત્સાહીઓને સમાન રીતે આકર્ષિત કરે છે.

ઇવેન્ટની હાઇલાઇટ્સમાંની એક વાર્ષિક ડિઝાઈનર વિવેરિયમ છે. આગામી આવૃત્તિમાં શાળાઓ સાથે સહયોગ પણ જોવા મળશે, જેમાં ગાલ્ડસ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે ડોના જ્વેલ પ્રોજેક્ટ અને ડોનાટેલા ઝપ્પીરી સાથે ક્રીયા આઈઝનો સમાવેશ થાય છે, જે ભવિષ્યની આવૃત્તિઓ માટે ફિક્સ્ચર બનશે.

જેમજિનિવના સહ-સ્થાપક થોમસ ફેરબરે વેપારીઓમાં એકતા વધારવા, જ્વેલરી સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા અને ઉદ્યોગમાં પ્રખર વ્યક્તિઓને એક જૂટ કરવા માટે ઇવેન્ટના અનન્ય મિશ્રણની નોંધ લીધી.

આ વર્ષે નોંધપાત્ર ફેરફાર એ બદલાયેલો લેઆઉટ છે, જે પેરિસની ડિઝાઈન ફર્મ ઓટ્રે આઇડી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જાપાનીઝ શૈલીના સ્પર્શ સાથે ખનિજ છતાં ઘનિષ્ઠ વાતાવરણ જોવા મળશે. જેમજિનિવ ઇવેન્ટ માત્ર એક ટ્રેડ શો તરીકે જ નહીં પરંતુ સાંસ્કૃતિક સંવર્ધન, જ્ઞાનની વહેંચણી અને ઊભરાત પ્રતિભાઓને ઉછેરવા માટેના પ્લેટફોર્મ તરીકે પણ ગર્વ અનુભવે છે.

આ ઈવેન્ટની સત્તાવાર કાર્યવાહી 1લી નવેમ્બરે એક પ્રેસ કોન્ફરન્સથી શરૂ થશે, ત્યારબાદ માર્ગદર્શિત પ્રવાસ અને વ્યક્તિગત ઇન્ટરવ્યુ દ્વારા તે આગળ વધશે. સ્થાનિક સત્તાવાળાઓ, મહેમાનો અને મીડિયા દ્વારા હાજરી આપતા પ્રદર્શનનું પૂર્વાવલોકન પણ તે જ દિવસે થશે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS