GIA એ 2 મિલિયન ડોલરની મેરિટ આધારિત સ્કૉલરશિપ જાહેર કરી

લાયકાત ધરાવતા લોકો માટે જરૂરિયાત આધારિત અને મેરિટ આધારિત શિષ્યવૃત્તિ ઉપલબ્ધ છે. GIA શિષ્યવૃત્તિની સંપૂર્ણ સૂચિ આ વેબસાઇટ પર GIA.edu/scholarships ઉપલબ્ધ છે.

GIA announces $2 million worth of merit-based scholarships
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

અમેરિકાની લેબોરેટરી જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ (GIA) એ મેરિટ આધારિત સ્પોનસરશીપ લૉન્ચ કરી છે. આ સ્પોનસરશીપનો લાભ યુએસ ઉપરાંત વિશ્વભરના વિદ્યાર્થીઓ ઉઠાવી શકશે. સ્પોન્સરશીપ મેળવવા માટે વિદ્યાર્થીઓ 30મી સપ્ટેમ્બર 2023 સુધી અરજી કરી શકશે. શિષ્યવૃત્તિનો ઉપયોગ 30મી જૂન, 2024 સુધીના અભ્યાસક્રમો અથવા કાર્યક્રમો માટે થઈ વિદ્યાર્થીઓ કરી શકશે. જેમાં 2024માં આવતા સુધારેલા ગ્રેજ્યુએટ જ્વેલર પ્રોગ્રામનો સમાવેશ થાય છે.

GIA ના ડિપ્લોમા અને સર્ટિફિકેટ પ્રોગ્રામ્સ વૈશ્વિક સ્તરે ઓળખાય છે અને જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રીમાં સફળ થવા માટે જરૂરી કૌશલ્યો સાથે વ્યાવસાયિકોને પ્રદાન કરે છે. લાયકાત ધરાવતા લોકો માટે જરૂરિયાત આધારિત અને મેરિટ આધારિત શિષ્યવૃત્તિ ઉપલબ્ધ છે. GIA શિષ્યવૃત્તિની સંપૂર્ણ સૂચિ આ વેબસાઇટ પર GIA.edu/scholarships ઉપલબ્ધ છે.

જીઆઈએના સિનિયર એજ્યુકેશન વાઈસ પ્રેસિડેન્ટ અને મુખ્ય શૈક્ષણિક અધિકારી ડંકન પેએ જણાવ્યું હતું કે, અમે અમારા વિદ્યાર્થીઓને સપોર્ટ આપવા અને તેમના સપના સાકાર કરવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. તેથી જ GIAએ આ વર્ષે 2 મિલિયન ડોલરની શિષ્યવૃત્તિ જાહેર કરી છે. અમારા શિષ્યવૃત્તિ કાર્યક્રમો દ્વારા અમે એવા વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવા સક્ષમ છીએ કે જેઓ જેમોલોજી અથવા જ્વેલરી આર્ટ પ્રત્યે પ્રેમ ધરાવે છે.

GIA 1લી જાન્યુઆરી થી 30મી જૂન, 2024 વચ્ચે શરૂ થતા અભ્યાસક્રમો અથવા કાર્યક્રમો માટે 30 મી સપ્ટેમ્બર, 2023 સુધીમાં અરજીઓ સ્વીકારશે.

GIA એ 2015થી $12 મિલિયનથી વધુ શિષ્યવૃત્તિ આપી છે, જે વિશ્વભરની GIA શાળાઓમાં અને ઑનલાઇન શિક્ષણ કાર્યક્રમો દ્વારા 2,500થી વધુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં મદદ કરે છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS