DIAMOND CITY NEWS, SURAT
ગયા વર્ષે જૂન 2023માં કોલોરાડોમાં એક ઘરમાંથી તસ્કરોએ ચોરી કરી હતી. જ્વેલરીની સાથે આ ચોર ઈસમો ચાર કેરેટથી વધુ વજન ધરાવતા બે હીરા પણ ચોરી ગયા હતા. ચોરીના દાગીના અને બે ડાયમંડને શોધી કાઢવામાં અમેરિકાની જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ (GIA)એ પોલીસની મદદ કરી છે.
આ ચોરીના દાગીના અને ડાયમંડ ઓળખવામાં લેબોરેટરીએ પોલીસની મદદ કરી હતી. જીઆઈએ લેબોરેટરીએ બે ડાયમંડ ઓળખી કાઢ્યા ત્યાર બાદ જ પોલીસે ચોર ઈસમોની ધરપકડ કરી હતી. બીસીએસઓ અનુસાર ચોરાયેલી જ્વેલરીના 6 પીસની સંયુક્ત કિમત 475,000 ડોલરથી વધુ હતી.
જીઆઈએના લીગલ ડિપાર્ટમેન્ટના એસોસિએશન જનરલ કાઉન્સિલ ક્રિસ્ટીના ચેટ્સે જણાવ્યું કે, ગુમ થયેલા અથવા ચોરાયેલા જીઆઈએ ગ્રેડેડ હીરાને ફરી મેળવવામાં મદદ કરવા માટે પોલીસ તરફથી અનેકોવાર મદદ માટે વિનંતીઓ મળે છે. આ અમારા ગ્રાહક સુરક્ષા મિશનનો એક મહત્ત્વપૂર્ણ ભાગે છે.
આ કિસ્સામાં ચોરાયેલા હીરાનો અંત એક બિનજોડાણ વગરના જથ્થાબંધ હીરાના વેપારી સાથે થયો હતો, જેણે તેમને ગ્રેડિંગ માટે જીઆઈએને મોકલ્યા હતા. બીસીએસો જીઆઈએની 8મી ડિસેમ્બર 2023ની અખબારી યાદી મુજબ અમને ડાયમંડ ચોરી થયાની જાણ કરવામાં આવી હતી. જ્યારે હીરો લેબોરેટરીમાં ગ્રેડિંગ માટે આવ્યો ત્યારે તે અંગે જાણ પોલીસને કરાઈ હતી અને તેના આધારે ચોર ઈસમોની ધરપકડ કરાઈ હતી.
જીઆઈએ એ 1965માં કાયદા અમલીકરણની તાલીમ આપવાનું શરૂ કર્યું હતું. જેની શરૂઆત એફબીઆઈ, કસ્ટમ્સ સર્વિસ અને ફેડરલ ટ્રેડ કમિશનથી થઈ હતી. સમય જતા તાલીમમાં લોકલ, સ્ટેટ અને ઈન્ટરનેશનલ પોલીસ એજન્સીઓનો સમાવેશ કરાયો છે.
છેલ્લાં 15 વર્ષોમાં બેલ્જિયમ, બ્રાઝિલ, કેનેડા, દુબઈ, જર્મની, હોંગકોંગ, ભારત, ઇઝરાયલ, મલેશિયા, મંગોલિયા, દક્ષિણ આફ્રિકા, સ્વિત્ઝરલેન્ડ, થાઈલેન્ડ, યુકે અને યુએસના લગભગ 400 અધિકારીઓએ જીઆઈએની તાલીમ લીધી છે.
કાયદાના અમલીકરણ સાથે સંસ્થાનું કાર્ય, તેમજ જેમોલોજીમાં તેની કુશળતા પહેલી વખત અમેરિકન ટેલિવિઝન કાર્યક્રમ ટુ ટેલ ધ ટ્રુથના માર્ચ 1964ના એપિસોડમાં દર્શાવવામાં આવી હતી, જેમાં સંસ્થાના ન્યુયોર્ક ઓફિસના તત્કાલીન ડિરેક્ટર જી રોબર્ટ ક્રાઉનિંગશિલ્ડ સામેલ થયા હતા.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM