DIAMOND CITY NEWS, SURAT
અમેરિકાની જેમોલોજીકલ ઈન્સ્ટિટ્યૂટે ચાલુ વર્ષ માટે 2 મિલિયન ડોલર સુધીની સ્કૉલરશિપની જાહેરાત કરી છે. આ સ્કૉલરશિપ હાઈસ્કૂલ પ્રોગ્રામ માટે વધુમાં વધુ 100,000 ડોલરની ફાળવણી કરવામાં આવશે.
જીઆઈએ એસ્પાયર સ્કૉલરશિપ, સાન ડિએગો કાઉન્ટીની ચાર લોકલ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ અથવા લોકલ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને જુલાઈ અને ડિસેમ્બર 2024ની વચ્ચે શરૂ થતા જીઆઈએના કાર્લ્સબેડ, કેલિફોર્નિયા કેમ્પસમાં કોઈપણ કેમ્પસ પ્રોગ્રામ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
જીઆઈએ આ અંગે જણાવ્યું છે કે સ્ટીલ કેન્યોન હાઈસ્કૂલ, રાંચો બુએના વિસ્ટા હાઈસ્કૂલ, અલ્ટા વિસ્ટા હાઈસ્કૂલ અને હેલ્થ સાયન્સ હાઈ એન્ડ મિડલ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ગ્રેજ્યુએટ્સ 7 થી 26 અઠવાડિયા સુધીના પ્રોગ્રામ પસંદ કરી શકે છે.
જીઆઈએના ફાયનાન્સિયલ ડિરેક્ટર રોબિન બ્યુરેલે કહ્યું કે, અમે માનીએ છીએ કે મહત્ત્વાકાંક્ષી વ્યવસાયિકોના શિક્ષણમાં રોકાણ એ જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રીની સતત વૃદ્ધિ અને સફળતા માટે ચાવીરૂપ છે. સ્ટુડન્ટ્સના જુસ્સાને આગળ ધપાવવાની તકો પુરી પાડવાનું અમારું લક્ષ્ય છે. જેથી એક વૈવિધ્યસભર અને કુશળ કાર્યબળ ઈન્ડસ્ટ્રીને મળી રહે, જે ઉદ્યોગના ભાવિને સુંદર આકાર આપી શકે.
બાકીના નાણાં જરૂરિયાતો આધારિત, મેરિટ આધારિત અને અનુભવીઓને સ્કૉલરશિપ માટે અલગ રાખવામાં આવશે એમ જીઆઈએએ ઉમેર્યું હતું.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM