GIA લેબગ્રોન પર છેતરપિંડીયુક્ત લેબલિંગ સામે લડવા માટે પગલાં લેશે

GIA રિપોર્ટ વેરિફિકેશન સેવા સાથે નકલી હીરાના લેબલીંગનો સામનો કરવા માટે તૈયાર છે, ગ્રાહક વિશ્વાસ અને અખંડિતતાનું રક્ષણ કરશે છે.

GIA take action to combat fraudulent labeling on labgrown
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

તે જ દિવસે રિપોર્ટ વેરિફિકેશન ઓફર કરીને લેબગ્રોનના લેબોરેટરીમાંથી નકલી લેબલીંગના પ્રવાહનો સામનો કરવા માટે જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા (GIA) તૈયાર છે.

GIAએ તાજેતરમાં જણાવ્યું હતું કે, આવતા અઠવાડિયે શરૂ થનારી સેવાનો ઉપયોગ કરીને ગ્રાહકો ખરીદી કરતા પહેલા તેઓ જે સ્ટોન ખરીદી રહ્યા છે તે સંબંધિત GIA રિપોર્ટ સાથે મેળ ખાય છે કે કેમ તે તપાસી શકશે.

આ પગલું એવા ઘણા ઉદાહરણો પછી આવ્યું છે જ્યાં GIA અને ઇટાલીની જેમ-ટેક અને ઇન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ (IGI) સહિત અન્ય પ્રયોગશાળાઓએ અહેવાલ આપ્યો હતો કે ગ્રેડિંગ માટે નેચરલ ડાયમંડ તરીકે રજૂ કરાયેલા સ્ટોન હકીકતમાં GIA દ્વારા વર્ગીકૃત કરાયેલા નેચરલ સ્ટોન સમાન સિન્થેટીક્સ કટ્સ હતા.

GIA CEO સુસાન જેક્સે જણાવ્યું હતું કે, તે GIA નું મિશન છે. આ છેતરપિંડીનો સામનો કરવો એ લોકોનું રક્ષણ કરવા અને જેમ્સ અને જ્વેલરીમાં તેમનો વિશ્વાસ સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે. અમે, Tiffany, Cartier અને અન્ય જાણીતી વૈશ્વિક કંપનીઓની જેમ કે જેઓ તેમની કિંમતી બ્રાન્ડ્સને બનાવટી અને છેતરપિંડીથી બચાવવા માટે સતર્ક છે, GIA અને ગ્રાહકોના અમારા પરના વિશ્વાસનું રક્ષણ કરવા માટે સખત પગલાં લઈશું.

GIA કાયદા અમલીકરણ અધિકારીઓને હીરાની ઓળખ અને નકલ અંગે તાલીમ આપી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે તે કોઈપણ અન્ય જેમોલોજિકલ લેબ, ઉદ્યોગ સંસ્થા અથવા વ્યક્તિ કે જે નકલ લેબલિગનો સામનો કરે છે તેમને સત્તાવાળાઓ અને સંસ્થાને જાણ કરવા પ્રોત્સાહિત કરે છે જેથી કોઈપણ અપરાધીઓ સામે યોગ્ય પગલાં લઈ શકાય.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS