તાજેતરમાં વિશ્વના મોટા ગજાના દિગ્ગજ ડાયમંડ અને જ્વેલરીના અગ્રણી ઉદ્યોગકારો હાર્વર્ડમાં ભેગા થયા હતા. અહીં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં 2023 જીઆઈએ ગ્લોબલ લીડરશીપ પ્રોગ્રામ આયોજિત કરાયો હતો, જેમાં પરિવર્તનકારી શૈક્ષણિક અનુભવ મેળવ્યો હતો. કેમ્બ્રિજ, મેસેચ્યુસેટ્સ, અમેરિકામાં હાર્વડ ખાતે 19 થી 22 જૂન દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં એચબીએસ ના સભ્યો વચ્ચે એક એચબીએસના કેસ સ્ટડી પદ્ધતિ અંગે ગહન ચર્ચા થઈ હતી. તેમજ તે સ્ટડીનો ડાયમંડ અને જ્વેલરી ઈન્ડસ્ટ્રીના પડકારોનો સામનો કરવા તથા તકોને ઝડપી લેવા કેવી રીતે ઉપયોગ કરી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરી તે અંગે ઉદ્યોગકારોને માહિતી આપવામાં આવી હતી.
કસ્ટમ ડિઝાઈન કરવામાં આવેલા આ કાર્યક્રમ અનિશ્ચિતતામાં નવા વિકાસના હેતુ અને તરલતા શીર્ષક હેઠળ યોજાયો હતો, જેમાં રોગચાળા દરમિયાન જ્વેલરી ઉદ્યોગના વિવિધ ક્ષેત્રોના સામુહિક અનુભવો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. જે શીખેલા મુખ્ય પાઠોની તપાસ છે. તેમજ જીવન શક્તિ અને સુસંગતતાને સુનિશ્ચિત કરવા માટે તેમનો કેવી રીતે અમલ કરવો તે અંગે ચર્ચા થઈ હતી. સમૃદ્ધ ભવિષ્ય માટે વ્યવસાયો અને સંસ્થાઓ મામલે આ કાર્યક્રમમાં ગહન માહિતી આપવામાં આવી હતી. હાર્વર્ડ ખાતે આગામી જીઆઈએ ગ્લોબલ લીડરશીપ પ્રોગ્રામ જૂન 2024માં યોજાશે.
પેગાસસ પ્રાઇવેટ કેપિટલના ફાઉન્ડર નાડજા સ્વારોવસ્કીએ જણાવ્યું હતું કે, “GIA ગ્લોબલ લીડરશીપ પ્રોગ્રામે મને પ્રેરિત કર્યો છે. હાર્વર્ડના સુંદર કેમ્પસમાં આકર્ષક કેસ સ્ટડીઝ અને હોંશિયાર પ્રોફેસરોથી લઈને જીઆઈએની લીડરશીપ ટીમ અને મારા સહકર્મચારીઓ જ્વેલરી ઇન્ડસ્ટ્રી અને નેતાઓ સહિત તમામે મને પ્રેરિત કર્યો છે. સ્થાયી વ્યવસાયીક પ્રથા, હ્યુમન લીડરશીપ, હેતુ આધારિત સંગઠનોથી લઈને ડિજીટલીકરણ અને એઆઈ સુધી તમામના વિકાસે પ્રભાવિત કરવા સાથે મહત્ત્વપૂર્ણ જાણકારી આપી છે.”
2023 જીઆઈએ ગ્લોબલ લીડરશીપ પ્રોગ્રામ અંગે આંતરિક વિકાસ, નવી રણનીતિઓ અંગે જાણકારી મેળવવી તથા તરલતાને પ્રોત્સાહન આપવાનું એક મંચ હતું.
જ્વેલર્સ વિજિલેન્સ કમિટીના સીઈઓ અને જનરલ કાઉન્સિલ ટિફની સ્ટીવન્સે કહ્યું કે, “કાર્યક્રમ અનેક સ્તરો પર સમૃદ્ધ રહ્યો છે અને વધુ થઈ રહ્યો છે. માત્ર દુનિયાની કેટલીક પ્રસિદ્ધ બ્રાન્ડ જ નહીં પરંતુ તે સાથે એક ઉત્તમ શૈક્ષણિક અનુભવ રહ્યો હતો. ક્યૂરેટેડ કેસ સ્ટડીઝ અમારા સ્ટોન અને જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દા પર આધારિત રહ્યો અને મુખ્ય વેપાર અને સંગઠનના નિષ્ણાતોના નેતૃત્વ માટે પણ તે મહત્ત્વનો રહ્યો હતો. જે સંયુક્ત રાજ્ય અમેરિકામાં છે.”
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM