GJEPC દ્વારા આગામી એપ્રિલ મહિનામાં સુરત ખાતે લેબગ્રોન ડાયમંડ માટે વિશેષ “બાયર સેલર મીટ“નું આયોજન

સુરતના ટોપ 30 લેબગ્રોન ડાયમંડ ગ્રોવર્સ, લૂઝ LGD કટ & પોલીશ્ડ સપ્લાયર્સ તેમજ લેબગ્રોન ડાયમંડ જ્વેલરી મન્યુફેક્ચરર્સ ભાગ લેશે.

GIFPC to organize a special “Buyer Seller Meet” for Lab Grown Diamonds at Surat next April-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

ભારત વૈશ્વિક સ્તર પર વર્ષોથી ડાયમંડના કટીંગ અને પોલિશિંગનું એપીસેંટર રહ્યું છે. વિશ્વના ૯૦%થી વધારે હીરા સુરતમાં કટીંગ અને પોલિશિંગ થાય છે. હવે સુરત લબગ્રોન ડાયમંડ ગ્રોઈંગ અને તેની જ્વેલરીનું હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. અને ડાયમંડમાં મળેલ સિદ્ધિનું અનુકરણ LGD ક્ષેત્રે પણ થશે જ તેની ખાતરી છે. અને માત્ર થોડા જ વર્ષોમાં LGDના એક્સપોર્ટમાં લગભગ 400%ની વૃદ્ધિ ઉપરોક્ત આગાહીની સાક્ષી પૂરે છે.

નેચરલ ડાયમંડનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર હોવાથી સુરત, લેબગ્રોન ડાયમંડ અને લેબગ્રોન જવેલરી ક્ષેત્રે પણ આવનારા વર્ષોમાં હરણફાળ વૃદ્ધિ નોંધાવશે. હાલના વિત્તય બજેટમાં પણ ભારત સરકારે લેબગ્રોન ડાયમંડને ઇમેર્જિંગ સેકટર તરીકે નોંધ લીધી છે અને બેઝિક રો મટીરીઅલ સીડ્સ પર ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડીને શૂન્ય કરી છે. તેમજ LGD પર રિસર્ચ માટે પણ મોટી જાહેરાતો કરવામાં આવી છે.

સુરત એ લેબગ્રોન ડાયમંડના ગ્રોઇંગનું હબ થવા જઇ રહ્યું છે, ત્યારે GJEPC દ્વારા ખાસ લેબગ્રોન ડાયમંડને અનુલક્ષીને આગામી એપ્રિલ મહિનામાં સુરત ખાતે “બાયર સેલર મીટ”નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરતના ટોપ ૩૦ લેબગ્રોન ડાયમંડ ગ્રોવર્સ, લૂઝ LGD કટ & પોલીશ્ડ સપ્લાયર્સ ભાગ લેશે. જવેલરી મન્યુફેક્ચરર્સ તેમજ લેબગ્રોન ડાયમંડ જ્વેલરી મેનુફેક્ચરર્સ ભાગ લેશે.

GIFPC to organize a special “Buyer Seller Meet” for Lab Grown Diamonds at Surat next April-2

આ બાયર સેલર મીટમાં ભારતના 15થી વધુ ખરીદાર આવશે તે ઉપરાંત ભારત બહારના દેશો જેમકે USA, UK ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોથી પણ 12-15 ઇન્ટરનેશનલ બાયર્સ આવશે. આ બાયર સેલર મીટમાં દરેક પાર્ટિસિપન્ટ્સની દરેક ખરીદદારી એટ્લે કે બાયર સાથે વન-ઑન-વન પર્સનલ મીટિંગ કરાવવામાં આવશે, અને ત્યાર બાદ આખરી દિવસે પોતાની ફેક્ટરિ વિઝિટ પણ કરાવી શકશે.

સુરતના ઇતિહાસમાં આવી આ પ્રથમ “બાયર સેલર મીટ” છે જેમાં ઇન્ટરનેશનલ બાયર્સ પણ LGDની ખરીદી માટે આવશે. આ બાયર સેલર મીટ આંતરરાષ્ટ્રીય ફલક પર LGD ક્ષેત્રે, સુરતનું નામ મોખરે કરવામાં મહત્વનો ભાગ ભજવશે, અને સુરતના LGD વ્યાપારીઓને વિશ્વ ફલક પર ખ્યાતિ અપાવશે.

આ ‘બાયર સેલર મીટ’માં સમગ્ર ભારતમાંથી માત્ર 30 જ પાર્ટિસિપંટ્સ / એક્ઝિબિટર ભાગ લઈ શકસે. (લોટરી સિસ્ટમથી નિમણૂંક કરવામાં આવશે) રુચિ ધરાવતા સભ્યો આ લિંક પર ક્લિક કરીને ઑનલાઇન અરજી ભરી શકે છે. https://intl.gjepc.org/login

રજીસ્ટ્રેશન માટે સંપર્ક – ઉત્સવ અનસૂરકર – 9099086383 તેમજ માલ્કમ સરકારી – 9427100648

લેબગ્રોન ડાયમંડ માર્કેટ વિષે માહિતી

આંક્ડાકીય દ્રષ્ટિએ સમજીએતો ૨૦૧૯-૨૦માં ભારતથી LGD નું કુલ એકસપોર્ટ ૪૩૦ મિલિયન USD હતો, જે ૨૦૨૧-૨૨માં વધીને ૧,૩૯૫ મિલિયન USD રહ્યો. વર્ષ ૨૦૨૨-૨૩માં એપ્રિલ ૨૦૨૨ થી ડિસેમ્બર ૨૦૨૨ સુધી જ ૧,૩૮૫ મિલિયન USDનું લેબગ્રોન ડાયમંડમાં એક્સપોર્ટ્સ થઇ ગયું છે.

લેબગ્રોન ડાયમંડમાં પાછલા ચાર વર્ષના એક્સ્પોર્ટ્સમાં ૪૦૦%નો ધરખમ વધારો થયો છે.

ભારતમાંથી સૌથી વધુ એક્સપોર્ટ્સ USA, હોંગ કોંગ અને UAEમાં થાય છે. ભારતથી લેબોગ્રોન ડાયમંડ ઇમ્પોર્ટ કરવામાં, USA ૮૫૫ મિલિયન USD સાથે પ્રથમ ક્રમે આવે છે. ત્યાર પછી હોંગ કોંગ ૧૯૫ મિલિયન અને UAE ૧૯૦ મિલિયન USD સાથે અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે આવે.

એક જાણીતા સર્વે મુજબ લેબગ્રોન ડાયમંડનું વૈશ્વિક માર્કેટ USD ૨૦ બિલિયનનું ૨૦૨૦માં હતું જે ૯.૪% CAGR દરથી વધીને વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦ બિલિયન USD થવાની શક્યતા છે.

GIEPC એ લીધેલા ઇનિશિએટિવને કારણે લેબગ્રોન ડાયમંડના ડાયરેક્ટ B2B વ્યાપારને વેગ મળે તે માટે પાછલા વર્ષમાં IIJSમાં લેબોગ્રોનને સમર્પિત સેક્શન દાખલ કર્યું. ઇન્ટરનેશનલ પ્રદર્શનોમાં લેબગ્રોન ડાયમંડની કંપનીઓને ઇન્ડિયા પેવેલિયન હેઠળ ભાગ લેવાની તક મળી અને હવે ફરી એકવાર GJEPC ભારતમાં પ્રથમવાર લેબગ્રોન ડાયમંડની બાયર સેલર મિટનું સુરત ખાતે આયોજન કરવા જઈ રહ્યું છે. આંતરાષ્ટ્રીય અને ભારતના ઉચ્ચ કક્ષાના લેબગ્રોનના 828 બાયરોને સુરતમાં પ્રથમવાર અહીંના ઉત્પાદકો સાથે પ્રત્યક્ષ મુલાકાત કરી વ્યાપારિક સંબંધ બાંધવાની તક મળશે.

વિજયભાઈ માંગુકિયા – રિજનલ ચેરમેન, ગુજરાત, GJEPC

સુરત એ લેબગ્રોન ડાયમંડના ગ્રોઇંગનું એક મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. એટલું જ નહીં ત્યારે અહીં ગ્રોન થનાર લેબગ્રોન ડાયમંડ્સનું કટીંગ અને પોલીશીંગ પણ સુરતમાં જ થશે અને આ જ સપ્લાય ચેનને આગળ વધારતા, લેબગ્રોન ડાયમંડ સ્ટડેડ જ્વેલરી પણ સુરતમાં જ મેન્યુફેક્ચર થનાર છે. એટલે કે સુરત આ સંપૂર્ણ સપ્લાય ચેનને ડોમિનેટ અને લીડ કરશે તે સમયે આવી બાયર સેલર મીટ સુરતમાં થશે તો સુરત મેન્યુફેક્ચરિંગ ડેસ્ટિનેશનની સાથે-સાથે દુનિયાનો સોર્સિંગ અને ટ્રેડિંગ ડેસ્ટિનેશન પણ બનશે અને જેને કારણે સુરતથી સીધો એક્સપોર્ટ વધશે એવી મને આશા છે.

સ્મિતભાઈ પટેલ – કન્વીનર લેબગ્રોન ડાયમંડ કમિટી, GIEPC

GJEPC સતત વિવિશ માધ્યમથી Gem & Jewellery ઈન્ડસ્ટ્રીમાં ઉત્થાન માટે સતત કર્યારત રહે છે. પછી એ ભલે રફ ડાયમંડ પરથી લેવી હતવવાની વાત હોય કે LGD સીડ્સ પરથી ઇમ્પોર્ટ ડ્યૂટિ હટાવવાની વાત હોય, GJEPC હમેશ ઇન્ડસ્ટ્રીના પડખે ઊભી હોય છે, ત્યારે આ BSMના આયોજન પાછળનો મુખ્ય હેતુ LGDના ક્ષેત્રમાં સુરતનું નામ મોખરે રહે તેમજ ગ્રોવર્સ અને મેન્યુફેક્ચરર્સ ઇન્ટરનેશનલ માર્કેટના સીધા સંપર્કમાં આવે એવો છે.

દિનેશભાઇ નાવડીયા – ચેરમેન, IDI

ડાયમંડ જ્વેલરીના વધતા ઉત્પાદન અને તેની વિશ્વ કક્ષાની ક્વાલિટી એ સુરત શહેરને પાછલા દસ વર્ષમાં જ્વેલરીનું પણ એક મહત્વનું હબ બનાવી દીધું છે જે ભારતભર અને વિશ્વમાં એક્સપોર્ટ થઇ રહી છે. સુરતનો જવેલરી ક્ષેત્રે કારીગરી અને એનું ફિનિશિંગ વિશ્વ સ્તર પર પ્રખ્યાત છે. લેબગ્રોન ડાયમંડ જ્વેલરી એક વધારાની ઉપલબ્ધી સુરત શહેરને ફાળે જશે.

જયંતીભાઇ સાવલિયા – પ્રેસિડેંટ, સુરત જ્વેલરી મન્યુફેક્ચરર્સ અસોસીએશન, સુરત

લેબગ્રોન ડાયમંડ એસોસીએશન – સુરતની જ્યારથી સ્થાપના થઈ છે ત્યારથી અવિરત પણે સંસ્થાનો એ જ પ્રયાસ રહ્યો છે કે કઈ રીતે લેબગ્રોન ડાયમંડના સંપૂર્ણ વેલ્યુ ચેનને એટલે કે ગ્રોવરથી માંડીને એક્સપોર્ટર તેમજ જ્વેલરી મેન્યુફેક્ચર સુધી દરેકને કઈ રીતે વિશ્વ ફલક પર લઈ જવાય. GJEPC દ્વારા કરવામાં આવેલ BSMને કારણે લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થશે. આ પહેલ બદલ હું GJEPCને અભિનંદન પાઠવું છું અને આવા પ્રગતિશીલ કાર્યો માટે અમારી સંસ્થા હંમેશા જ પીઠબળ પૂરું પાડશે એવી ખાતરી આપું છું.

બાબુભાઇ વાધાણી – પ્રેસિડેંટ, લેબગ્રોન ડાયમંડ અસોસિએશન, સુરત

____________________________________________________________

ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સંબંધિત સમાચાર જુઓ :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS