DIAMOND CITY NEWS, SURAT
મે મહિના પહેલાં સોમવારે આયોજિત મેટ ગાલા 2023માં સેલિબ્રિટીઓએ પહેરેલી અવનવી ડિઝાઈનર જ્વેલરીએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. સૌથી વધુ આકર્ષણ આઈકોનિક ગીગી હદીદની જ્વેલરીનું રહ્યું હતું. ગીગી હદીદે સ્માઈલિંગ રોક્સ કંપનીનો ડિઝાઈનર ડ્રીમ નેકલેસ અને વીંટી પહેર્યા હતા.
કંપનીએ મોડલ હદીદ સાથે મળી મેટ ગાલા 2023ને કાર્લ લેઝરફેલ્ડ: અ લાઈન ઓફ બ્યુટી તરીકે સેલિબ્રેટ કર્યો હતો. મોડલ ગીગી હદીદે સ્માઈલીંગ રોક્સનો હાઈ જ્વેલરી નેકલેસ પહેરી મેટ ગાલાના માહોલને વધુ ઉત્તેજનાસભર બનાવી દીધો હતો.
સ્માઈલિંગ રોક્સ કંપનીએ કંપનીએ લેબગ્રોન ડાયમંડ માટે આ નેકલેસ બનાવ્યો છે. જેને વ્હાઈટ ગોલ્ડમાં સેટ કરવામાં આવ્યો હતો. વ્હાઈટ ગોલ્ડ અને લેબગ્રોન ડાયમંડના આ નેકલેસની શોભા મોતીએ વધારી હતી.
આ ડ્રીમ નેકલેસમાં 1 કેરેટ રાઉન્ડ અને 1.5 કેરેટ એમરેલ્ડ લેબગ્રોન ડાયમંડનો ઉપયોગ કરાયો છે. નેકલેસની વચ્ચે 6 કેરેટનો પીઅર ડાયમંડનો સ્ટોન જડવામાં આવ્યો છે જે તેને વધુ ક્લાસિક અને ટાઈમલેસ બનાવે છે. 14 કેરેટ વ્હાઈટ ગોલ્ડમાં ડાયમંડના 54 પીસ જડવામાં આવ્યા છે. જેનું કુલ વજન 74.65 કેરેટ થાય છે.
આ ડ્રીમ નેકલેસની સાથે માર્ક્વિઝ, રાઉન્ડ અને કુશન કટના 7.70ct ના 80 પીસીસી સાથે 14K વ્હાઇટ ગોલ્ડમાં સેટ કરેલી ઉચ્ચ ગુણવત્તાની વીંટીની પેર બનાવવામાં આવી હતી. જે તેની શોભા વધારતી હતી.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM