Girlfriend loses engagement ring on beach, police dog and officers help
મર્ટલ બીચ પોલીસ વિભાગની ફેસબુક પોસ્ટમાંથી તસવીર
- Advertisement -SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

પોલીસો માત્ર ગુનેગારોને શોધવાનું જ કામ નથી કરતા,પોલીસો પણ ઘણી વખત ઇમોશનલ મદદ કરી દેતાં હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. એક પ્રેમી તેની ગર્લફ્રેન્ડને સગાઈની વીંટી આપવાનો હતો, પરંતુ બીચ પર એ વીંટી ક્યાંક ખોવાઈ ગઇ હતી. બીચ પર પેટ્રોલિંગ કરી રહેલા પોલીસોએ જ્યારે જોયું ત્યારે તેમણે પણ પેલા માણસની ખોવાયેલી રીંગ શોધવામાં મદદ કરી હતી.

પ્રેમીએ કહ્યું હતું કે, યુનાઇટેડ સ્ટેટસના દક્ષિણ કેરોલિનના મર્ટલ બીચ પર ગર્લફ્રેન્ડને સગાઈ માટે રીંગ આપવાનો હતો તે પોકેટમાંથી ક્યાંય પડી ગઇ હતી. જ્યારે ગર્લફ્રેન્ડની ઘુંટણિયે પડીને એવું કહેવા જતો હતો કે, Will You Marry Me? પરંતુ વીંટી ખોવાઈ ગઇ હતી એટલે સગાઈની દરખાસ્ત મુકી શક્યો નહી.

એ અનામી વ્યક્તિએ બીચ પર પેટ્રોલિંગ કરી રહેલા એક પોલીસ અધિકારીને વીંટી શોધવામાં મદદ કરવા માટે વિનંતી કરી હતી. એ પોલીસ અધિકારીએ પોલીસ ડોગ સહિત અન્ય અધિકારીઓની બીચ પર બોલાવી લીધા હતા અને બધા રેતીમાં વીંટી શોધવા માંડ્યા હતા.

મર્ટલ બીચ પોલીસ વિભાગે ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, જ્યારે સ્થાનિક લોકોએ જોયું કે આ શું થઇ રહ્યું છે ત્યારે તેઓ પણ એક્શનમાં આવી ગયા હતા અને મેટલ ડિટેક્ટર લઇને આવ્યા. એ પછી વીંટી મળી ગઇ અને એ અનામી વ્યક્તિને વીંટી પાછી આપવામાં આવી, જેથી તે ગર્લફ્રેન્ડને સગાઈની દરખાસ્ત કરી શકે.

પોલીસ અને સ્થાનિક લોકોની હાજરીમાં પ્રેમીએ પોતાની ગર્લફ્રેન્ડને ઘુંટણિયે પડીને અને હાથમાં વીંટી રાખીને કહ્યું કે, કે  Will You Marry Me? તો ગર્લફ્રેન્ડે કહ્યું કે Yes. આ સાંભળીને બીચ પર હાજર બધાની આંખો ખુશીથી છલકાઇ ગઇ કારણ કે અંતે વીંટી શોધવાની મહેનત સફળ થઇ.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -SGL LABS