કાશ્મીરના જ્વેલરી ક્ષેત્રના વિકાસ માટે GJEPC અને કાશ્મીર ચૅમ્બરે હાથ મિલાવ્યા

આ ભાગીદારીનો ઉદ્દેશ્ય કાશ્મીરમાંથી જ્વેલરીની નિકાસને વધારવાનો છે જેમાં તાલીમ, માર્કેટ એક્સેસ અને ઇન્ડસ્ટ્રી એક્સપોઝરનો સમાવેશ થાય છે.

GJEPC and Kashmir Chamber joined hands for the development of jewellery sector in Kashmir
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

GJEPC એ કાશ્મીરના જ્વેલરી ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપવા માટે કાશ્મીર ચૅમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (KCCI) સાથે હાથ મિલાવ્યા છે. દિલ્હીમાં GJEPC પ્રાદેશિક કાર્યાલય દ્વારા આયોજિત તાજેતરની બેઠકમાં સહયોગ માટેની તકો શોધવા માટે અનિલ સાંખવાલ, IIGJ-RLC અને IIGJ-D અને KCCIના પ્રમુખ જાવિદ અહેમદ ટેંગા સહિતના ઉદ્યોગ અગ્રણીઓ એકસાથે આવ્યા હતા.

આ ભાગીદારીનો ઉદ્દેશ્ય કાશ્મીરમાંથી જ્વેલરીની નિકાસને વધારવાનો છે જેમાં તાલીમ, માર્કેટ એક્સેસ અને ઇન્ડસ્ટ્રી એક્સપોઝરનો સમાવેશ થાય છે. સહયોગના પરિણામે, KCCI એ શ્રીનગરમાં આઉટરીચ કાર્યક્રમો હાથ ધરવા ઉત્સુક રસ દર્શાવ્યો છે. વધુમાં, કાશ્મીરના મહત્વાકાંક્ષી જ્વેલરી ડિઝાઈનર્સનું એક જૂથ IIGJ દિલ્હી ખાતે તાલીમ લેશે.

આ વ્યૂહાત્મક જોડાણ કાશ્મીરમાં જ્વેલરી ઉદ્યોગને સશક્ત બનાવવા અને વૈશ્વિક બજારોમાં તેની સંભવિતતાઓને બહાર લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

GJEP નોર્થ રિજિયનના આસિટન્ટ ડિરેક્ટર સંજીવ ભાટિયાએ GJEPCની સભ્ય સંખ્યા અને કાઉન્સિલના ત્રણ IIJS શોની વિગતો રજૂ કરી હતી.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS