DIAMOND CITY NEWS, SURAT
જેમ એન્ડ જ્વેલરી એક્સોપોર્ટસ પ્રમોશન કાઉન્સીલ (GJEPC) અને અગ્રણી ટેક્સ કન્સલ્ટન્સી RSM India એ જેમ્સ અને જ્વેલરી સેક્ટરમાં ઓથોરાઈઝ્ડ ઈકોનોમિક ઓપરેટર (AEO) સ્કીમના એકીકરણ અંગે ચર્ચા કરવા તાજેતરમાં વેબિનારનું આયોજન કર્યું હતું. વેબિનારમાં AEO પ્રમાણપત્ર, તેના અમલીકરણ અને તેના દ્વારા આપવામાં આવતા લાભોની ચર્ચા કરવામાં આવી હતી.
RSM ઇન્ડિયાના ડિરેકટર સિદ્ધાર્થ સુરાના, RSM ઇન્ડિયાના ઇનડાયરેક્ટ ટેક્સના ડિરેક્ટર રિતેશ નેગાંધી RSM ઈન્ડિયાના પરોક્ષ કરના વરિષ્ઠ મેનેજર અમિત જોશી જેવા નિષ્ણાતોએ તેમના વિઝન શેર કર્યા હતા.તેમણે અગ્રણી કંપનીઓના 56 સહભાગીઓને સમજાવ્યું કે કેવી રીતે AEO પ્રમાણપત્ર સપ્લાય ચેઇન સુરક્ષામાં સુધારો કરી શકે છે, કસ્ટમ પ્રક્રિયાઓને સરળ બનાવી શકે છે અને વૈશ્વિક વેપાર અનુપાલનને વધારી શકે છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp