GJEPC Discussion with Customs Chairman on Key Challenges of Gem and Jewellery Industry
ફોટો સૌજન્ય : GJEPC
- Advertisement -SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના હોદ્દેદારોએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC)ના ચૅરમૅન સંજય કુમાર અગ્રવાલ, ચીફ કમિશનર ઓફ કસ્ટમ્સ પ્રાચી સરૂપ અને કસ્ટમ્સના કમિશનર હરીશ ધારનિયાનું મુંબઈમાં GJEPC ઑફિસમાં તાજેતરમાં સ્વાગત કર્યું હતું. આ બેઠકનો ઉદ્દેશ્ય સંવાદને પ્રોત્સાહન આપવા અને જેમ અને જ્વેલરી ઉદ્યોગ દ્વારા સામનો કરવામાં આવતા મુખ્ય પડકારોને સંબોધવાનો હતો.

GJEPCના પ્રતિનિધિઓમાં ચૅરમૅન વિપુલ શાહ, વાઈસ ચૅરમૅન કિરીટ ભણસાલી, ડાયમંડ પેનલના કન્વીનર અજેશ મહેતા, બેંકિંગ ઈન્સ્યોરન્સ અને ટેક્સેશનના કન્વીનર શૌનક પરીખ, કન્વીનર, PM&BDના કન્વીનરમિલન ચોકશી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સબ્યસાચી રે સામેલ હતા.

ચર્ચા દરમિયાન, GJEPCની લીડરશીપે આ ક્ષેત્રને અસર કરતા અનેક જટિલ મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને વ્યવસાય કરવાની સરળતા વધારવા માટે વ્યવહારુ ઉકેલો માંગ્યા હતા.

જેમાં આ મુદ્દાઓનો સમાવેશ થતો હતો :

  • તમામ બંદરો દ્વારા જેમ્સ એન્ડ જ્વેલરીની હેન્ડ-કેરેજની સુવિધા.
  • કન્સાઇનમેન્ટ પર મોકલવામાં આવેલા કટ અને પોલિશ્ડ ડાયમંડ વૅલ્યુની મર્યાદા વધારવી
  • રિપેર માટે જ્વેલરીની પુનઃ આયાત અને ત્યારબાદ પુનઃ નિકાસ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર (SOP)ની સ્થાપના કરવી
  • જેમ્સ એન્ડ જ્વેલરી ઉત્પાદનોની નિકાસ માટે રિસ્ક મેનેજમેન્ટ (RMS) સુવિધા
  • લેબગ્રોન કટ એન્ડ પોલીશ્ડ ડાયમંડની નિકાસમાં કરવો પડતો મુશ્કેલીનો સામનો

આ બેઠકે વધુ સહાયક વ્યવસાયીક વાતાવરણ બનાવવા માટે ઉદ્યોગ અને કસ્ટમ વિભાગ વચ્ચે સહયોગી પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. અગ્રવાલ અને તેમની ટીમે GJEPC નેતૃત્વને આ મુદ્દાઓને સંબોધવા અને સક્ષમ ઉકેલો તરફ કામ કરવાની તેમની પ્રતિબદ્ધતાની ખાતરી આપી હતી.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

વધુ સમાચાર વાંચો :

- Advertisement -NIPPONE RARE METAL INC