GJEPC held meeting to bring fashion and jewellery industry together
- Advertisement -Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) એ સહયોગના સંભવિત ક્ષેત્રો શોધવા માટે તાજેતરમાં મુંબઈમાં તેની હેડ ઓફિસ ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નોલૉજી (NIFT)ના ફૅકલ્ટી સભ્યો સાથે બેઠક યોજી હતી.

NIFT પ્રતિનિધિમંડળમાં શ્રીમતી જયતિ મુખર્જી, એસોસિયેટ પ્રોફેસર, NIFT કોલકાતા અને ફેશન એન્ડ લાઈફસ્ટાઈલ એસેસરીઝ (F&LA), NIFT હેડક્વાર્ટરના ચેરપર્સન; શ્રી કુમાર સુદીપ્તા: મદદનીશ પ્રોફેસર અને પ્રાદેશિક ઉદ્યોગ સંયોજક, NIFT મુંબઈ; અને ડૉ. પલ્લવી રાની: આસિસ્ટન્ટ પ્રોફેસર અને સેન્ટર કોઓર્ડિનેટર – F&LA, NIFT મુંબઈનો સમાવેશ થતો હતો.

GJEPCના નેશનલ એક્ઝિબશન્સના કન્વીનર નિરવ ભણશાળી, GJEPCના પ્રમોશન એન્ડ માર્કેટીંગ કન્વીનર મિલન ચોક્સી અને GJEPCના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર સબ્યસાચી રે એ NIFTના મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું.

આ ચર્ચા સહયોગના સંભવિત ક્ષેત્રો, જેમ કે ક્લાસરૂમ પ્રોજેક્ટ્સ, કારીગર પુરસ્કારો જેવી ડિઝાઈન સ્પર્ધાઓમાં ભાગીદારી, ઇન્ટર્નશિપ્સ અને પ્લેસમેન્ટ્સ દ્વારા ઇન્ડસ્ટ્રી એક્સપોઝર, IIJSમાં સહભાગિતા, ફૅકલ્ટી ડેવલપમેન્ટ અને સૅમિનાર અને વર્કશોપ દ્વારા જ્ઞાનની વહેંચણી પર કેન્દ્રિત હતી.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -DR SAKHIYAS