ધરતી પરના સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં GJEPCએ પહેલીવાર ઝવેરીઓ સાથે મીટીંગ કરી

કાશ્મીરના ઝવેરાતના વેપારીઓ અને રિટેલર્સ અને સમગ્ર ભારતમાં વ્યાપક વેપાર નેટવર્ક વચ્ચે મજબૂત સંબંધો બનાવવા આ બેઠક એક મહત્વપૂર્ણ પગલું છે.

GJEPC hold first meeting with jewellers in Kashmir-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

GJEPCની લીડરશીપ એન્ડ એડમિનિસ્ટ્રેશન કમિટી (COA) એ તાજેતરમાં શ્રીનગરમાં કાશ્મીરના જ્વેલરી ટ્રેડ કોમ્યુનિટી સાથે તેની પ્રથમ બેઠક યોજી હતી. કાશ્મીરના ઝવેરાતના વેપારીઓ અને રિટેલર્સ અને સમગ્ર ભારતમાં વ્યાપક વેપાર નેટવર્ક વચ્ચે મજબૂત સંબંધો બનાવવા અને સહયોગની તકો શોધવામાં આ બેઠક એક મહત્વપૂર્ણ પગલું છે.

GJEPC hold first meeting with jewellers in Kashmir-2

GJEPCના ચૅરમૅન વિપુલ શાહની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકનો ઉદ્દેશ્ય ઊંડાણપૂર્વકની સમજણની આપ-લે કરવાનો હતો, બજારના વલણોની ચર્ચા કરવાનો હતો અને પરસ્પર વિકાસ અને સહયોગ માટે સંભવિત માર્ગો શોધવાનો હતો. ખાસ કરીને સમૃદ્ધ વારસો, અનન્ય કારીગરી અને ઉત્કૃષ્ટ ડિઝાઈનને પ્રોત્સાહન આપવાના માટે જેના માટે કાશ્મીર પ્રખ્યાત છે.

વિપુલ શાહ ઉપરાંત GJEPCના વાઈસ ચૅરમૅન કિરીટ ભણશાળી,GJEPCની નેશનલ એક્ઝિબશન સબ-કમિટીના કન્વીનર નીરવ ભણશાળી,  નોર્થ GJEPCના રિજિયોનલ ચેરમેન અશોક સેઠ, GJEPCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સબ્યસાચી રે અને અન્ય કાઉન્સિલ COA સભ્યો હાજર રહ્યા હતા.

આ નવા રચાયેલા સંબંધોને મજબૂત કરવા માટે GJEPCના ચાલુ પ્રયાસોના ભાગરૂપે, તેમણે કાશ્મીરના જ્વેલરી એસોસિએશનોને મુંબઈમાં 8 થી 13 ઓગસ્ટ 2024દરમિયાન આગામી IIJS પ્રિમિયરમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS