GJEPC એ મુખ્ય સ્થાનિક વેપાર સંગઠનો સાથે મળીને, નિકાસને પ્રોત્સાહન આપવા અને ઝવેરાત ક્ષેત્રમાં નાના વ્યવસાયોને ટેકો આપવા માટે 2 માર્ચે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક દિવસીય MSME સૅમિનારનું આયોજન કર્યું હતું.
100થી વધુ ઝવેરીઓએ હાજરી આપી હતી, આ કાર્યક્રમ સરાફા એસોસિએશન, ફ્રીગંજ; સિલ્વર ગોલ્ડ મર્ચન્ટ એસોસિએશન, લખેરવાડી; સિલ્વર ગોલ્ડ મર્ચન્ટ એસોસિએશન, પટણી બજાર; અને નયાપુરા એસોસિએશન સાથે ભાગીદારીમાં યોજાયો હતો.
આ સૅમિનારનું ઉદઘાટન ઉજ્જૈન મ્યુનિસિપલ કોર્પોરેશનના અધ્યક્ષ શ્રીમતી કલાવતી યાદવ અને ભાજપ પ્રમુખ શ્રી સંજય અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું. બંને મહાનુભાવોએ આર્થિક વિકાસમાં નિકાસની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો અને ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર મધ્યપ્રદેશના રત્ન અને ઝવેરાત ક્ષેત્ર માટે માળખાગત વિકાસ અને નિકાસ પહેલને સંપૂર્ણ સમર્થન આપશે.
ઉદ્યોગ નિષ્ણાતોએ ઝવેરાત વેપારમાં MSMEsને લગતા મુખ્ય વિષયો પર ચર્ચા કરી. મધ્યપ્રદેશના MSMEના સહાયક નિયામક શ્રી નિલેશ ત્રિવેદીએ નાના અને મધ્યમ ઉદ્યોગોને ટેકો આપવા માટે ઉપલબ્ધ સરકારી યોજનાઓની ઝાંખી આપી.
ભોપાલના બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ના અધિકારી શ્રીમતી આકાંક્ષા મિશ્રાએ ઝવેરાતમાં ગુણવત્તાના ધોરણો સુનિશ્ચિત કરવા માટે હોલમાર્કિંગના મહત્વ પર ભાર મૂક્યો. GJEPC ના સભ્યપદના નિયામક શ્રી મિથિલેશ પાંડેએ નિકાસને સરળ બનાવવામાં કાઉન્સિલની ભૂમિકાના મહત્વ પર પ્રેઝન્ટેશન આપ્યું.
સહભાગીઓને IIJS, IJEX, દુબઈ, આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો, બિઝનેસ નેટવર્કિંગ તકો અને PM વિશ્વકર્મા યોજના સહિત GJEPC પહેલો વિશે પણ વિગતવાર સમજ મળી.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube