તાજેતરમાં જીજેઈપીસી (જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ)ના ચૅરમૅન વિપુલ શાહ, વાઈસ ચૅરમૅન કિરીટ ભણસાલી અને એક્ઝિક્યુટીવ ડિરેક્ટર સબ્યસાચી રે એ મહારાષ્ટ્રના માનનીય નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત લીધી હતી અને તેમને IIJS 2023ના ઉદ્દઘાટન માટે આમંત્રણ આપ્યું હતું. IIJS પ્રિમિયર 2023નું ઉદ્દઘાટન આગામી તા. 4 ઓગસ્ટ 2023ના રોજ બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે થશે. નાયબ મુખ્યમંત્રીએ ઉદ્દઘાટન સમારોહમાં હાજરી આપવાનું આશ્વાસન જીજેઈપીસીના પ્રતિનિધિમંડળને આપ્યું છે.
વિશ્વના બીજા નંબરના સૌથી મોટા ડાયમંડ અને જ્વેલરીનું એક્ઝિબિશન IIJS પ્રિમિયરની 39મી એડિશન મુંબઈમાં બે સ્થળોએ એકસાથે યોજાશે. આગામી તા. 3 થી 7 ઓગસ્ટ દરમિયાન જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર (JWCC) ખાતે અને 4 થી 8 ઓગસ્ટ 2023 દરમિયાન બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે આ એક્ઝિબિશનો યોજાશે.
IIJS પ્રિમિયર 2023માં દેશભરમાંથી 1850થી વધુ કંપનીઓ ભાગ લઈ રહી છે. આ કંપનીઓ માટે એક્ઝિબિશન સેન્ટરમાં 65,000 સ્કે. મીટર વિસ્તારમાં 3250 સ્ટૉલ ઊભા કરાયા છે. કંપનીઓ પોતાના આકર્ષક, અદ્દભૂત ડિઝાઈનર જ્વેલરી અને ડાયમંડ અહીં પ્રસ્તુત કરશે. હીરા ઝવેરાત ક્ષેત્રના ડિઝાઈનર્સ, ઉદ્યોગકારો અને કસ્ટમરને એક જ ઠેકાણે આટલી મોટી માત્રામાં ભારતીય કંપનીઓની ડાયમંડ જ્વેલરી જોવાનો લ્હાવો મળશે. દેશના 800 શહેરોમાંથી 40,000થી વધુ વેપારીઓ અને 80 દેશોના આંતરરાષ્ટ્રીય બાયર્સ આ એક્ઝિબિશનની મુલાકાત લે તેવી અપેક્ષા છે. આ ઈવેન્ટ આગામી લગ્ન અને તહેવારોની સિઝનની તૈયારીમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વેપાર સમુદાય માટે નોંધપાત્ર વેગ આપે તેવી આશા છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM