જીજેઈપીસીએ આર્ટિઝન એવોર્ડ 2024 માટે બે આકર્ષક બિનપરંપરાગત થીમ્સ લૉન્ચ કરી

અનયુઝ્યુલ મટીરિયલ્સ અને ઓબ્જેક્ટ ટ્રુવેની આ નવી થીમ્સ કલાને અભિવ્યક્ત કરવા સાથે પુનવ્યાખ્યાયિત કરવાની ખાતરી આપે છે.

GJEPC launches two exciting unconventional themes for Artisan Awards 2024
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

ધ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)એ આર્ટિઝન એવોર્ડ 2024ની 7મી આવૃત્તિ માટે બે આકર્ષક અને બિનપરંપરાગત થીમ્સ લૉન્ચ કરી છે. અનયુઝ્યુલ મટીરિયલ્સ અને ઓબ્જેક્ટ ટ્રુવેની આ નવી થીમ્સ કલાને અભિવ્યક્ત કરવા સાથે પુનવ્યાખ્યાયિત કરવાની ખાતરી આપે છે. આ સાથે જ ડિઝાઈનર્સને આઉટ ઓફ ધ બોક્સ વિચારવા માટે પ્રેરણા આપે છે. આ થીમ જ્વેલરી ડિઝાઈનર્સને વૈકલ્પિક અને કિંમતી પાસાંઓનું મિશ્રણ કરીને અવંત ગાર્ડે ફાઇન જ્વેલરી તૈયાર કરવા પ્રોત્સાહિત કરે છે.

જીજેઈપીસીની પહેલી થીમ ઓબ્જેક્ટ ટ્રુવે છે. જે વારંવાર બદલાતી વસ્તુઓમાંથી રચાયેલી કલાને શોધવા સાથે તે આર્ટ મટીરિયલ તરીકે સેવા આપે છે. જે ખરેખર તો નોન આર્ટ ફંક્શન હોય છે. એક રીતે બિનપરંપરાગત કલાનું આ વર્ક છે, જે પત્થરમાં જીવ રેડવા જેવું કાર્ય છે.

તરછોડી દેવાયેલી, ફેંકી દેવાયેલી નકામી વસ્તુઓ પછી ભલે તે ક્યાંયથી પણ મળી હોય. તે કુદરતી હોય કે માનવસર્જિત હોય કે માત્ર કોઈ એક ટુકડો હોય. કલાકાર તે નકામી ચીજ પર રસપૂર્વક કામ કરે છે અને તે સાચવવા લાયક બને છે. કલાના કાર્ય તરીકે અને પ્રેરણાના કલેક્શન તરીકે તેને ગણી શકાય છે.

તમારી જૂની કોઈ વસ્તુ લઈને તેને આધુનિક સ્વરૂપમાં પુનઃકલ્પના કરીને ઓબ્જેક્ટ ટ્રુવેના સારને દર્શાવતી જ્વેલરીનો એક ભાગ ડિઝાઈન કરવાનો વિચાર છે. જૂની વસ્તુને રી આર્ટ કરી તેને કલાના નમૂના તરીકે રજૂ કરી શકાય છે અથવા તો તેના મૂળ સ્વરૂપમાં અથવા અન્ય ચીજવસ્તુઓને જોડી તેને ઉત્કર્ષ જ્વેલરી બનાવી શકાય છે. જૂની મળેલી વસ્તુઓ જેવી કે વિન્ટેજ પોકર ચિપ્સ, એન્ટિક સિક્કા, શેલો, વિન્ટેજ વેનેટીયન કાચની માળા, બટનો અને બીચ કોમ્બ્ડ શેલ્સનો સમાવેશ થાય છે.

બીજી થીમ અસામાન્ય વસ્તુઓ પર આધારિત છે. ડિઝાઈનરોને કિંમતી ધાતુઓની સાથે બિનપરંપરાગત ચીજવસ્તુઓ માટે આર્ટ ડેવલપ કરવા માટે છે. પરિચિત અને ન જોયેલી હોય તે વિચિત્ર અણધારી વસ્તુઓને ભેગી કરી તેમાંથી જ્વેલરી બનાવવા ડિઝાઈનર્સને પ્રોત્સાહિત કરે છે. આ ઈવેન્ટમાં ભાગ લેનારાઓ ઓછામાં ઓછા 50 ટકા કિંમતી વસ્તુઓ સાથે અસામાન્ય વસ્તુઓ જોડતી જ્વેલરીનો એક ભાગ ડિઝાઈન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. અસામાન્ય વસ્તુઓમાં સિમેન્ટ, ટાઈટેનિયમ, લાકડું, પાર્સેલેઈન, વાંસ, સ્લેટ, ઉલ્કા, કાચ, રિસાયકલ પ્લાસ્ટિક, ચામડું અને અન્ય ચીજોનો સમાવેશ થાય છે.

બિનપરંપરાગત 2024 આર્ટીઝન થીમ પર કોમેન્ટ કરતા જીજેઈપીસીના ચૅરમૅન વિપુલ શાહે જણાવ્યું કે જીજેઈપીસી ખાતે અમારું વિઝન ધ આર્ટિઝન એવોર્ડ્સ જેવી સ્પર્ધાઓ દ્વારા જ્વેલરી ડિઝાઈનના ભવિષ્યને નવો આકાર આપવાનું છે. ડિઝાઈનમાં નવી સીમાઓને વિસ્તારવી છે, તે માટે જૂની માન્યતાઓ તોડી આગળ વધવાનું છે. આ સ્પર્ધા દ્વારા જીજેઈપીસી ડિઝાઈનર્સમાં નવી ભાવનાને પોષવા માટેની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.

જીજેઈપીસીના પ્રમોશન એન્ડ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટના કન્વીનર મિલન ચોક્સી કહે છે કે સ્ટાન્ટર્ડને તોડી, મર્યાદાઓથી આગળ વધતા ધ આર્ટીઝન એવોર્ડર્સની 7મી આવૃત્તિ ડિઝાઈનર્સને અજાણ્યા પ્રદેશ તરફની યાત્રા શરૂ કરવા આમંત્રણ આપે છે, જે પહેલેથી કંડારેલા માર્ગને પડકારે છે. સ્પર્ધકોને તેમની કલ્પનાશક્તિને મુક્ત કરવા અને કિંમતી તેમજ બિનકિંમતી વસ્તુઓ અથવા પ્રિય કલેક્શનની વસ્તુઓના અનન્ય મિશ્રણનો ઉપયોગ કરી આકર્ષક ભવ્ય જ્વેલરી પીસ બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ માસ્ટરપીસ બનાવવાની આ એક સુવર્ણ તક છે, જે આવનારી પેઢીઓને મોહિત કરશે અને પ્રેરણા આપશે.

સ્કેચ એન્ટ્રી સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2023 છે. આ કોમ્પિટીશનની ગાઈડલાઈન, ભાગ લેવાના નિયમો, માપદંડોની વધુ માહિતી માટે www.theartisanawards.com પર GJEPC વેબસાઇટની મુલાકાત લો.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS