DIAMOND CITY NEWS, SURAT
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ GJEPC એ ICBC સ્ટાન્ડર્ડ બેંક, લંડનના ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને નાના પાયાના નિકાસકારો માટે શહેરની બહારના સ્થળોએ સ્ટેડી ડ્યુટી-ફ્રી સોના અને ચાંદીના પુરવઠાના મુદ્દાઓને ઉકેલવા માટે રજૂઆત કરી હતી.
આ મીટિંગમાં, ICBC સ્ટાન્ડર્ડ બેંક લંડનના મેનેજિંગ ડિરેક્ટર ટોમ કેન્ડલ હાજર રહ્યા હતા. ઉપરાંત ICBC સ્ટાન્ડર્ડ બેંક લંડનના ફિઝિકલ પ્રીશિયસ મેટલ્સના હેડ ઇયાન હેરિસ અને રિસોર્સ બેન્કિંગ કન્સલ્ટિંગના અવાધાની સનાગરમ હાજર રહ્યા હતા.
GJEPCના બેકીંગ વીમા અને ટેક્સેશન સબ કમિટીના કન્વીનર સૌનક પરીખ, ડાયમંડ ઇન્ડિયા લિમિટેડ (DIL)ના ડાયરેક્ટર મિલન, DILના CEO નિરાકર અને GJEPCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સબ્યસાચી રે દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ICBC સ્ટાન્ડર્ડ બેંક સાથેની બેઠકમાં GJEPCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સબ્યસાચી રે એ જેમ અને જ્વેલરી ઉદ્યોગના સ્કેલ અને મહત્વાકાંક્ષા, વૃદ્ધિ માટેની યોજનાઓ, કિંમતી ધાતુના પુરવઠાની અછતને લગતા પડકારો અને નામાંકિત એજન્સીઓ, બેંકો પાસેથી અપેક્ષાઓ વિશે વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમના પ્રેઝન્ટેશનમાં, સબ્યસાચી રેએ જણાવ્યું હતું કે નાના પાયાના નિકાસકારોને સંતોષવા માટે, નામાંકિત એજન્સી, બેંકોએ વિદેશી વેપાર નીતિ (FTP) મુજબ નિકાસકારોને 100 ગ્રામના ગુણાંકમાં સોનું અને 10 કિલોના ગુણાંકમાં ચાંદી રિલિઝ કરવી જોઈએ. તેમણે નોંધ્યું હતું કે સોના પર વસૂલવામાં આવતા ઊંચા પ્રીમિયમ નિકાસને બિન-સ્પર્ધાત્મક બનાવે છે. તેમણે દૂર-દૂરના સ્થળોએ (મેટ્રો સિવાય) નિકાસકારોને સતત ડ્યુટી-ફ્રી સોના અને ચાંદીના પુરવઠા ઉપલબ્ધ કરાવવા માટે પણ હાકલ કરી હતી.
ICBC સ્ટાન્ડર્ડ બેંક દ્વારા DILને દશકો લાંબા સમયથી આપવામાં આવતા સર્પોટની GJEPCએ નોંધ લીધી હતી. 800 નાના અને મધ્યમ કદના નિકાસકારોને સેવા પુરી પાડતી DILએ GJEPC દ્વારા સ્થપાયેલી નોમિનેટેડ એજન્સી છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM