જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના રિસર્ચ ડિપાર્ટમેન્ટ દ્વારા તેની વૈશ્વિક બજાર આંતરદૃષ્ટિ શ્રેણીના ભાગરૂપે ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સહકાર અને વેપાર કરાર (ECTA)ના લાભો પર એક વેબિનારનું આયોજન કર્યું હતું. વેબિનારમાં 120 સહભાગીઓએ ભાગ લીધો હતો, જેનો ઉદ્દેશ્ય ભારતીય જ્વેલરી ઉત્પાદકો અને નિકાસકારોને ઓસ્ટ્રેલિયન જેમ્સ અને જ્વેલરી માર્કેટમાં પ્રવેશવા માટે જરૂરી જ્ઞાન અને વ્યૂહરચનાઓ સાથે સશક્તિકરણ અને સજ્જ કરવાનો હતો, જે વૃદ્ધિ અને સહયોગની નોંધપાત્ર સંભાવના ધરાવે છે.
જીજેઈપીસીના અર્થશાસ્ત્રી ડૉ. રશ્મિ અરોરા દ્વારા પ્રસ્તુત સત્રનો પ્રારંભ ભારત-ઓસ્ટ્રેલિયા દ્વિપક્ષીય વેપાર પર ઊંડાણપૂર્વકની સમજૂતી સાથે થયો હતો. ઓસ્ટ્રેલિયાની નિકાસ સંભવિતતાની વ્યાપક ઝાંખી પૂરી પાડી, નિકાસકારોને તેમના વિસ્તરણ માટે ECTA કરારનો લાભ ઉઠાવવા માટે મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરી હતી.
ગેસ્ટ સ્પીકર જ્વેલરી વર્લ્ડના સેલ્સ ડિરેક્ટર જેરેમી કીટ અને ફાઉન્ડર તથા એમડી લૌરા મૂરેએ જ્વેલરી ઇન્ડસ્ટ્રી નેટવર્કએ ભારતીય ઉત્પાદકો માટે બજાર વિસ્તરણની તકો પર પ્રકાશ પાડતા ઓસ્ટ્રેલિયન જ્વેલરી બજારનું વિગતવાર વિશ્લેષણ રજૂ કર્યું હતું.
સત્રનો એક મહત્વપૂર્ણ ઘટક ECTA હેઠળ નિકાસ માટેના મૂળ નિયમો પરની ચર્ચા હતી, જે સુનિશ્ચિત કરે છે કે ભારતમાંથી ઉદ્ભવતા માલસામાનને જ કરારનો લાભ મળે. એક્સપોર્ટ ઈન્સ્પેક્શન એજન્સી (EIA)ના ડેપ્યુટી ડિરેક્ટર વિવેક બિડવાઈ એ પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ માટે માલની યોગ્યતા નક્કી કરતા માપદંડો સમજાવ્યા હતા. તેમણે જરૂરી દસ્તાવેજો, જેમ કે મૂળ પ્રમાણપત્ર અને ભારતમાં નિયુક્ત સત્તાવાળાઓ દ્વારા તેને મેળવવાની પ્રક્રિયા અંગે સ્પષ્ટતા પ્રદાન કરી હતી.
સેમિનારનું સમાપન ભારતીય નિકાસકારો માટેના પગલાં સાથે કરવામાં આવ્યું હતું. GJEPC ના સંશોધન વિભાગે નિકાસકારોને બજારમાં પ્રવેશતા પહેલા ઓસ્ટ્રેલિયન બજારના વલણો અને ઉપભોક્તા પસંદગીઓનું સંપૂર્ણ સંશોધન કરવા પ્રોત્સાહિત કર્યા અને આગામી ઓસ્ટ્રેલિયન વેપાર મેળાઓમાં ભાગ લેવા અંગે વિગતો પ્રદાન કરી.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube