અગ્રણી અખબાર ઈકોનોમિક ટાઇમ્સ દ્વારા તાજેતરમાં ગઈ તા. 27મી મે 2023ના રોજ અમદાવાદમાં યોજાયેલી “MSME – મેક ઇન ઇન્ડિયા સમિટ” દરમિયાન એક પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૅનલ ડિસ્કશનમાં જીજેઈપીસી ગુજરાતના રિજનલ ચેરમેન વિજય માંગુકિયા એ માઇક્રો, સ્મોલ અને મિડિયમ જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
જીજેઈપીસીના રિજનલ કેરમને પેનલ ડિસ્કશન દરમિયાન વિવિધ નિર્ણાયક પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. માંગુકિયા દ્વારા પ્રકાશિત કરાયેલા નોંધપાત્ર મુદ્દાઓ પૈકી એક MSME ક્ષેત્રમાં ટેલેન્ટ ડેવલપમેન્ટ માટે ટ્રેનિંગ સેશનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ ક્ષેત્રમાં કારીગરોની કાર્યની ગુણવત્તામાં સુધારો કરવાના મહત્વને સમજવા માટે કૌશલ્ય વિકાસ કાર્યક્રમો અને તાલીમ માટે રોકાણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કૌશલ્ય વિકાસ ઉપરાંત રિજનલ ચૅરમૅન વિજય માંગુકીયાએ ગુજરાતના જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રના પ્રગતિ માટે વિવિધ સુધારાઓ પર વિગતવાર ચર્ચા પણ કરી હતી. ઉદ્યોગ સામેના પડકારોને ઓળખીને તેને દૂર કરવા માટે આવશ્યક સુધારા કરવા માટે સરકારમાં રજૂઆતની તાકીદ પર ભાર મૂક્યો હતો.
ચર્ચા દરમિયાન જેમ એ્ન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી દ્વારા ડિજિટલાઇઝેશનને અપનાવવું જોઈએ કે કેમ તે મુદ્દા પર મહત્ત્વની ગહન ચર્ચા થઈ હતી. માંગુકિયાએ સમજાવ્યું કે ઉદ્યોગ કેવી રીતે ડિજિટલ ટેક્નોલોજીને અપનાવી રહ્યો છે અને સ્પર્ધાત્મક રહેવા માટે તેની કામગીરીને અપગ્રેડ કરી રહી છે. તેવી માહિતી આપી હતી.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM