DIAMOND CITY NEWS, SURAT
ભારતમાં પહેલીવાર કુરિયર મારફતે જ્વેલરીની હેરફેરની સુવિધા શરૂ થઈ છે. હીરા અને ઝવેરાત ઉદ્યોગનું રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરતી સંસ્થા જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)એ મુંબઈથી કુરિયર મોડ દ્વારા ભારતની પ્રથમ જ્વેલરી નિકાસની સુવિધા શરૂ કરી છે. એર ઇન્ડિયા મારફતે કેરેટલેનથી પ્રથમ 4 જ્વેલરી નિકાસ ભારતથી યુએસએમાં 6ઠ્ઠી સપ્ટેમ્બર-2023ના રોજ થઈ હતી. જેનું કુલ નિકાસ મૂલ્ય 1000 ડોલરથી વધુ હતું.
GJEPCના ચૅરમૅન વિપુલ શાહે જણાવ્યું હતું કે, એક વર્ષની અંદર કુરિયર મોડ દ્વારા નિકાસનું ઝડપી અમલીકરણ આ મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર માટે સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. નિર્ણાયક સમયે આ ઐતિહાસિક પગલું ભરવા બદલ હું મુંબઈ કસ્ટમ્સનો હૃદયપૂર્વક આભાર માનું છું. ઉદ્યોગના વર્તમાન પડકારોને ધ્યાનમાં રાખીને કુરિયર મોડ દ્વારા નિકાસને સક્ષમ કરવાથી માત્ર નવાં બજારો માટેના દરવાજા ખૂલશે નહીં પણ વિદેશમાં છૂટક અને અંતિમ ગ્રાહકો સુધી સીધા પહોંચીને આ ક્ષેત્રમાંથી મૂલ્યવર્ધિત નિકાસમાં નોંધપાત્ર વધારો થશે.
શાહે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, નિકાસ માટે કુરિયર મોડનો ઉપયોગ કાર્ગો મોડની તુલનામાં 70 % જેટલો ખર્ચ ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. જેનાથી સમગ્ર ભારતમાં અસંખ્ય જ્વેલરી વ્યવસાયોને ઈ-કોમર્સના ક્ષેત્રમાં પ્રવેશવાની સુવિધા મળે છે. મુંબઈ એક મુખ્ય નિકાસ સ્થળ હોવાને કારણે ગુજરાત સહિતનાં મુખ્ય જેમ્સ અને જ્વેલરી ઉત્પાદન ક્ષેત્રો સાથે તેની નિકટતા સાથે આ સેવાનો ઘણો લાભ થશે. આ નવી પહેલ જેમ્સ અને જ્વેલરી સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવા અને સરળ બનાવવાના GJEPCના મિશન સાથે સુસંગત છે.
GJEPC એ સુનિશ્ચિત કરવામાં કોઈ કસર છોડી નથી. આ પ્રક્રિયા સીમલેસ અને કાર્યક્ષમ હતી. આમાં કુરિયર સેલના કસ્ટમ અધિકારીઓ, અદાણી જૂથના સમર્પિત હિતધારકો અને લોજિસ્ટિક્સ કંપની BVCના અધિકારીઓ સાથે નજીકથી કામ કરવાનો સમાવેશ થાય છે. ચીફ કમિશનર, કસ્ટમ્સ કમિશનર અને જોઈન્ટ અને એડિશનલ કમિશનર દ્વારા પૂરા પાડવામાં આવેલ અડગ સમર્થન આ સિદ્ધિને શક્ય બનાવવામાં મહત્ત્વપૂર્ણ હતું.
આ વિકાસથી ઉદ્યોગના વિકાસમાં વધુ વધારો થવાની અને ખાસ કરીને ઈ-કોમર્સ સેગમેન્ટમાં નિકાસ માટે નવા માર્ગો ખોલવાની અપેક્ષા છે. સરકારના સમર્થન અને તેના સભ્યોના સમર્પણ સાથે, GJEPC વૈશ્વિક મંચ પર ભારતીય જેમ્સ અને જ્વેલરીને પ્રમોટ કરવામાં સતત સફળતા મેળવવા આતુર છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM