GJEPC strategic discussion with Joint Secretary to increase export opportunities in US
- Advertisement -SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

યુએસમાં જ્વેલરીની નિકાસની તકો વધારવાના હેતુથી તાજેતરમાં જીજેઈપીસીએ સરકારના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

જીજેઈપીસીના જયપુર ખાતેના ડેપ્યુટી ડિરેક્ટર નીતિન ખંડેલવાલે તાજેતરમાં ઈકોનોમિક ડિપ્લોમસી એન્ડ મલ્ટીલેટરલ ટ્રેડ રિલેશન ડિપાર્ટમેન્ટના જોઈન્ટ સેક્રેટરી અભિષેક સાથે એક ચર્ચામાં ભાગ લીધો હતો. ભારતથી યુએસ માર્કેટમાં વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ યોજના હેઠળની વસ્તુઓ સહિત વિવિધ ઉત્પાદનોના વેપારને પ્રોત્સાહન આપવા મામલે આ મિટિંગમાં ચર્ચા થઈ હતી.

મિટિંગમાં ન્યુયોર્કમાં ભારતના કોન્સ્યુલ જનરલ બિનયા પ્રધાન પણ હાજર રહ્યાં હતાં. તે ઉપરાંત કોન્સલ ટ્રેડ મનીષ કુલ્હરી, ન્યુયોર્ક ખાતેના કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાના હેડ ઓફ ચાન્સરી વિશાલ હર્ષ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

ન્યુયોર્કના ન્યુ જર્સી અને કનેક્ટિકટ-પેન્સિલવેનિયાના ત્રી રાજ્ય વિસ્તાર અને ભારતીય અમેરિકનો અને અમેરિકનો બંને વચ્ચે તેમના અધિકાર ક્ષેત્રના અન્ય રાજ્યોમાં જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ સહિત તમામ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની સ્ટ્રેટજી પર આ સંવાદ કેન્દ્રિત હતો. જોઈન્ટ સેક્રેટરી સિંઘ અને કોન્સ્યુલેટે જીજેઈપીસીના પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આ મિટિંગમાં આપી હતી.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -Siddharth Hair Transplant