GJEPC દ્વારા આંતરરાષ્ટ્રીય ખરીદદારો માટે જયપુરમાં સ્પેશ્યિલ જેમ એન્ડ જ્વેલરી શોનું સફળ આયોજન કરાયું

આઈજીજેએસ જયપુર શોનું આ ફોર્મેટ ખૂબ જ સફળ રહ્યું છે, જેણે સમગ્ર વિશ્વમાં ખરીદદારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે : નિલેશ કોઠારી

GJEPC Unveils Exclusive Gem and Jewellery Show in Jaipur for International Buyers-1
ફોટો : IGJS 2024 ના ઉદ્ઘાટન સમયે જયપુર: (L-R) ડૉ. નવલ કિશોર અગ્રવાલ, કન્વીનર, જ્વેલરી પેનલ કમિટી, GJEPC; શ્રી નિર્મલ બરડિયા, પ્રાદેશિક અધ્યક્ષ, રાજસ્થાન પ્રદેશ, GJEPC; શ્રી ગોપાલ કુમાર, ડિરેક્ટર, જેમફિલ્ડ્સ ઇન્ડિયા; શ્રી નિલેશ કોઠારી, કન્વીનર, આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો, GJEPC; શ્રીમતી શિલ્પી આર પુરોહિત, જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ઉદ્યોગ વિભાગ, રાજસ્થાન સરકાર, જયપુર; શ્રી મહેન્દ્ર અગ્રવાલ, કન્વીનર, કલર્ડ જેમસ્ટોન્સ પેનલ, GJEPC; શ્રી કે બી ગોયલ, કન્વીનર - સિલ્વર જ્વેલરી પેનલ, GJEPC; શ્રી બી એન ગુપ્તા, સિન્થેટિક સ્ટોન્સ, વિદેશી પ્રવાસી અને કોસ્ચ્યુમ ફેશન જ્વેલરી પેનલને વેચાણ
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

દેશની જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રની ટોચની સંસ્થા જીજેઈપીસી (જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ) દ્વારા તા. 12 થી 14 એપ્રિલ દરમિયાન જયપુર ખાતે આઈજીજેએસ (ઈન્ટરનેશનલ જેમ એન્ડ જ્વેલરી શો)ની ત્રીજી આવૃત્તિનું આયોજન કરાયું હતું. જેમફિલ્ડ્સ દ્વારા સંચાલિત આ શો જયપુરના નોવોટેલ જયપુર કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત કરાયો હતો, જેમાં 27 દેશના 250 આંતરરાષ્ટ્રીય ખરીદદારો સામેલ થયા હતા.

આઈજીજેએસ જયપુર એ ક્યુરેટેડ ઈવેન્ટ છે, જેમાં ભારતની શ્રેષ્ઠ કલાકારીગરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ શોમાં દેશના 54થી વધુ જ્વેલરી ઉત્પાદકો, નિકાસકારો દ્વારા ડાયમંડ, લુઝ જેમસ્ટોન્સ, જેમસ્ટોન અને ડાયમંડ સ્ટડેડ જ્વેલરી તેમજ સિલ્વર જ્વેલરી પ્રસ્તુત કરાઈ હતી.

આઈજીજેએસ 2024માં અલ્જેરિયા, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ઇજિપ્ત, ગ્રીસ, ઈરાન, ઇટાલી, જોર્ડન, કઝાકિસ્તાન, કેન્યા, લેબનોન, મેક્સિકો, રશિયન ફેડરેશન, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, સ્પેન, સ્વિટ્ઝર્લૅન્ડ, થાઇલેન્ડ, તુર્કી, UAE, યુક્રેન, યુનાઇટેડ કિંગડમ, યુએસએ અને ઉઝબેકિસ્તાન સહિતના 27 દેશોમાંથી 250 આંતરરાષ્ટ્રીય ખરીદદારો સામેલ થયા હતા.

શોના ઉદ્દઘાટન પ્રસંગે જીજેઈપીસીના ચૅરમૅન વિપુલ શાહે કહ્યું હતું કે, ભારતની જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી ગ્લોબલ લીડર તરીકે અગ્રીમ સ્થાન ધરાવે છે, જે ગ્લોબલ માર્કેટમાં નોંધપાત્ર યોગદાન આપે છે. ભારતની વાર્ષિક નિકાસ 40 બિલિયન યુએસ ડોલર છે, જે આ ક્ષેત્રમાં ભારતની શક્તિ અને કુશળતાને દર્શાવે છે. જ્વેલરી ઇન્ડસ્ટ્રી 5 મિલિયનથી વધુ લોકોને રોજગાર આપે છે. અમે ભારત અને વૈશ્વિક બજારો વચ્ચે મજબૂત આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધોને પોષવામાં અડગ છીએ. આ પ્રતિબદ્ધતા IGJS શો જેવી પહેલો દ્વારા અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભાગીદારી દ્વારા અમારા નિકાસકારો માટે સક્રિયપણે તકોને સક્ષમ કરીને દર્શાવવામાં આવે છે.

શાહે વધુમાં કહ્યું હતું કે, જીજેઈપીસી આ સેક્ટર માટે FTAsમાં પોઝિટિવ પોલીસીઓની સુવિધા આપવા સરકાર સાથે સક્રિયપણે કામ કરી રહ્યું છે. અમે ભારત-યુએઈ સીઈપીએની પોઝિટિવ અસર બજાર પર જોઈ છે અને અમે જીસીસી, કેનેડા, યુકે અને ઈયુ સાથેના આગામી FTAsમાં ઉદ્યોગ માટે સમાન લાભોની અપેક્ષા રાખીએ છીએ.

જીજેઈપીસીના ઈન્ટરનેશનલ એક્ઝઇબિશન કમિટિના કન્વીનર નિલેશ કોઠારીએ કહ્યું કે, આઈજીજેએસ જયપુર આંતરરાષ્ટ્રીય ખરીદદારો માટે એક સ્પેશ્યિલ શો બની રહ્યો હતો. આ શો ગ્લોબલ માર્કેટને સર્વિસ આપવા માટે ભારતની જ્વેલરી ઉત્પાદન ક્ષમતાનો પુરાવો છે. શોનું આ ફોર્મેટ ખૂબ જ સફળ રહ્યું છે, જેણે સમગ્ર વિશ્વમાં ખરીદદારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ભારતીય રત્ન અને ઝવેરાત ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય બજારની ઊંડી સમજ ધરાવે છે અને વિશ્વભરના ગ્રાહકોની જરૂરિયાતો અને પસંદગીઓને પૂરી કરવા માટે સમર્પિત છે. ગુણવત્તા અને નવીનતા પ્રત્યે ઉદ્યોગની પ્રતિબદ્ધતા તેની સફળતા પાછળ પ્રેરક બળ છે.

રિડ્સ જ્વેલર્સના સિનિયર બાયર હીથર માયન્ટિસે કહ્યું કે, છેલ્લાં કેટલાંક સમયમાં ગ્રાહકો ઈ કોમર્સ તરફ વળ્યા છે. જ્યારે પીળા સોનાની ખૂબ જ માંગ વધી છે. ત્યારે રત્નોમાં પણ એક ક્ષણ આવી રહી છે એમ માની શકાય.

રિડ્સ જ્વેલર્સના મર્ચેન્ડાઈઝિંગ ઓફિસર જુડિથ ફિશરે જણાવ્યું હતું કે, અમારી સફળતા ભાગીદારી અને વિક્રેતાઓ અને ખરીદદારો સાથેના સંબંધો પર આધારિત છે અને જ્યારે અમને તે તાલમેલ અને તે પ્રકારનું સંપૂર્ણ મેચિંગ મળે છે, ત્યારે આગળ વધવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. અમે અહીં (ભારતમાં) આવીને ખૂબ જ ઉત્સાહિત છીએ અને વિક્રેતાઓ સાથે જોડાઈને ખુશ છીએ. પોલિશિંગના સંદર્ભમાં ડિઝાઈન અને ફિનિશિંગ અમારી તમામ અપેક્ષાઓ કરતાં વધી ગયા છે.

નોંધનીય છે કે, વિશ્વ સમક્ષ ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાના ઉદ્દેશ્ય સાથે કલ્પના કરાયેલા ઇન્ટરનેશનલ જેમ એન્ડ જ્વેલરી શો (IGJS) દર વર્ષે દુબઈ અને જયપુરમાં વિશિષ્ટ રીતે વૈશ્વિક પ્રેક્ષકો માટે યોજવામાં આવે છે. આ શો ભારતના ટોચના જેમ્સ અને જ્વેલરી ઉત્પાદકો અને નિકાસકારોનો ક્યુરેટેડ મેળાવડો છે. તે ભારતને વિશ્વ કક્ષાના જેમ્સ અને જ્વેલરી માટે પસંદગીનો સ્ત્રોત બનાવવાના GJEPCના વિઝનને મજબૂત બનાવે છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS