GJEPC એ જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર કેન્દ્રીય બજેટ 2024નું વિશ્લેષણ કરવા માટે એક વેબિનારનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટમાં 200થી વધુ ઉદ્યોગ સભ્યોની હાજરી સાથે જબરજસ્ત પ્રતિસાદ જોવા મળ્યો હતો.
GJEPCના ગુજરાતના રિજિયોનલ ચૅરમૅન વિજ માંગુકીયાએ ઇન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી બજેટ રજૂ કરવા બદલ નાણા મંત્રી નિર્મલા સીતારમણનો આભાર વ્યક્ત કર્યો હતો, જેમાં GJEPCએ ઉઠાવેલા મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું હતું.
RSM Astute Consulttechના ડિરેક્ટર નિરવ જોગાણીએ બજેટ અને જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર અસરોનું ઉંડાણપૂર્વક વિશ્લેષણ કર્યુ હતું. તેમણે ગોલ્ડ ડ્યૂટીમાં ઘટાડો, 2 ટકા એક્ઝિલાઇઝેશન લેવી નાબૂદ જેવા સકારાત્મક પગલાંની ચર્ચા કરી હતી.
જોગાણીએ ખાણકામ કંપનીઓ માટે સલામત હાર્બર દરોની રજૂઆત ઉપરાંત જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગને પણ 20 લાખ સુધીની વિદેશી સંપત્તિની જાહેરાત ન કરવા પર દંડની રાહતનો લાભ મળશે, જે 1 ઓક્ટોબર, 2024થી અમલમાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.
વેબિનારમાં જોડાયેલા લોકોએ સવાલ કર્યા હતા જેના નિરવ જોગાણી અને વિજય માંગુકીયાએ જવાબ આપ્યા હતા.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube