GJEPC welcomes amendment in SEZ gold supply rules for foreign buyers
- Advertisement -SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

તાજેતરમાં કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રી ઓફ ઇન્ડિયાએ સ્પેશ્યિલ ઈકોનોમિક ઝોન્સ (સેઝ)ના નિયમ, 2006માં કેટલાંક સુધારા કર્યા છે. મંત્રાલયે સુધારા કર્યા બાદ જીએસઆર 105 (ઈ) નોટિફિકેશન બહાર પાડ્યું છે. સુધારીને જાહેર કરાયેલા નવા નિયમો 2024 તાત્કાલિક અમલમાં મુકવામાં આવ્યા છે.

આ સુધારાઓને હીરા ઝવેરાત ઉદ્યોગની સંસ્થા જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે આવકારી છે. આ સુધારાના પગલે વિદેશી ખરીદદારો હવે સેઝમાં મફતમાં સોનું સપ્લાય કરી શકશે. મંત્રાલય દ્વારા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન્સ રૂલ્સ 2006ના નિયમ 27ના પેટા નિયમ (6)માં એજન્સી શબ્દ ઉમેરી આ સુધારો કર્યો છે. તેનો લાભ હવે ગોલ્ડ વ્યવસાયિકોને મળશે.

આ સુધારો એ વેપારની ઉન્નત તકોને હાંસલ કરવાની દિશાનો માર્ગ મોકળો કરે છે. વિદેશી ખરીદદારો પાસેથી સોનાનો મફત પુરવઠો મેળવી તે જ પુરવઠો વિદેશી ખરીદનાર માટે નિકાસને મંજૂરી આપે છે. આ સુધારાના નોટિફિકેશન પર જોઈન્ટ સેક્રેટરી વિપુલ બંસલે હસ્તાક્ષર કર્યા છે.

મુખ્ય નિયમો શરૂઆતમાં ભારતના ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા અને છેલ્લે 6 ડિસેમ્બર, 2023 ના રોજ નોટિફિકેશન નંબર GSR 881(E) દ્વારા સુધારો કરવામાં આવ્યો હતો.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -DEEP SEA ELECTROTECH