DIAMOND CITY NEWS, SURAT
સુરતમાં જીજેઈપીસીની રિજનલ કચેરી દ્વારા 12 થી 13 જાન્યુઆરી દરમિયાન બે દિવસીય એક્સપોર્ટ પ્રોસેસ સર્ટિફિકેટ કોર્સની 12મી બેચનું આયોજન કરાયું હતું. જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે તૈયાર કરાયેલા આ કોર્સનો ઉદ્દેશ નિકાસની સાઈકલને 100 ટકા આવરી લેવાનો છે, જે માર્કેટ રિસર્ચ, એક્સપોર્ટ માર્કેટિંગ, ડોક્યુમેન્ટેશન, પોલિસી અને લોજિસ્ટિક્સમાં સમજ ઉપલ્બ્ધ કરાવે છે.
જીજેઈપીસીના ગુજરાત રિજયનના પ્રેસિડેન્ટ વિજય માંગુકીયાએ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં નિકાસની સંભાવનાઓ પર પ્રકાશ પાડતા પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સંભાવના હોવા છતાં ઘણા મેમ્બર્સ નોલેજ અને અવેરનેસના અભાવે વેપારી નિકાસકારોને તેમના ઉત્પાદનો વેચવાનું વલણ ધરાવે છે. માંગુકીયાએ મેમ્બર્સને વિનંતી કરી કે તેઓ સીધા નિકાસ શરૂ કરવા માટે કોર્સને લોન્ચપેડ તરીકે જુએ અને તેનો મહત્તમ લાભ લે.
આ નિકાસનો કોર્સ 25 વ્યક્તિઓ માટે ડિઝાઈન કરવામાં આવ્યો હતો, પરંતુ અપેક્ષા કરતા વધુ પ્રતિસાદ મળ્યો હતો. તેથી બેચમાં 28 સભ્યોની નોંધણી કરવામાં આવી હતી. વળી આગામી સત્રોમાં બેચમાં 10થી વધુ સભ્યો ભાગ લે તેવી શક્યતા છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM