DIAMOND CITY NEWS, SURAT
આર્થિક અને ભૌગોલિક રાજકીય પડકારો હોવા છતાં, લક્ઝરી ગ્લોબલ લક્ઝરી માર્કેટ પુનરુત્થાન અને મજબૂત યુએસ હોલિડે સિઝન દ્વારા સંચાલિત વૈશ્વિક લક્ઝરી માર્કેટ 2023માં વિક્રમી 1.5 ટ્રિલિયન પાઉન્ડ સુધી પહોંચ્યું હતું. જોકે, 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં મેક્રો ઇકોનોમિક દબાણને કારણે મંદીનો અનુભવ થયો હતો, જેમાં જાપાન ટુરીઝમમાં તેજીનું કારણ નોંધપાત્ર અપવાદ હતું.
આ માહિતી ઇટાલિયન લક્ઝરી ગૂડ્સ મેન્યુફેકચર્સ ઍસોસિયેશન સહયોગથી બહાર પાડવામાં આવેલા નવીનતમ બેઇન એન્ડ કંપની લક્ઝરી ગુડ્સ વર્લ્ડવાઇડ માર્કેટ સ્ટડીમાંથી સામે આવી છે.
આ જટિલ લેન્ડસ્કેપમાં જ્વેલરી ટોચના પર્ફોર્મર તરીકે ઉભરી આવી છે, જેમાં ઇન્વેસ્ટમેન્ટ આધારિત ખરીદી ઘડિયાળો કરતાં પણ વધુ વધી રહી છે. આ ક્ષેત્રની શક્તિઓ અલ્ટ્રા-લક્ઝરી અને એન્ટ્રી-લેવલ બંને સેગમેન્ટમાં ફેલાયેલી છે, જે ગ્રાહકોના વ્યાપક શ્રેણીને આકર્ષે છે.
ચીનનું બજાર બે પ્રાથમિક પરિબળોને કારણે દબાણ હેઠળ છે એક આઉટબાઉન્ડ ટુરિઝમનું પુનરુત્થાન અને બીજું વધતી જતી આર્થિક અનિશ્ચિતતાને કારણે નબળી સ્થાનિક માંગ. જે મધ્યમ-વર્ગના ગ્રાહકોના વિશ્વાસને નબળો પાડી રહ્યો છે. આ સ્થિતિ 2008-09ના ફાયનાન્શીઅલ ક્રાઇસીસ જેવી છે એ સમયગાળામાં “Luxury Shame” તરીકે કહેવાતું અત્યારે આવું જ થઇ રહ્યું છે.. તેવી જ રીતે, GDP અને કન્ઝુયમર કોન્ફીડન્સમાં ક્રમશઃ સુધારાના સંકેતો છતાં યુએસ મેક્રો ઇકોનોમિક દબાણનો સામનો કરવાનું ચાલુ રાખે છે.
જ્યારે યુરોપ અને જાપાને ટુરીઝમને કારણે સ્થિતિસ્થાપકતા દર્શાવી છે, ત્યારે ચીનનું બજાર પુનઃજીવિત આઉટબાઉન્ડ ટુરિઝમ અને નબળી સ્થાનિક માંગને કારણે દબાણ હેઠળ છે. યુ.એસ.માં, સુધારાના કેટલાક સંકેતો છતાં મેક્રો ઇકોનોમિક પડકારો યથાવત છે.
આ સ્ટડીમાં બે ભાગમાં વહેંચાઈ ગયેલા ગ્રાહક વ્યૂહરચના પણ નોંધવામાં આવી છે: Gen Z આર્થિક અનિશ્ચિતતાને કારણે વૈભવી ખર્ચમાં વિલંબ કરી રહ્યું છે, જ્યારે જનરલ Gen X બેબી બૂમર્સ તેમના ખર્ચમાં વધારો કરી રહ્યા છે. Gen Z એટલે 1995-2010 વચ્ચે જન્મેલી કોઇ પણ વ્યક્તિ Gen X એટલે 1965 થી 1981માં જેમનો જન્મ થયો છે.
લક્ઝરી બ્રાન્ડ્સ મોટા પાયે ઇવેન્ટ દ્વારા ટોચના ગ્રાહકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને રમતગમત જેવા નવા ક્ષેત્રોમાં વિસ્તરણ કરી રહી છે, જેમાં 2024 પેરિસ ઓલિમ્પિક્સ મુખ્ય પ્લેટફોર્મ તરીકે સેવા આપી રહી છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp