ડાયમંડ સિટી. સુરત
સુરતના સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે 29 એપ્રિલથી 1 મે દરમિયાન સરદારધામ દ્વારા આયોજિત ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનનો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો.
દરમિયાન આગામી 2024માં રાજકોટ અને 2026માં યુ.એસ.એ.માં બિઝનેસ સમિટ યોજવાની જાહેરાત સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયાએ કરી હતી.
સરદારધામ સમાજરત્નો કોફી ટેબલ બુકનું વિમોચન
ગગજીભાઈ સુતરીયાએ આગામી 2024માં રાજકોટ અને 2026માં યુ.એસ.એ.માં બિઝનેસ સમિટ યોજવાની જાહેરાત પણ કરી હતી. આ વેળાએ સરદાર પટેલ ઈન્ટરનેશનલ બિઝનેસ ઓર્ગેનાઈઝેશન ડિજિટલ પ્લેટફોર્મનું લોન્ચિંગ કરાયું હતું. મહાનુભાવોના હસ્તે ‘સરદારધામ સમાજરત્નો’ કોફી ટેબલ બુકનું વિમોચન કરાયું હતું.
દર બે વર્ષે યોજાય છે GPBS
સરદારધામ દ્વારા મિશન 2026 અંતર્ગત રાજ્ય સરકારના વાયબ્રન્ટ ગુજરાત સમકક્ષ દર બે વર્ષે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજવામાં આવે છે. વર્ષ 2018માં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે તેમજ 2020માં હેલિપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજવામાં આવી હતી.
જેની ભવ્ય સફળતા બાદ સુરતના સારસાણા ખાતે પણ સમિટ યોજાઈ છે. જેમાં 30 હજાર ચો.મી. વિસ્તારમાં 950 સ્ટોલ થકી 10 હજારથી વધુ ઉદ્યોગકારો ભાગ લઈ રહ્યાં છે.
જેમાં આઈ.ટી. ફૂડ અને બેવરેજીસ, ફાર્માસ્યુટિકલ, ડેરી, કૃષિ, એન્જિનિયરીંગ, રબર, ડાયમંડ અને ટેક્ષટાઈલ સહિતના 15થી વધુ સેક્ટરનો સમાવેશ થાય છે. મહિલા ઉદ્યોગ સાહસિકો, કૃષિ અને ડેરી માટે એક્ઝિબિશન સ્ટોલમાં 50 ટકા રાહત આપવામાં આવી છે.
પાટીદાર ગ્લોબલ સમિટનો મુખ્ય હેતુ?
સરદારધામ દ્વારા આયોજિત ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનનો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો..
સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, સુરત એ ગુજરાતનું આર્થિક અને ઔદ્યોગિક કેપિટલ તરીકે સુવિખ્યાત છે.
સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી સ્થળાંતર થઈને આવેલ પાટીદારોએ સખત પરિશ્રમ અને સાહસિકતાના ગુણોથી ડાયમંડ, ટેક્ષટાઈલ્સ, રિયલ એસ્ટેટ તેમજ વિવિધ વ્યવસાયોમાં પ્રગતિ કરી છે, ત્યારે મિશન 2026 હેઠળ રાજ્યમાં સર્વ ક્ષેત્રમાં ઉદ્યોગ/વ્યાપારનો વિકાસ થાય, નવા ઉદ્યોગ સાહસિકો મળે, અને તે દ્વારા રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે વધુ રોજગારીના અવસરો પેદા થાય, સાથોસાથ યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રગતિ માટે ગ્લોબલ પ્લેટફોર્મ મળે તેવો પાટીદાર ગ્લોબલ સમિટનો મુખ્ય હેતુ છે.