‘રૂટ્ઝ 2022’ બી2બી જ્વેલરી એક્ઝિબિશનમાં સુવર્ણ અને હીરાજડિત સંસદ ભવન

સુરતના 50 જ્વેલર્સે રાત-દિવસ મહેનત કરીને 15 કિલો ગોલ્ડ, ચાંદી અને ડાયમંડમાંથી આકર્ષણનું કેન્દ્ર એવા નવા સંસદ ભવનની પ્રતિકૃતિ બનાવી

Gold and Diamond Studded Parliament House at 'Rootz 2022' B2B Jewellery Exhibition
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY,

સુરતના સરસાણા ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. 16થી 18 ડિસેમ્બર સુધી આ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. આ એક્ઝિબિશનમાં નવા સંસદ ભવનની 15 કિલો ગોલ્ડ, ચાંદી અને ડાયમંડની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની છે. સુરતના 50 જેટલા જ્વેલર્સનો ‘ટેમ્પલ ઓફ ડેમોક્રેસી’ નામની આ પ્રતિકૃતિના નિર્માણમાં ફાળો છે.

જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનનું આયોજન

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન દ્વારા તા. 16 થી 18 ડિસેમ્બર દરમિયાન સુરતના સરસાણા કનવેન્શન સેન્ટર ખાતે રૂટ્સ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં મોટી સંખ્યામાં સુરતના ડાયમંડ જ્વેલરી મેન્યુફેકચરે ભાગ લીધો છે. આ એક્ઝિબિશનમાં દેશભરમાંથી જ્વેલરી રિટેઇલર અને હોલસેલર ખરીદી માટે આવશે.

ગોલ્ડ, ચાંદી અને ડાયમંડમાંથી બનાવેલા સાંસદ ભવન આકર્ષણનું કેન્દ્ર

આ એક્ઝિબિશનમાં ગોલ્ડ, ચાંદી અને ડાયમંડમાંથી બનાવવામાં આવેલ નવા સંસદ ભવનની પ્રતિકૃતિ પણ રજૂ કરવામાં આવી છે. નવા સંસદ ભવન 15 કિલો ગોલ્ડ, ચાંદી અને ડાયમંડમાંથી બનાવવામાં આવ્યું છે. આ નવા સંસદ ભવનની પ્રતિકૃતિને જેમ જ્વેલરીના આ એક્ઝિબિશનમાં રજૂ કરવામાં આવ્યું છે જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. સુરતના 50 જેટલા જ્વેલર્સનો ‘ટેમ્પલ ઓફ ડેમોક્રેસી’ નામની આ પ્રતિકૃતિના નિર્માણમાં ફાળો છે. આ પ્રતિકૃતિ 3ડી પ્રિન્ટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે અને તેમાં પ્રાકૃતિક હીરા ઉપરાંત લેબગ્રોન હીરાનો પણ ઉપયોગ કરાયો છે. આજે આ એક્ઝિબિશનનું ઉદઘાટન મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

Gold and Diamond Studded Parliament House at 'Rootz 2022' B2B Jewellery Exhibition-1

ચેન્નઈના ડેલિગેશને એક્ઝિબિશનને આવકાર્યું

ચેન્નઈથી એક ડેલિગેશન આ એક્ઝિબિશનની મુલાકાતે આવ્યું હતું. તેમણે આ એક્ઝિબિશન નિહાળ્યું હતું. તેમણે ટેમ્પલ ઓફ ડેમોક્રેસીની પ્રતિકૃતિનાં ખૂબ જ વખાણ કર્યાં હતાં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં સાથે મળીને બિઝનેસ કરવા વિશે વિચારણા કરીશું. અમને અહીં આવીને ખૂબ ગમ્યું છે. આ એક્ઝિબિશન ખૂબ જ અદ્ભૂત છે.

સુરતના 50 જ્વેલર્સે રાત-દિવસ મહેનત કરી બનાવ્યું છે ટેમ્પલ ઓફ ડેમોક્રેસી

Gold and Diamond Studded Parliament House at 'Rootz 2022' B2B Jewellery Exhibition-5

સંસદ ભવનની પ્રતિકૃતિ બનાવનાર રાકેશકુમારે જણાવ્યું હતું કે ટેમ્પલ ઓફ ડેમોક્રેસી પ્રતિકૃતિ બનાવવી એ અમારા માટે એક મોટી ચેલેન્જ હતી. અમે દિવસ-રાત કામ કરીને આ સફળ બનાવ્યું છે. કારીગરોએ ખૂબ જ મહેનત કરી છે. ગોલ્ડ, સિલ્વર સહિતનાં મટિરિયલ અને સ્ટોન તેમજ લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરી આ ટેમ્પલ ઓફ ડેમોક્રેસીની પ્રતિકૃતિ બનાવાઈ છે.

પ્રદર્શનમાં રૂપિયા એક કરોડ સુધીની જ્વેલરી ઉપલબ્ધ

એક્ઝિબિશન બિઝનેસ ટુ કસ્ટમર માટેનું છે. પ્રદર્શનમાં રૂ. 50 હજારથી લઈને એક કરોડ સુધીની બ્રાઇડલ જ્વેલરી તથા હેરિટેજ, નવાબી, ફ્યુઝન, પોલકી અનકટ, બિકાનેરી મીના અને રજવાડી ફેન્સી ડાયમંડ અને એન્ટિ ગોલ્ડ જ્વેલરી પ્રદર્શિત કરવામાં આવી છે.

15 હજાર હીરા અને 330 ગ્રામ સોનામાંથી બનાવેલ મગરમચ્છની ડિઝાઈનનો નેકલેસ, 20 લાખનો ક્રિકેટ બોલ પ્રદર્શનમાં મુકાયા

સુરત જ્વેલરી મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે 19મી ડિસેમ્બર સુધી ‘રૂટ્ઝ 2022’ બીટુબી જ્વેલરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં 250 જ્વેલરી ઉત્પાદકો દ્વારા વિવિધ પ્રકારની જ્વેલરી પ્રદર્શનમાં મુકવામાં આવી છે. જેમાં ખાસ કરીને રિયલ ડાયમંડમાંથી બનાવવામાં આવેલા ક્રિકેટ બોલ, 30 લાખ રૂપિયાનો ક્રોકોડાઈલ નેકલેસ અને 5 લાખ રૂપિયાની સિસોટી આકર્ષણનું કેન્દ્ર બની હતી. નેકલેસમાં 330 ગ્રામ સોનાનો ઉપયોગ થયો છે અને તેને બનાવવા માટે 5 મહિનાનો સમય લાગ્યો હતો.

Gold and Diamond Studded Parliament House at 'Rootz 2022' B2B Jewellery Exhibition-2

15000 ડાયમંડ જડિત ક્રોકોડાઈલ નેકલેસ – નેકલેસની ખાસિયત છે કે, જેમાં 8 હજાર રીયલ ડાયમંડ અને 7 હજાર કલર સ્ટોન મળી 15 હજાર નંગ હીરાનો ઉપયોગ આ ક્રોકોડાઈલ નેકલેસમાં કરવામાં આવ્યો છે.

Gold and Diamond Studded Parliament House at 'Rootz 2022' B2B Jewellery Exhibition-4

20 લાખ રૂપિયાનો ક્રિકેટ બોલ – જીજેઈપીસીના ચેરમેનએ કહ્યું હતું કે, ‘ક્રિકેટ બોલનું વજન 200 ગ્રામ છે. ચાંદી-નેચરલ ડાયમંડ વપરાયા છે. 140 કેરેટ હીરામાં 115 કેરેટ રાઉન્ડ અને 25 કેરેટ એમરલ્ડ હીરા વપરાયા છે.

Gold and Diamond Studded Parliament House at 'Rootz 2022' B2B Jewellery Exhibition-3

સોના, હીરાથી બનેલી 5 લાખની સિસોટી – 5 લાખ રૂપિયામાં બનેલી સોનાની સિસોટી પ્રદર્શનમાં મુકાઈ હતી. જેમાં 25 ગ્રામ સોનુ, 12 કેરેટ નેચરલ હીરાનો ઉપયોગ વડે બનાવતા 15 દિવસનો સમય લાગ્યો હતો.

____________________________________________________________

ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સંબંધિત સમાચાર જુઓ :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS