તહેવારોની સિઝનમાં સોનાની માંગ વધે તેવી અપેક્ષા

ગ્રાહકોની ખરીદ શક્તિમાં વધારો થયો છે, જેના પગલે જ્વેલર્સ માટે આ તહેવારોની સિઝન શ્રેષ્ઠ રહે તેવી આગાહી નિષ્ણાતો કરી રહ્યાં છે.

Gold demand is expected to increase during the festive season
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

તહેવારોની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે અને તેથી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મુખ્યત્વે રિવાજો અને પરંપરાઓને કારણે સોનાની માંગમાં વધારો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં સોનાનો ભાવ બે મહિનાના નીચલા સ્તરે ચાલી રહ્યો છે. જેથી આ ઘટાડામાં રોકાણકારોએ સોનાની ખરીદી કરવાનો મોકો કહી શકાય, જે આગામી તહેવારી મોસમમાં માગ વધતા સોના-ચાંદીના ભાવોમાં ઉછાળો જોવા મળી શકે છે.

છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઉથલપાથલના કારણે સોનાની કિંમત દબાણ હેઠળ છે. આ ઘટાડાને જોતાં, શું સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? ખરેખર, તહેવારોની સિઝન થોડા દિવસો પછી શરૂ થવા જઈ રહી છે. ભારતમાં તહેવારોની સિઝનમાં સોનાની માંગ વધે છે.

ભારતમાં ખાસ કરીને દિવાળી અને ધનતેરસના અવસર પર સોનું ખરીદવાની પરંપરા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ખાસ કરીને અમેરિકન બજારમાં દબાણના કારણે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

4 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 0.17 ટકા ઘટીને 1827.40 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી. જ્યારે આ વર્ષે 6 મેના રોજ તે $2,085.40 પ્રતિ ઔંસ પર પહોંચી ગયો હતો. તે જ સમયે, ચાંદીનો દર 0.48 ટકા ઘટીને 21.28 ડોલર પ્રતિ ઔંસ થયો છે.

જો ભારતની વાત કરીએ તો 4 ઓક્ટોબરે સોનું ખૂબ જ સસ્તાં ભાવે ઉપલબ્ધ હતું. 24 કેરેટ સોનાની કિંમત 56653 રૂપિયા હતી, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 51894 રૂપિયા હતી. બુધવારે સાંજે 22 કેરેટ સોનાની કિંમત 52000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચે આવી ગઈ હતી. જ્યારે ચાંદીનો ભાવ 70,000 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ રહે છે. મે મહિનામાં ચાંદીની કિંમત 77280 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.

યુએસ ફેડ વ્યાજદરમાં વધારો કરે તેવી સંભાવનાના પગલે સોના-ચાંદીની કિંમતો પર દબાણ વધ્યું

યુએસ ફેડ દ્વારા વ્યાજ દરમાં વધારો થવાની સંભાવના છે, જેના કારણે સોના અને ચાંદીની કિંમતો પર દબાણ જોવા મળી રહ્યું છે. આ કારણે અમેરિકન શેરબજારમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ શું ભારતીય સોનાના રોકાણકારો માટે આ તક છે?

5 મેના રોજ ભારતીય બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાની કિંમત 61,739 રૂપિયાની આસપાસ હતી. જે હવે ઘટીને 56 હજારની આસપાસ પહોંચી ગયો છે.

આટલું જ નહીં, મે મહિનામાં ટ્રેડિંગ દરમિયાન અમદાવાદ બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 63,500 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. આવી સ્થિતિમાં સોનાની કિંમત તેની ઊંચી સપાટીથી 5000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટી છે. છેલ્લા 4 મહિનામાં આ ભાવમાં ઘટાડો થયો છે.

અમેરિકાના કારણે સોનાના ભાવ દબાણ હેઠળ

સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને પુરવઠાના આધારે નક્કી કરવામાં આવે છે. જો સોનાની માંગ વધશે તો દર પણ વધશે. સોનાના ભાવ પર વૈશ્વિક આર્થિક સ્થિતિની પણ અસર થાય છે.

ઉદાહરણ તરીકે, જો આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર ખરાબ પ્રદર્શન કરે છે તો રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોનાને પસંદ કરે છે, જેના કારણે સોનાના ભાવ વધે છે. વૈશ્વિક બજારમાં સોનું હાલમાં 7 મહિનાના સૌથી નીચા સ્તરે છે.

યુએસ ડૉલર ઇન્ડેક્સમાં વધારો અન્ય કરન્સીમાં સોનાના ભાવમાં નરમાઈ તરફ દોરી જાય છે. નિષ્ણાતોના મતે સોનામાં અદભૂત વધારો ત્યારે જ થઈ શકે છે જ્યારે વૈશ્વિક અર્થતંત્ર પર વ્યાપક અને લાંબા ગાળાનું દબાણ સ્પષ્ટ થાય.

તે જ સમયે, જ્યાં સુધી અમેરિકામાં વ્યાજ દરમાં કાપની શક્યતા ખૂબ જ પ્રબળ નથી ત્યાં સુધી સોના પર દબાણ રહી શકે છે. જો કે, ભારતમાં તહેવારોની સિઝન દરમિયાન ખરીદી કિંમતોને ટેકો આપી શકે છે.

લોકો રોકાણના બદલે પહેરવા માટે સોનું ખરીદતા થયા

લોકો મોટાભાગે રોકાણની ખરીદી માટે સોનું ખરીદવાથી વેરેબલ ફેશનેબલ સ્ટેટમેન્ટ તરફ આગળ વધ્યા છે. એટલે કે લોકો હવે રોકાણ કરવાના બદલે પહેરવાલાયક સોનાના દાગીના ખરીદવાનું પસંદ કરી રહ્યાં છે. તેનું એક કારણ એછે કે લોકોની આવકના સ્તરમાં વધારો થયો છે.

તેથી ગ્રાહકોની ખરીદ શક્તિમાં વધારો થયો છે, જેના પગલે જ્વેલર્સ માટે આ તહેવારોની સિઝન શ્રેષ્ઠ રહે તેવી આગાહી નિષ્ણાતો કરી રહ્યાં છે.  ભારતીયો તહેવારો દરમિયાન, જ્વેલરી સ્ટોર્સમાં જશે, જે માંગમાં અપેક્ષિત વધારો તરફ દોરી જશે.

પાછલા પાંચ વર્ષની પેટર્ન મુજબ, સોનું સામાન્ય રીતે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં બોટમ બનાવે છે. તેથી, આ વર્ષે, અમે તે જ અપેક્ષા રાખીએ છીએ. બીજી તરફ, વૈશ્વિક અને ઘરેલું સ્તરે અન્યો બજારોમાં અસ્થિરતાનો માહોલ સર્જાતો હોય છે, ત્યારે સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદીમાં રોકાણકારો રોકાણ કરતા હોય છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS