Goldi Solar cheated by General Manager
- Advertisement -Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

મહીધરપુરા ખાતે આવેલી ઈશ્વર ધોળકિયાની ગોલ્ડી સોલાર કંપનીમાં કામ કરતા મેનેજરે કંપનીમાં ઓવર બિલિંગ કરી છેલ્લા ત્રણ વર્ષમાં ૫.૭૩ લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાનું ધ્યાને આવતા મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

કતારગામ ડભોલી ચાર રસ્તા પાસે શ્રીજી નગરમાં રહેતા 28 વર્ષીય સેલવીન દિનેશભાઈ ગોટી મહીધરપુરા ખાતે આવેલી ગોલ્ડી સોલાર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. તેમણે ગઈકાલે મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં રજતભાઈ રમેશચંદ્ર ગુપ્તા (રહે. મોનાર્ક રેસિડેન્સી, પાલ) ની સામે છેતરપિંડીની ફરિયાદ કરી છે.

તેમણે તેમની ફરિયાદમાં જણાવ્યું છે કે, ગોલ્ડી સોલાર પ્રા. લિ. કંપની સોનાર પેનલ મેન્યુફેક્ચરિંગનું કામ કરે છે. તેમની ઓફિસ મહિધરપુરા ઇન્ફીનિટી ટાવર ખાતે આવેલી છે. તેમની કંપનીમાં 1800 કર્મચારી નોકરી કરે છે અને રજત ગુપ્તા જનરલ મેનેજર તરીકે ત્યાં કામ કરે છે.

તેમની કામગીરી કંપનીના માર્કેટિંગ તેમજ કોમ્યુનિકેશનની છે. માર્કેટમાંથી વેન્ડરો શોધવાનું અને માર્કેટિંગ માટે એક્ઝિબિશનનું આયોજન કરવાનું કામ તેઓ કરતા હતા. આ દરમિયાન સેલ્વીનભાઈને રજત ગુપ્તા ઓવર બિલિંગ કરી કંપની સાથે છેતરપિંડી કરતો હોવાની જાણ થઈ હતી.

બાદમાં તેમને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ રજત ગુપ્તાએ રાધાકૃષ્ણ ગ્રુપ પાસેથી 2.75 લાખ, ખુશી એડવર્ટાઇઝિંગ આઇડિયા પ્રાઇવેટ લિમિટેડ પાસેથી 2.28 લાખ તથા મોશન વર્કસ પ્રિન્ટિંગ સોલ્યુશન પાસેથી ૭૦ હજાર મળી કુલ 5.73 લાખ તેમજ અન્ય વેન્ડર પાસેથી પણ આ રીતે ઓવર બિલિંગ કરાવી છેલ્લા ત્રણ વર્ષથી લાખો રૂપિયાની છેતરપિંડી કંપની સાથે કરી હતી.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -DR SAKHIYAS