ડાયમંડ સિટી. સુરત
સુરત ડાયમંડ એસોસીએશનએ હીરા ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ સંસ્થા છે. ઉદ્યોગલક્ષી, સામાજિક, શૈક્ષણિક તેમજ આરોગ્યલક્ષી પ્રવૃત્તિ કરે છે, ખાસ કરીને ઉદ્યોગના પ્રશ્નોની સરકારમાં યોગ્ય રજૂઆત કરી તેનું નિરાકરણ આવે તેવા પ્રયત્ન કરે છે. લેબર, જીએસટી જેવા ટેક્સીસની સમજ આપવા સેમિનારોનું આયોજન કરે છે. આ સાથે નવી નવી મશીનરીઓ ઉદ્યોગકારો અપનાવે તે માટે ટુલ-ટેક જેવા એક્ઝિબિશન પણ કરે છે.
નાના અને મોટા વેપારીઓ સીધા ખરીદદારોના સંપર્કમાં આવે તે માટે વિશ્વમાં પહેલીવાર લુઝ ડાયમંડનું B2B “કેરેટ્સ – સુરત ડાયમંડ એક્ષ્પો’નું આયોજન જુલાઈ-2018 અને બીજીવાર ઓગસ્ટ-2019માં અવધ યુટોપિયા સુરત ખાતે કરવામાં આવ્યું હતું. બંને એક્ઝિબિશન ખૂબ સફળ રહ્યાં હતાં. વર્ષ 2020 અને 2021માં કોવિડ-૧૯ જેવી ભયંકર મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી આયોજન થઇ શક્યું નહોતું.
ડાયમંડ એસોસિઅશનના પ્રમુખ નાનુભાઈ વેકરિયા જણાવે છે કે,
આ પ્રકારના એક્ઝિબિશન ડાયમંડ ઉદ્યોગ માટે ખૂબ જ મહત્વના પુરવાર થયા છે, જેમાં બાયર્સ સીધા સંપર્કમાં આવતા હોય છે. આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર આ ખૂબ જ મોટું પ્લેટફોર્મ મળે છે. જ્યારે પણ ડાયમંડ એસોસીએશન દ્વારા આ એક્ષ્પોનું આયોજન કરાયું છે ત્યારે ખૂબ સફળતા મળી છે અને તેની સીધી અસર ઉદ્યોગને વેગ આપવા માટે થઈ છે.
કેરેટ્સ ડાયમંડ એક્ષ્પોમાં દેશ અને વિદેશથી ખુબ મોટી સંખ્યામાં બાયર્સ આવે છે. જેનાથી સુરતના ઉદ્યોગને ખૂબ મોટો લાભ થાય છે. બાયર્સ અને સપ્લાયર્સ વચ્ચે આ એક્ષ્પો ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. કોરોના સંક્રમણના ભયને કારણે આયોજનો ટાળવામાં આવી રહ્યાં હતા, જેના કારણે ઉદ્યોગના વેગની ગતિ ખૂબ ધીમી પડી ગઇ હતી. મારા અંદાજ પ્રમાણે 15000 કરતાં પણ વધુ વિઝિટર્સ આ એક્ષ્પોમાં આવશે તેવી પ્રબળ શક્યતાઓ છે.
B2B કેરેટ્સ – સુરત ડાયમંડ એસ્પો -2018 અને 2019માં ખૂબ મોટી સંખ્યામાં નામાંકિત કંપનીઓએ ભાગ લીધો હતો અને તેમને વેપારમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે આ એક્ઝિબિશનને ખૂબ જ સારી સફળતા મળી હતી. “B2B કેરેટ્સ – સુરત ડાયમંડ એક્ષ્પો’ના આયોજનથી બાયર્સને સુરત આવવા માટેનું એક હકારાત્મક વાતાવરણ મળ્યું છે”. B2B કેરેટ્સ – સુરત ડાયમંડ એક્ષ્પો’એ હીરા ઉદ્યોગ માટે નવા રસ્તા ખોલ્યા છે.
ઉત્પાદકો અને વેપારીઓને મોટા ખરીદદારો સાથે સીધા સંપર્કમાં લાવીને ઉદ્યોગને વેગ આપ્યો છે. દરેક જ્વેલરી ઉત્પાદક અને ઝવેરી સસ્તા ડાયમંડની શોધમાં હોય છે. ત્યારે કેરેટ્સ એક્ષ્પોએ તેમને નવા સપ્લાયર્સ આપ્યા છે. જેને ધ્યાનમાં રાખી સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા તા. 15 થી 17 જુલાઈ-2022ના રોજ ક્લબ અવધ યુટોપિયા સુરત ખાતે ત્રીજીવાર “કેરેટ્સ – સુરત ડાયમંડ એક્સ્પો’ B2B પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે.
આ એક્ઝિબિશનમાં નેચરલ ડાયમંડ, ગુલાબ કટ, પોકી, નેચરલ કેન્સી, રંગીન વગેરે જેવા તમામ પ્રકારના હીરાના કટનું પ્રદર્શન હતું. જયારે આ વર્ષે નેચરલ ડાયમંડની સાથોસાથ સીવીડી ડાયમંડ (લેબગ્રોન), જ્વેલરી મેન્યુફેકચર્સ , જવેલરી તેમજ ડાયમંડ ટેકનોલોજીના બુથ રાખવામાં આવેલ છે. પ્રીમિયમ બુથ ચાર્જ 1,25,000+18 % GST, નોર્મલ બુથનો ચાર્જ 1,00,000+18% GST છે. (બુથ સાઈઝ – 3 × 3 મીટર રહેશે). ૫૦ હજાર સ્ક્વેર ફૂટ જગ્યામાં 48 પ્રીમીયમ, 92 નોર્મલ અને 10 એલાઈડ સેક્શન બુથ હશે. ફૂડકોડની વ્યવથા છે. 15,000 વિઝીટર્સ આવશે તેવી અપેક્ષા છે. પ્રીમીયમ બાયર્સને કોમ્પલીમેન્ટરી સ્ટે આપવામાં આવશે વૉલેટ પાર્કિંગની સુવધા છે.
B2B કેરેટ્સ – સુરત ડાયમંડ એક્સ્પોમાં ગ્રીનલેબ (પાવર્ડ બાય), ધરમ એક્ષ્પોર્ટ ઇન્ડિયા પ્રા.લી. (કોસ્પોન્સર), GIA (લેબોરેટરી સ્પોન્સ ) તેમજ આઈ એમ લાસ્ટીક ,
(લોજીસ્ટીક પાર્ટનર) તરીકે જોડાયા છે. ભારતના મુખ્ય શહેર જેવા કે દિલ્હી, કોલકતા, હૈદરાબાદ બેંગલોર, ચેન્નઈ, જયપુર, મુંબઈ તેમજ વિદેશમાં અમેરિકા લંડન, દુબઈ, હોંગકોંગ રીડ શો કરી વધુમાં વધુ બાયર્સ આવે તેવા પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે.