હિંદવા ગ્રુપ દ્વારા તાજેતરમાં સુરતના ટ્રેડ હબ મગોબમાં ધ વર્લ્ડ – હોસ્પિટાલિટી એન્ડ કન્વેન્શન સેન્ટરનું સોફ્ટ લોન્ચિંગ એક ભવ્ય કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું. આ આઇકોનિક સેન્ટરનું વિઝન હિંદવા ગ્રુપના પ્રણેતા શ્રી હિમ્મતભાઈ એમ. ખેનીના સુપુત્ર કેયુર ખેનીનું છે જે આ સેન્ટરને શહેરનું સૌથી મોટું અને મલ્ટીફેસેટેડ કન્વેન્શન એન્ડ હોસ્પિટાલિટી સેન્ટર તરીકે સ્થાપિત કરવા માંગે છે અને સુરતને વર્લ્ડ-ક્લાસ બિઝનેસ, કોમર્સ અને સાંસ્કૃતિક હબ તરીકેનું સ્થાન અપાવવા માટે પણ ખુબ જ ઉત્સાહી છે. ધ વર્લ્ડ અત્યાધુનિક કન્વેન્શન સેન્ટરની સાથે, કલ્ચરલ સેન્ટર વિથ મ્યુઝિકલ સિસ્ટમ, આધુનિક રિટેલ એક્સપેરિયેન્સ, ફાઇન ડાઈનીંગ માટે રેસ્ટોરન્ટ્સ-કાફે, સર્વિસ્ડ એપાર્ટમેન્ટ્સ અને ઑફિસો, કો-વર્કિંગ સ્પેસ વગેરે સગવડો અને સુવિધાઓથી સજ્જ છે.
ભવ્ય વારસો
હિંદવા ગ્રુપ તેના આધુનિક અને વૈવિધ્ય સભર બાંધકામો માટે વિખ્યાત છે. ઈન્ડસ્ટ્રીયલ અને મલ્ટી ઈન્ડસ્ટ્રીયલ પાર્ક્સ, રેસીડેન્સીયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટસ, એજ્યુકેશન, IT અને હવે હોસ્પિટાલિટીના ક્ષેત્રમાં પણ હિંદવા ગ્રુપે ધમાકેદાર પ્રવેશ કર્યો છે. સમયની સાથે ચાલવામાં અને લોકોને તેમની જરૂરિયાત મુજબ નવું આપવામાં હિંદવા ગ્રુપ હંમેશા મોખરે રહ્યું છે.
સુરતના હોસ્પિટાલિટી લેન્ડસ્કેપમાં ખુટતી કડી
સુરત, 2013 અને 2019માં ‘બેસ્ટ સિટી ટુ લિવ-ઇન’ તરીકે સ્થાન પામ્યું હતું, તે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું શહેર પણ છે. જો કે, હાલમાં આ પ્રદેશમાં, ખાસ કરીને રેલ્વે સ્ટેશનની નજીક અને કાપડ અને હીરા ઉદ્યોગના વિસ્તારોમાં ફાઇવ સ્ટાર હોટલોની અછત છે. વ્યૂહાત્મક રીતે હીરા અને કાપડ ઉદ્યોગ હબની નજીકમાં તેમજ સુરતના સ્માર્ટ સીટી ઝોનમાં સ્થિત ધ વર્લ્ડ, આ ઉદ્યોગો સાથે સંકળાયેલા ટોચના વ્યાવસાયિકોની જરૂરિયાતોને પૂર્ણ કરશે અને NRIs અને સુરતની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે રજા માણવાની તેમજ લાંબા સમય સુધી રહેવા માટેની તકો પુરી પાડશે.
મહાનુભવોનું સમર્થન
ધ વર્લ્ડના સોફ્ટ લૉન્ચ સમારોહમાં શ્રી સી.આર. પાટીલ (નવસારી સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ), શ્રીમતી દર્શનાબેન જરદોશ (સુરત સાંસદ અને રાજ્યમંત્રી – રેલ્વે અને કાપડ) સહિત શહેરના પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરી જોવા મળી હતી. ઉદ્ઘાટન સમારંભમાં તેમના પ્રેરણાદાયી શબ્દોથી ચારચાંદ લાગી ગયા હતા અને તેમના મત મુજબ આ પહેલ દ્વારા સુરતની વિકાસગાથામાં એક મહત્વની યશ કલગી ઉમેરાઈ છે.
ધ વર્લ્ડ સેન્ટરથી પ્રભાવિત થઈને, શ્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, “ધ વર્લ્ડ એ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ન્યુ રાઇઝિંગ ઇન્ડિયાના વિઝનનું જીવતું જાગતું ઉદાહરણ છે અને સુરત સ્માર્ટ સિટી પહેલને એક સ્ટેપ આગળ લઇ જાય છે. બિઝનેસ, ટ્રાવેલ, ક્લબિંગ અને હોલિડે માટે ધ વર્લ્ડ એક અદ્દભુત અને આદર્શ સ્થળ છે.”
શ્રીમતી દર્શના જરદોશે પ્રોજેક્ટ અને તેના સ્વપ્નદ્રષ્ટા કેયુર ખેની માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું હતું કે, “હિંદવા ગ્રુપ દ્વારા ધ વર્લ્ડ – હોસ્પિટાલિટી એન્ડ કન્વેન્શન સેન્ટર એ માત્ર સુરત માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે નવીન પ્રકારનો હોસ્પિટાલિટી પ્રોજેક્ટ છે અને સુરત શહેર માટે એક અદ્દભુત ભેટ છે. યંગ અને ડાયનેમિક કેયુર ખેનીનો જુસ્સો અને પ્રતિબદ્ધતાનું જ્વલંત ઉદાહરણ છે. બુલેટ ટ્રેન સ્ટેશન, ટેક્સટાઇલ અને ડાયમંડ હબથી આ સેન્ટરની નિકટતા તેને ઇઝી ઍક્સેસિબલ બનાવે છે અને સુરત માટે આ ગર્વની વાત છે.”
સુરતની ગ્રોથ સ્ટોરી માટે એક વિઝનરી પ્રોજેક્ટ
કેયુર ખેનીએ આ પ્રોજેક્ટ માટેના તેમના વિઝનને શેર કરતાં જણાવ્યું હતું કે, “4 લાખ ચોરસ ફૂટમાં બનેલ ધ વર્લ્ડ, નવા ભારતની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરવાની સાથે ભવ્ય અને ઐતિહાસિક શહેર સુરતને અમારા તરફથી એક અમૂલ્ય ભેટ છે. કન્વેન્શન થી કલ્ચરલ એક્સપેરિયેન્સ સુધી અને પાથબ્રેકિંગ રિટેલ અને ડાઇનિંગ સુવિધાઓવાળા ધ વર્લ્ડને સુરતના એક નવા લેન્ડમાર્ક તરીકે બનાવવામાં આવ્યું છે. આ એક એવું સેન્ટર છે જ્યાં અમે શહેર અને ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરીનું નવું ચેપટર લખી રહ્યા છીએ. ધ વર્લ્ડ સેન્ટર મારા સ્વર્ગસ્થ પિતાશ્રી હિમ્મતભાઈ ખેનીના વિઝનને પણ પરિપૂર્ણ કરે છે તેમજ એ તેમના માટે આ અમારી નમ્ર શ્રદ્ધાંજલિ પણ છે. મને વિશ્વાસ છે કે આ સેન્ટર આગામી દાયકામાં સુરતના વિકાસને આગલા તબક્કામાં લઇ જવા માટે એક આંતરરાષ્ટ્રીય લેવલનું પ્લેટફોર્મ અને તકો પૂરી પાડશે. ધ વર્લ્ડ એક રીતે જોઈએ તો સ્ટાર્ટઅપની દુનિયામાં ખુબ જ મોટી પહેલ છે. આગામી સમયમાં આવી શ્રેણી-શૃંખલા બનાવવા અમે સજ્જ છીએ અને શેર માર્કેટને અનુરૂપ દેશનું પ્રથમ REiT મોડેલ આ પ્રોજેક્ટમાં ઉમેરી અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ.”
ધ વર્લ્ડ – એ કલ્ચરલ વન્ડરલેન્ડ અને સુરતનું એક હેપનિંગ ઈવેન્ટ્સ પ્લેસ
ધ વર્લ્ડ, શ્રેષ્ઠ કન્વેન્શન અને એક્ઝિબિશન સુવિધાઓ આપવાની સાથે કન્ઝ્યુમર શૉઝ, કોન્ફરન્સીઝ, એક્ઝીબીશન્સ, કોન્સર્ટ, ગાલા ડિનર ઈવેન્ટ્સ, વેડિંગ ઈવેન્ટ્સ સહિત બિઝનેસ અને સોશિયલ કાર્યક્રમો માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. તેનો ઉદ્દેશ્ય ટેકનોલોજી દ્વારા આધુનિક ઈવેન્ટ્સ માટે જરૂરી એવા સ્પેસીઝ ઉપલબ્ધ કરાવવાનો અને સુરતમાં ઈવેન્ટ્સ માટે ઈન્ટરનેશલ બેન્ચમાર્ક સ્થાપિત કરવાનો છે. કલચરલ વન્ડરલેન્ડ તરીકે ડિઝાઇન કરાયેલ, ધ વર્લ્ડમાં એક ભવ્ય એટ્રીયમ, પ્રીમિયર મલ્ટી-બ્રાન્ડ સ્ટોર્સ, અને વિવિધ પ્રકારના ઉત્તમ ભોજન અને કેઝ્યુઅલ રેસ્ટોરન્ટ્સના વિકલ્પો ઉપલબ્ધ છે. આકર્ષક નાઇટલાઇફ અને તમામ ઉંમરના લોકો માટે મનગમતી પ્રવૃત્તિઓની પુષ્કળ તક આપે છે. આ ઉપરાંત દુનિયાના પ્રાઇમ મેટ્રો સિટીમાં જોવા મળનારું વર્લ્ડ-ક્લાસ રૂફટોપ & ટૅરેસ ક્લબ હવે ધ વર્લ્ડ પર પણ જોવા મળશે, અને એ પણ વિશાળ 17,000 ફૂટ એરિયામાં, જ્યાંથી સુંદર સુરત સિટી વ્યુ તેમજ ક્રિકેટ સ્ટેડિયમ – સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વ્યુ પણ મળે છે. ધ વર્લ્ડનો ધ્યેય અપેક્ષાઓથી આગળ જઈને એક અવિશ્વસનીય લક્ઝુરિયસ એક્સપિરિયન્સ આપવાનો છે.
ધ વર્લ્ડમાં અપ્રતિમ સુવિધાઓ અને અનુભવો
ધ વર્લ્ડ મુલાકાતીઓની સુવિધા માટે સરળતાથી એક્સેસ કરી શકાય તેવા લોકેશન પર સ્થિત છે. સુરતના કોમર્શીયલ હબમાં આવેલું તેનું વ્યૂહાત્મક સ્થાન વિવિધ મુખ્ય સ્થળોથી સરળ ઍક્સેસ આપે છે. બુલેટ ટ્રેન સ્ટેશન, રેલ્વે સ્ટેશન, મેટ્રો સ્ટેશન, ડાયમંડ હબ, ટેક્સટાઈલ હબ, હેવી ઈન્ડસ્ટ્રીઝ, એરપોર્ટ અને સુરત સ્માર્ટ સિટી ઝોનની નિકટતા ધ વર્લ્ડ ના રહેવાસીઓ અને મહેમાનો બંને માટે સુવિધા અને ઇઝી કનેક્ટિવિટી સુનિશ્ચિત કરે છે.
ધ વર્લ્ડનો અનોખો કોન્સેપ્ટ : સર્વિસ્ડ એપાર્ટમેન્ટ્સ
ધ વર્લ્ડ હોસ્પિટાલિટી અને કન્વેન્શન સેન્ટર નવીન ડાઈનીંગ અને રિટેલ સ્પેસીસ ધરાવે જે વૈભવી બ્રાન્ડ્સ સાથે વર્લ્ડ ક્લાસ શોપિંગ એક્સપેરિયેન્સ પણ આપે છે. તે એક એપાર્ટમેન્ટ હોટલ, જેને સર્વિસ્ડ એપાર્ટમેન્ટ અથવા એક્સટેન્ડેડ સ્ટે હોટેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કન્સેપ્ટ પરંપરાગત હોટલની સુવિધાઓને એપાર્ટમેન્ટની સુવિધાઓ સાથે જોડે છે, જે આરામદાયક અને ફ્લેક્સિબલ રેસિડેન્શિયલ ઓપશન્સ પણ આપે છે.
ધ વર્લ્ડમાં રોકાણ કરો અને આજીવન આકર્ષક વળતર મેળવો
તમે ફૂલ ફર્નિચર સાથેના હોટેલ એપાર્ટમેન્ટ અને એક્ઝિક્યુટિવ સ્યુટ્સ ખરીદી શકો છો અને આજીવન રિટર્ન મેળવી શકો છો :
- રોકાણના અન્ય વિકલ્પો શોધવાનું બંધ કરો અને ધ વર્લ્ડમાં રોકાણ કરો. અફોર્ડેબલ કિંમતે આ વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય ગુણવત્તાયુક્ત હોસ્પિટાલિટી બિઝનેસમાં રોકાણ કરીને અને તેની માલિકી ધરાવીને તમે પણ આ અદ્દભુત પ્રોજેક્ટનો ભાગ બની શકો છો.
- 1BHK અને 2BHK એપાર્ટમેન્ટમાં રોકાણ કરી કોઈપણ રોકાણકાર ધ વર્લ્ડ ના ઇન્ટરનેશનલ કક્ષાના નેટ રૂમ રેવન્યુ બિઝનેસમાં અનુક્રમે 0.30% અને 0.46% ના ભાગીદાર બની શકે છે.
- શ્રેષ્ઠ બાબત એ છે કે આ એપાર્ટમેન્ટ લોકો આસાનીથી ખરીદી શકે તે માટે આ પ્રકારના પ્રોજેક્ટમાં પણ દેશ માં સૌપ્રથમ ગણી શકાય તેવી લોન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે મુજબ માત્ર 20% ડાઉન પેમેન્ટ ભરી બાકીના રકમની સરળ અને અત્યંત કિફાયતી વ્યાજ દરે લોન ઉપલબ્ધ છે.
- આ વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટમાં મિલકતના માલિક ની સાથે ભાગીદાર બનો અને આજીવન આકર્ષક વળતર મેળવો.
ધ વર્લ્ડનો લોગો : સહસ્મિત આવકાર
ધ વર્લ્ડના આંતરરાષ્ટ્રીય કક્ષાના બાંધકામ, એલિવેશન, સુવિધા સહીતની નાનામાં નાની કામગીરીમાં ખુબ જ ચીવટ રાખવામાં આવી છે. ધ વર્લ્ડ બિલ્ડીંગ એક માર્કિસ આકાર ના સુંદર હીરા જેવું લાગે છે જેની એક બાજુથી જોતા ચંદ્ર તિલક ના આકારની જેમ, તેમજ બીજી બાજુથી જોતા આખું સ્માઇલિંગ બિલ્ડીંગ તરીકે ઉભરી આવે છે. આ જ ખૂબી થી પ્રેરણા લઈને ધ વર્લ્ડનો લોગો ક્રિએટ કરવામાં આવ્યો છે, જે સૂચવે છે કે ધ વર્લ્ડમાં મહેમાનો ને હંમેશા સહસ્મિત આવકાર આપવામાં આવે છે, તેમજ તેઓના મુખ પરથી રોજ બરોજના વ્યસ્ત જીવનનો સ્ટ્રેસ દૂર થઈ માત્રને માત્ર સ્મિત જ રેલાતું રહે.
સસ્ટૈનેબીલીટી માટે ધ વર્લ્ડની પ્રતિબદ્ધતા
ધ વર્લ્ડને ગ્રીન બિલ્ડીંગ ઇમારત હોવાનો ગર્વ છે. આ પ્રોજેક્ટ સસ્ટૈનેબલ કન્સ્ટ્રક્શન સિસ્ટમ્સ પર ભાર મૂકે છે, જેનો ઉદ્દેશ્ય એનર્જી એફિસિએન્સી, જળ સંરક્ષણ, વેસ્ટ રિડક્શન અને રિન્યુએબલ સામગ્રીના ઉપયોગ દ્વારા ઇમારતની પ્રતિકૂળ પર્યાવરણીય અસરને ઘટાડવાનો છે. કાર્બન ફૂટપ્રિન્ટને નોંધપાત્ર રીતે ઘટાડીને, ધ વર્લ્ડ ક્લાઈમેટ ચેન્જને અનુકૂળ થવામાં ફાળો આપે છે અને પર્યાવરણને અનુકૂળ બાંધકામ પ્રથા માટે એક ઉદાહરણ સેટ કરે છે. હિંદવા ગ્રુપ દ્વારા ધ વર્લ્ડનું લોન્ચિંગ સુરતના આંતરરાષ્ટ્રીય ડેસ્ટિનેશન તરીકેના વિકાસમાં નોંધપાત્ર લેન્ડમાર્ક છે. કન્વેન્શન સ્પેસ, સાંસ્કૃતિક કેન્દ્ર, રિટેલ એક્સિપીરીઅન્સ, સર્વિસ એપાર્ટમેન્ટ્સ સહિતની સુવિધાઓની વિશાળ શ્રેણી સાથે, ધ વર્લ્ડનો હેતુ સુરતની સ્થિતિને વર્લ્ડ-ક્લાસના બિઝનેસ, કોમર્સ અને કલચરલ હબ તરીકે આગળ લઇ જવાનો છે. નવા ઊભરતા ભારતના વિઝન સાથે તાલમેલ ધરાવતા આ પ્રોજેક્ટને સરકાર, ઉદ્યોગ અને લોકો તરફથી ખુબ જ હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. ધ વર્લ્ડ માત્ર લક્ઝરી અને સુવિધાઓ જ નથી આપતું પણ સાથે સાથે લાંબા સમય સુધી રહેવા માટે સર્વિસ્ડ એપાર્ટમેન્ટ્સ ની સુવિધા આપીને સુરતના હોસ્પિટાલિટી લેન્ડસ્કેપમાં એક ગેપ પણ ભરે છે. ધ વર્લ્ડ સુરતમાં હોસ્પિટાલિટીને એક નવું આયામ આપીને આવનારા વર્ષો સુધી સુરતના વિકાસમાં યોગદાન આપવા તૈયાર છે.
ધ વર્લ્ડ – હોસ્પિટાલિટી અને કન્વેન્શન સેન્ટરની સુવિધાઓ
- હોટેલ અને સ્યુટ રૂમ્સ
- બહુવિધ રેસ્ટોરન્ટ્સ અને કેફે
- બેન્કવેટ, એક્ઝિબિશન એરિયા અને સેલિબ્રેશન સ્પેસ માટે નાના-મોટા કુલ 7 વિકલ્પો
- પ્રીમિયમ બ્રાન્ડ સ્ટોર્સ
- કમર્શિઅલ અને કો-વર્કિંગ સ્પેસ
- કિડ્સ પ્લે એરિયા, વીડિયો-ગેમ પાર્લર, રિક્રિએશનલ ઝોન
- સ્પા-સલૂન અને જિમ-યોગા સેન્ટર
- સ્વિમિંગ પૂલ, બેબી પૂલ સાથે સ્વિમિંગ ડેક
- બિઝનેસ કોન્ફરન્સ રૂમ્સ
- ગ્રાઉન્ડ ઓપન ગાર્ડન અને ટૅરેસ ગાર્ડન
- સ્કાયડેક શામિયાના
- પુસ્તકાલય
ધ વર્લ્ડ હોસ્પિટાલિટી અને કન્વેન્શન સેન્ટરની હાઇલાઇટ્સ
- તમારા હૃદયને સ્પર્શી જાય તેવી લયબધ્ધ લાઈટ્સ
- શ્રેષ્ઠ નાઈટલાઈફ એન્ટેન્ટમેન્ટ
- મનગમતી પ્રવૃત્તિઓની પરિપૂર્ણ દુનિયા
- તમામ ઉંમરના લોકો માટે આનંદ પ્રમોદની જગ્યાઓ
- ગ્લેમરસ છતાં પોસાય તેવા ભાવે મેટ્રો સિટી જેવો અનુભવ
- અપેક્ષાઓ કરતાં વધી જાય એવો અવિસ્મરણીય અનુભવ
- ગ્રાન્ડ એટ્રીયમ
- કલાત્મક રત્નો સાથે સાંસ્કૃતિક વન્ડરલેન્ડ
- પ્રિમિયર મલ્ટી-બ્રાન્ડ સ્ટોર્સ અને રેસ્ટોરન્ટ્સ – કાફે
- ફાઇન ડાઈનથી માંડીને કેઝ્યુઅલ ડાઈનીંગ સુધીની બહુવિધ F&B ઑફરિંગ
- સંપૂર્ણ સેન્ટ્રલ AC સિસ્ટમ ધરાવતી ઇમારત
- ફાયર પ્રૂફ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સલામતીના સાધનો પણ ઉપલબ્ધ
- અત્યાધુનિક ડ્રાયવોલ ટેક્નોલૉજીથી બનેલું લાઈટવેટ સ્ટ્રક્ચર
એક્ઝિક્યુટિવ્સ અને ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સની રેસિડેન્શિયલ જરૂરિયાતોની પૂર્તિ
વર્ષ 2000 પછી ભારતમાં સર્વિસ્ડ એપાર્ટમેન્ટના કોન્સેપટએ લોકપ્રિયતા મેળવી. આજે, સુરત વૈશ્વિક અર્થતંત્ર સાથે તાલમેલ ધરાવે છે, જે વિશ્વભરના એક્ઝિક્યુટિવ્સને આકર્ષે છે. સ્મોલ, મીડીયમ અને હેવી ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા એક્ઝિક્યુટિવ્સ અને ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સ માટે હોટલોમાં લાંબા સમય સુધી રોકાવું મોંઘું હોઈ છે. ધ વર્લ્ડ આ સમસ્યાનું સમાધાન આપે છે – એક એપાર્ટમેન્ટ હોટલ તરીકે ટૂંકા અને લાંબા ગાળાના સ્ટે માટે ઈન્ટરનેશલ સ્ટાન્ડર્ડના ઓપશન્સ પુરા પાડે છે. 5-સ્ટાર હોટેલ જેવી સર્વિસીઝ અને એપાર્ટમેન્ટના આરામ સાથે, ધ વર્લ્ડ તેના મહેમાનો માટે સુખદ અને અનુકૂળ રહેણાંકનો તેમજ રોકાણકાર માટે સુરક્ષિત અને સારું વળતર આપતા રોકાણનો વિકલ્પ આપે છે.
હિંદવા ગ્રુપ સુરતમાં પહેલેથી જ સોશિયલ મીડિયા તેમેજ ડિજિટલ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. G20ની થીમ પાર આધારીત આ આખી સોફ્ટ લોંચ ઇવેન્ટને આશરે 23,000 કરતા વધારે લોકોને ડિજિટલ માધ્યમથી નિહાળવાનો લાવો મળ્યો છે. આ અવસરે સુરત માટે ગર્વ સમાન ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશનની પણ ઝલક જોવા મળી હતી.
ડાયમંડ સિટીના ઈશ્યુ 390માં પ્રિન્ટેડ આર્ટીકલ અહીં વાંચી શકો છો.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM