DIAMOND CITY NEWS, SURAT
છેલ્લાં કેટલાંક સમયથી કુદરતી હીરાની આડમાં લેબગ્રોન ડાયમંડ ઘૂસાડી વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. બંને ઇન્ડસ્ટ્રી સમાંતર કક્ષાએ વિકસી રહી છે ત્યારે કેટલાંક ચીટરોના લીધે હીરા ઉદ્યોગમાં વિશ્વાસનીયતાની ચિંતા ઊભી થઈ છે.
ગ્રાહકો હવે કુદરતી હીરાના ઝવેરાતને શંકાની નજરે જોતાં થયા છે, ત્યારે જેમોલોજિકલ સાયન્સ ઈન્ટરનેશનલે કુદરતી હીરામાં જાહેર ન કરાયેલા રંગીન લેબગ્રોન ડાયમંડની ઘુસણખોરી બાબતે ચિંતા વ્યક્ત કરી છે. જીએસઆઈએ કહ્યું કે, જાહેર કર્યા વિના લેબોરેટરીમાં ઉત્પાદિત બ્રાઉન, યલો અને પિન્ક હીરાને કુદરતી હીરા સાથે મિક્સ કરવામાં આવી રહ્યાં છે જે રેડ સિગ્નલ સમાન છે.
જીએસઆઈના પ્રેસિડેન્ટ અને કો ફાઉન્ડર ડેબી અઝારે કહ્યું કે, છેલ્લાં કેટલાંક મહિનાઓમાં અમારી ટીમે લેબગ્રોન કલર્ડ ડાયમંડમાં વધારો જોયો છે. મુખ્યત્વે બ્લ્યુ, યલો અને પિંક કલરના ડાયમંડને કુદરતી હીરા સાથે મિક્સ કરવામાં આવી રહ્યાં છે. જ્વેલરી સ્તરે આ ભેળસેળ વધી છે. ઇન્ડસ્ટ્રી માટે આ મોટો પડકાર ઊભો થયો છે. કારણ કે બજારમાં મોટા ભાગના જ્વેલરી સ્ક્રીનીંગ મશીનો સફેદ રંગહીન હીરાને સ્કેન કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે.
જીએસઆઈ પ્રમુખે વધુમાં કહ્યું હતું કે, તેની માલિકીની પ્રક્રિયા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)થી સજ્જ મશીનો તેને જાહેર ન કરાયેલા લેબગ્રોન કલર ડાયમંડને શોધવા માટે સક્ષમ બનાવે છે.
જીએસઆઈ દ્વારા શોધાયેલા ઘણા અનડિસ્ક્લોઝડ લેબગ્રોન કલર ડાયમંડ એક જ નાઇટ્રોજન સાથેના IIA પ્રકારના હતા. બધા ઝવેરાતમાં તે માઉન્ટ થયા હતા. તે સાઈઝમાં અલગ હતા. મેલેથી માંડીને 1 કેરેટ જેટલાં મોટા હતા.
કેટલાંક કિસ્સાઓમાં અનડિસ્ક્લોઝડ લેબગ્રોન કલર ડાયમંડને કુદરતી હીરાની નકલ કરવા હેતુપૂર્વક કટ કરાયા હતા. ગંભીર ફ્રેક્ચર, પિનપોઈન્ટ વાદળો અને પોલિશ્ડ ઓવર નેચરલ્સ જોવા મળ્યા હતા. જેમાં અલગ અલગ બ્રાઉન ગ્રેઈન લાઈન્સનો સમાવેશ થાય છે. આ લક્ષણો કુદરતી હીરામાં જોવા મળે છે, જે સંભવિત રીતે પ્રમાણભૂત જેમોલોજીસ્ટ અવલોકનો પસાર કરે છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM