હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સે મુંબઈમાં રક્તદાન અને આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું

મુંબઈમાં ધ કૅપિટલ ખાતે કંપનીના હેડક્વાર્ટરની 11મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે રક્તદાન અને આઈ ચેકએપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Hari krishna Exports organized Blood Donation and Eye Check-up Camp in Mumbai
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

હીરાઉદ્યોગની જાણીતી કંપની હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા.લિ. દ્વારા ગઈ તા. 13મી ફેબ્રુઆરીના રોજ મુંબઈના બીકેસીમાં ધ કૅપિટલ ખાતે કંપનીના હેડક્વાર્ટરની 11મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે રક્તદાન અને આઈ ચેકએપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રક્તદાન શિબિરમાં 400 યુનિટ રક્ત ભેગુ કરી શકાયું હતું, જ્યારે આઈ ચેક એપ કેમ્પમાં 315 લોકોની આંખોનું ચેક એપ કરવામાં આવ્યું હતું.

કંપનીએ જણાવ્યું હતું કે, આ બે શિબિરો જીવન બચાવ મિશન પ્રત્યેના તેમના સમર્પણને પ્રતિબિંબિત કરે છે. શરૂઆતથી અત્યાર સુધીમાં કંપનીએ કુલ 18,067 યુનિટ રક્ત એકત્ર કરવામાં ફાળો આપ્યો છે.

આ શિબિરમાં મુંબઈના ટ્રાફિક પોલીસના ડીસીપી રાજુ ભુજબલ, જીજેઈપીસીના ચૅરમૅન વિપુલ શાહ, વાઈસ ચૅરમૅન કિરીટ ભણસાલી, જીઆઈએ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રીરામ નટરાજન, કિરણ જેમ્સના ગ્લોબલ ડિરેક્ટર દિનેશ લાખાણીએ હાજરી આપી હતી.

હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર ઘનશ્યામ ધોળકિયાએ રક્તની અછતને દૂર કરવા અને સમગ્ર આરોગ્ય જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે વ્યાપક સહભાગિતાને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે 2030 સુધીમાં 10 મિલિયન વૃક્ષો વાવવા અને મેન્યુફેક્ચરિંગમાં 100% રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવાના HKના વિઝનને પણ શેર કર્યું હતું.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS