સુરતના હીરા ઉદ્યોગમાં મોખરાનું સ્થાન ધરાવતી હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા. લિ. કંપનીનું ESG દ્વારા ડુન અને બ્રેડસ્ટ્રીટ ESG લીડરશીપ એવોર્ડ 2023થી સન્માન કરવામાં આવ્યું છે. સામાજિક અને પર્યાવરણના ક્ષેત્રમાં કંપનીના અસાધારણ યોગદાન બદલ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાયમેટ ઈમ્પેક્ટ કેટેગરીમાં આ એવોર્ડ કંપનીને આપવામાં આવ્યો છે.
ડુન એન્ડ બ્રેડસ્ટ્રીટ એ વૈશ્વિક સ્તરની અગ્રણી ઈન્ફોર્મેનશન પ્રોવાઈડર કંપની છે. આ કંપની ESGની એવોર્ડ સમારંભનું આયોજન કરે છે અને એવી કંપનીઓનું સન્માન કરે છે જે ઈસીજીના નિયમો હેઠળ સારું પરર્ફોમન્સ કરે છે. બિઝનેસ લીડર્સ, મુખ્ય નિર્ણય લેનારાનું એવોર્ડથી સન્માન કરાયછે તેમજ સરકારી નીતિઓ, પડકારો, તકો અને ઉદ્યોગના ભવિષ્ય પર ચર્ચા કરવા માટે બધાને એકજૂટ કરવામાં આવે છે.
ડૂન એન્ડ બ્રેડસ્ટ્રીટ ESG એવોર્ડ 2023ની પેનલમાં શૈલેશ હરિભક્તિ એન્ડ એસોસિયેટ્સના ચૅરમૅન શૈલેશ હરિભક્તિ, યુનાઈટેડ વે ઓફ ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર જયંતિ શુક્લા અને ડુન એન્ડ બ્રેડસ્ટ્રીટના એનાલિટિક્સ એડવાઈઝરીના ડિરેક્ટર હિતેશ સેઠી સામેલ હતા.
પર્યાવરણીય સ્થિરતા અને જળવાયુના પ્રભાવ પ્રત્યેની પ્રતિબદ્ધતા એ હરિકૃષ્ણ એક્સપોર્ટ કંપનીની વિશ્વ સ્તરે પ્રતિષ્ઠા વધારી છે. કંપની કાર્બન ઉત્સર્જનને ઓછું કરવા, કુદરતી સંસાધનોનું રક્ષણ કરવા અને સમગ્ર કામગીરી દરમિયાન ટકાઉ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે સતત નવી વ્યૂહરચના બનાવવા સાથે યોગ્ય ટેક્નોલોજીનો અમલ કર્યો છે.
હરિ કૃષ્ણા એક્સપોર્ટ્સના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર ઘનશ્યામ ધોળકિયાએ કહ્યું હતું કે, આ એવોર્ડે અમારા વ્યવસાયમાં અમારી પર્યાવરણ પ્રત્યેની ફરજોને અપાતી પ્રાથમિક્તાના પ્રયાસોનું સન્માન કર્યું છે. અમે ESG પ્રદર્શનમાં ઉચ્ચ ધોરણોને જાળવી રાખવા અને પર્યાવરણ તથા સમાજ પ્રત્યેની અમારી ફરજોને સતત નિભાવતા રહી પોઝિટિવ અસર ઊભી કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM