DIAMOND CITY NEWS, SURAT
બોત્સવાનામાં ડાયમંડ પોલિશિંગ સાથે સંકળાયેલા ઉત્પાદકો માટે એચબી એન્ટવર્પે ગ્રાઉન્ડ બ્રેકિંગ સોફ્ટવેર લૉન્ચ કર્યું છે. કંપનીનો દાવો છે કે આ નવું નેવિગેટર પોલિશ ઉત્પાદકોને સચોટ થ્રીડી કેપેસિટી સાથે અદ્વિતીય નિયંત્રણની સુવિધા ઉપલબ્ધ કરાવશે.
એચબીના R&D ડિરેક્ટર ટોમ મંટર્સે કહ્યું કે આ નેવિગેટર માત્ર એક ટેક્નોલૉજીકલ પ્રગતિ નથી પરંતુ તે ખાણઉદ્યોગ માટે એક ગેમ ચેન્જર સાબિત થશે. અમારું માનવું છે કે આ ટેક્નોલૉજી ડાયમંડને પોલિશ કેવી રીતે કરી શકાય તેની વ્યાખ્યાને નવેસરથી દર્શાવશે. તે સચોટ અને એકરૂપતાના નવા માપદંડો સેટ કરશે.
એચબી એન્ટવર્પ એક ટેક્નોલૉજીકલ સ્ટાર્ટઅપ છે. જે બોત્સવાનામાં પોતાની કારોવે ખાણથી વિશેષ વસ્તુઓ વેચવા માટે લુકારાની સાથે 10 વર્ષનો કરાર ધરાવે છે. જોકે એચબી કંપનીમાં ચાલી રહેલાં ઉચ્ચસ્તરીય મતભેદો પછી લુકારાએ ગયા મહિને સોદો રદ કર્યો હતો.
એચબી કંપનીનું નવું સોફ્ટેવર બોત્સવાનામાં તેના પોલિશર્સના ઉપયોગ માટે જ છે અને તેને વેચવામાં આવશે નહીં.
એચબી એન્ટવર્પે એક અખબારીમાં જણાવ્યું હતું કે આ નેવિગેટર સરળતાથી પોલિશર્સને ડિજીટલ થ્રીડી સિસ્ટમના આધારે ચોક્કસ સેટિંગ્સ ઈન્સ્ટોલ કરવા માટે સક્ષમ બનાવે છે. આ નવો અભિગમ એ નક્કી કરે છે કે પોલિશિંગ ટેંગ સેટિંગ્સ જોઈએ તેવી ડિઝાઈન બનાવી શકે છે, જેના પરિણામે ફ્લોલેસ જેમસ્ટોન મેળવી શકાય છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM