Heritage Auctions appoints new jewellery executive
ફોટો : જીના ડી'ઓનફ્રિયો. (હેરીટેજ ઓકશન)
- Advertisement -NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

ફાઇન જ્વેલર્સના કોડિરેક્ટરની ભૂમિકા નિભાવવા બે વર્ષની ગેરહાજરી પછી Gina D’Onofrio હેરિટેજ ઓક્શનમાં પરત ફરી છે. જીના ડી’ઓનફ્રિયોએ કહ્યું કે, હરાજીનું આકર્ષણ અનિવાર્ય સાબિત થયું અને મને સીધી હેરીટેજ તરફ દોરી ગયું છે.

ડી’ઓનફ્રિયો, જેમણે ઉદ્યોગના રિટેલ, હરાજી અને મેન્યુફેચરીંગ સેક્ટરમાં 30 વર્ષથી વધુ સમય સુધી કામ કર્યું છે, તે સૌપ્રથમ વાર 2016માં હેરિટેજમાં ફાઇન જ્વેલરીના ડિરેક્ટર તરીકે જોડાયા હતા. હેરીટેજ ઓક્શન હાઉસે કહ્યું હતું કે, તેણીએ જે પોતાનો બિઝનેસ વર્ષ 2000માં શરૂ કર્યો હતો તેને ફરી શરૂ કરવા માટે વર્ષ 2022માં હેરીટેજ ઓક્શન હાઉસની પોસ્ટ છોડી દીધી હતી.

ઓક્શન હાઉસે કહ્યું કે, એક સર્ટિફાઇડ માસ્ટર મૂલ્યાંકનકાર, ડી’ઓનફ્રિયોને તેની જ્વેલરી મૂલ્યાંકન સેવાઓ માટે લોસ એન્જલસ મેગેઝિનનો બેસ્ટ ઓફ LA એવોર્ડ મળ્યો છે. તે કંપનીની કેલિફોર્નિયા ઓફિસમાં કામ કરશે.

હેરિટેજના મેનેજિંગ ડિરેક્ટર Ed Beardsleyએ જણાવ્યું હતું કે, જીના ડી’ઓનફ્રિયોનું જ્વેલરી જ્ઞાન અને કૌશલ્ય બાયર અને સેલરને મદક કરવાં કોઇથી પાછળ નથી.

હેરિટેજના ફાઇન-જ્વેલરી વિભાગમાં ફાઇન જ્વેલરીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર Jill Burgum,  અને કન્સાઈનમેન્ટ ડિરેક્ટર Ana Wroblaski નો પણ સમાવેશ થાય છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -Siddharth Hair Transplant