જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે ઐતિહાસિક સફળતા, સુરત SEZ તાત્કાલિક અસરથી જોબવર્ક માટે DTA મોકલવા મંજૂરી આપી

આ નિર્ણય GJEPCની આગેવાની હેઠળના સતત પ્રયાસો અને હિમાયતના પરિણામે આવ્યો છે જે જેમ એન્ડ જેવેલરી ઉદ્યોગ માટે ઐતિહાસિક જીત દર્શાવે છે.

Historic Success for Gem and Jewellery Industry as Surat SEZ Allows Movement to DTA for Job Work with Immediate effect
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ માટે નોંધપાત્ર વિકાસમાં, સુરત સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) એ સત્તાવાર રીતે જોબ વર્ક હેતુઓ માટે ડોમેસ્ટિક ટૅરિફ એરિયા (DTA)માં માલસામાનની હેરફેરની પરવાનગી આપી દીધી છે. આ નિર્ણય જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ની આગેવાની હેઠળના સતત પ્રયાસો અને હિમાયતના પરિણામે આવ્યો છે જે જેમ & જેવેલરી ઉદ્યોગ માટે ઐતિહાસિક જીત દર્શાવે છે.

GJEPCના પ્રાદેશિક અધ્યક્ષ, શ્રી વિજય માંગુકિયાએ આ સફળતા પર પોતાનો આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “જેમ અને જ્વેલરી ક્ષેત્ર માટે આ એક મહત્વપૂર્ણ અવસર છે લાંબા સમયથી હું આ મારી માંગણીઑ અને મારા લક્ષ્ય માનું એક મહત્વ નું પગલું હતું જે આજે સાર્થક થયું છે.”

GJEPC વતી શ્રી વિજય માંગુકિયા દ્વારા સુરત SEZના ડેવલપમેન્ટ કમિશનર શ્રી અભિમનીયુ શર્માને રજૂ કરવામાં આવેલી અપીલને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ડેવલપમેન્ટ કમિશનરે, આ બાબતની ગંભીરતા અને ઉદ્યોગની જરૂરિયાતોને સમજીને, જોબ વર્ક માટે ની મૂવમેન્ટને તાત્કાલિક અસરથી મંજૂરી આપવા માટે સંમતિ આપીને તરત જ જવાબ આપ્યો હતો.

આ સફળતા સુરતમાં જેમ અને જ્વેલરી ક્ષેત્રમાં નવી તકો ઊભી કરવા અને વૃદ્ધિને પ્રોત્સાહન આપશે. હવે સુરત SEZ પણ અન્ય SEZની નીતિઓને સંલગ્ન થઈ સુરત SEZના વેપરને વધુ મજબૂત કરશે. સુરત SEZની જેમ અને જ્વેલરીના ઉત્પાદન અને નિકાસ માટેના પ્રિમિયર ડેસ્ટિનેશન તરીકેની સ્થિતિ મજબૂત થશે.

આ નિર્ણય સુરતમાં જેમ અને જ્વેલરી ઉદ્યોગની સ્પર્ધાત્મકતા અને ઉત્પાદકતામાં વધારો કરશે; તે વ્યવસાયોને ઝડપથી ઓર્ડર પૂરા કરવા, પીક સિઝનનો લાભ લઈ શકવા અને અર્થતંત્ર અને એક્સપોર્ટ બંનેમાં સકારાત્મક યોગદાન આપવામાં એક મહત્ત્વનું પરિબળ સાબિત થશે.

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, ડેવલપમેન્ટ કમિશનર, શ્રી અભિમાનીયુ શર્માનો તેમના ત્વરિત પગલાં અને ઉદ્યોગની જરૂરિયાતોને સમજવા બદલ તેમનો હૃદયપૂર્વક આભાર માને છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS