DIAMOND CITY NEWS, SURAT
હોંગકોંગમાં જાન્યુઆરી મહિનામાં રિટેલ જ્વેલરીના વેચાણમાં વધારો થયો હતો. નવા વર્ષના આગમનને પગલે હોંગકોંગમાં ટૂરિસ્ટની સંખ્યા વધતાં વેચાણમાં ફાયદો થયો હોવાનું નિષ્ણાતો માને છે.
વસ્તી ગણતરી અને ડેટા ડિપાર્ટમેન્ટના અહેવાલ અનુસાર જ્વેલરી, વોચીસ, અને કિંમતી ગિફ્ટની કેટેગરીમાં વેચાણ વધ્યું છે. પાછલા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ વેચાણ 25 ટકા વધી 707.9 મિલિયન ડોલર પર પહોંચ્યું છે. તમામ રિટેલ કેટેગરીમાં વેચાણ 0.9 ટકા વધીને 4.66 બિલિયન ડોલર થયું છે.
આ વૃદ્ધિ મુખ્યત્વે એક વર્ષ પહેલાં બોર્ડર ફરી ખોલવામાં આવી ત્યારથી જોવા મળે છે. બોર્ડર ખુલ્યા બાદ ચીન તરફથી ટૂરિસ્ટ હોંગકોંગ આવ્યા છે. હોંગકોગની આવકનો મોટો હિસ્સો પ્રવાસીઓ દ્વારા ખરીદાતી લક્ઝરી આઈટમના લીધે છે. મોટા ભાગે મેઈન લેન્ડ ચીનથી ટૂરિસ્ટ હોંગકોંગમાં લક્ઝરીયસ આઈટમ ખરીદવા આવે છે.
જાન્યુઆરી 2023 એ પહેલો મહિનો હતો જ્યારે હોંગકોંગની સરકારે ટૂરિઝમ પરના નિયંત્રણો હટાવ્યા હતા. તે મહિનામાં હોંગકોંગમાં માત્ર 4,98,689 પ્રવાસીઓ આવ્યા હતા, જેમાં 2,80,525 મેઈન લેન્ડ ચીનથી આવ્યા હતા. આ વર્ષે તેની તુલનામાં 3.8 મિલિયન પ્રવાસીઓ હોંગકોંગમાં આવ્યા હતા. તેમાંથી 3 મિલિયન ચીનના હતા.
મુન ન્યુ ઈયરનો સમય પણ બજાર માટે અનુકૂળ સાબિત થયો હતો. આ વર્ષે 22 જાન્યુઆરી 2023ની સરખામણીમાં 10 ફેબ્રુઆરીએ મુન ન્યુ ઈયર હતું, જેની રજા ફાયદાકારક રહી હતી. પરિણામે એક વર્ષ અગાઉ ડિસેમ્બરની સરખામણીએ વર્ષની શરૂઆતમાં તહેવારોની ખરીદીનું પ્રમાણ વધુ રહ્યું હતું.
સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “આગળ જોતાં હેન્ડલિંગ ક્ષમતા અને મેગા ઈવેન્ટ્સના આયોજનની વધુ પુનઃપ્રાપ્તિની સાથે મુલાકાતીઓના આગમનમાં સતત વધારો રિટેલ બિઝનેસ માટે સારો સંકેત આપશે. વધતી ઘરગથ્થુ આવક અને વપરાશના સેન્ટિમેન્ટને વધારવામાં સરકારની પહેલને પણ ટેકો મળવો જોઈએ.”
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel