સુરત અને મુંબઈના હીરાના વેપારીઓના કરોડોના હીરા લઈ હોંગકોંગની પેઢીએ ઉઠમણું કર્યું

માલના પેમેન્ટની રાહ જોતાં વેપારીઓને મોટું નુકસાન થયું, પેઢીના ઉઠમણાના સમાચાર બહાર આવતા જ સુરત અને મુંબઈના હીરા ઉદ્યોગમાં હલચલ મચી ગઈ

Hong Kong diamond firm Bankruptcy worth crores shocked Surat and Mumbai diamond traders
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

છેલ્લાં એક વર્ષ કરતા વધુ સમયથી મંદીનો સામનો કરી રહેલાં હીરા ઉદ્યોગ પર પડતાં પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દિવાળી પહેલાં ક્રેડિટ પર કરોડો રૂપિયાનો માલ ખરીદનાર હોંગકોંગની એક ડાયમંડની કંપનીએ ઉઠમણું કરતા સુરત અને મુંબઈના 150થી વધુ હીરાના વેપારીઓને રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે.

કરોડો રૂપિયાના માલના પેમેન્ટની રાહ જોતાં વેપારીઓને મોટું નુકસાન થયું છે. પેઢીના ઉઠમણાના સમાચાર બહાર આવતા જ સુરત અને મુંબઈના હીરા ઉદ્યોગમાં હલચલ મચી ગઈ છે.

બેંગકોક-હોંગકોંગની હીરા પેઢીનું 7.8 મિલિયન અમેરિકન ડોલરમાં ઉઠમણું કર્યું હોવાના મેસેજ વાઇરલ થયા પછી સુરત, મુંબઈના 150 જેટલા લેણદારો દોડતા થઈ ગયા છે.

બેંગકોક અને હોંગકોંગમાં ઓફિસ ધરાવતા ઇટાલિયા અટક ધારી પેઢીના માલિકને દિવાળી અગાઉ ક્રેડિટ પર તૈયાર હીરા આપનાર સુરત-મુંબઈના 150 હીરા વેપારીનો માલ ફસાયો છે.

કારણ કે, પેઢીએ આ માલ વેચીને રોકડી કરી લીધી છે. બેંગકોક-હોંગકોંગની હીરા પેઢીનું 7.8 મિલિયન અમેરિકન ડોલરમાં ઉઠમણું કર્યું હોવાનું હીરા ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું.

ઇટાલિયાની પેઢીને સુરત અને મુંબઈમાંથી તૈયાર હીરાની ખરીદી કરી હોંગકોંગમાં ટ્રેડિંગ કરતી આવી છે. ભારત, હોંગકોંગ, બેંગકોકનાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનમાં ભાગ લેતી આવી છે.

પેઢીની શાખ સારી હોવાથી સુરત, મુંબઈની નાની મોટી કંપનીઓએ ક્રેડિટ પર માલ આપ્યો હતો. પેઢીએ સમયસર પેમેન્ટ નહી કરતા કેટલાક મોટા લેણદારો થાઇલેન્ડ પહોંચ્યા હતા.

લેણદારોએ કડક ઉઘરાણી શરૂ કરતા આ કંપનીએ 1.7 મિલિયન ડોલરનો માલ સ્ટોકમાં હોવાનું જણાવી, પંચ બેસાડવામાં આવ્યું હતું.

આ કંપનીએ નાદારી સાબિત કરવા 1.7 મિલિયન અમેરિકન ડોલરનો માલ લેણદારોને આપી દીધો હતો. પણ કંપની પાસે લેણદારોને ચૂકવવા પાત્ર 6 મિલિયન અમેરિકન ડોલર ચૂકવવાના બાકી છે.

આ કંપનીના માલિકો મૂળ ભાવનગરના વતની છે. બેંગકોક, હોંગકોંગમાં આ કંપનીએ ઓફિસ બંધ કરી દીધી છે. લેણદારો પહોંચ્યો ત્યારે થાઇલેન્ડની આ કંપનીનો સ્ટોર ખાલી હતો. આ મામલે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આ ઘટનાની સંપૂર્ણ તપાસની માંગણી કરવામાં આવી છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS