DIAMOND CITY NEWS, SURAT
ટૂરીઝમમાં રિકવરી અને કન્ઝયુમર સેન્ટીમેન્ટમાં સુધારો થવાને કારણે હોંગકોંગના જ્વેલર Luk Fookને ચાલુ વર્ષના 6 મહિનામાં આવક અને નફામા વધારો થયો છે. કંપનીએ તાજેતરમાં રજૂ કરેલા પોતાના અહેવાલમાં આ વાત જણાવી છે.
30 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા છ મહિનામાં વાર્ષિક ધોરણે વેચાણ 30 ટકા કરતા વધારે વધ્યું અને કંપનીનો નફો 40 ટકા કરતા વધારે વધ્યો છે.
કંપનીએ કહ્યું હતું કે, આ વધારો એટલા માટે થયો કારણ કે હોંગકોંગના રિટેલ માર્કેટના સેન્ટિમેન્ટમા સતત સુધારો થયો અને મકાઉ અને મેઇલેન્ડ સાથેની ચીનની સરહદો ફરી ખુલી.
કંપનીના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સોનાની નવી લોકપ્રિયતા તેમજ વધુ કિંમતવાળી વસ્તુઓના વેચાણથી પણ કંપનીને ફાયદો થયો છે.
Luk Fookની અંદાજીત વૃદ્ધિએ હોંગકોંગ સ્થિત અન્ય જ્વેલર્સને પાછળ છોડી દીધા છે. પ્રથમ નાણાકીય અર્ધવાર્ષિક ગાળામાં ચાઉ તાઈ ફુકનું રિટેલ સેલ વાર્ષિક ધોરણે 6 ટકાવધ્યું, જ્યારે નફો 36 ટકા વધ્યો.
તાજેતરમાં ત્સે સુઇ લુએને એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની સરખામણીએ છ મહિના માટે વેચાણમાં 8 ટકાનો વધારો નોંધાવ્યો હતો. જોકે, કંપનીએ 2022ના પ્રથમ નાણાકીય અર્ધવાર્ષિક ગાળામાં 58.3 મિલિયન હોંગકોંગ ડોલર (7.5 મિલિયન ડોલર)ની ચોખ્ખી ખોટ નોંધાવી હતી.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM