DIAMOND CITY NEWS, SURAT
હોંગકોંગ સ્થિત જ્વેલરી કંપની ત્સે સુઈ લુએન દ્વારા નાણાકીય વર્ષમાં લગભગ ૯ મિલિયન ડોલરની ચોખ્ખી ખોટની ધારણા વ્યક્ત કરી છે. આ નુકસાન માટે કંપનીએ ચીનમાં કોવિડના લીધે વેપારમાં ભારે ઘટાડો નોંધાયો હોવાનું કારણ રજૂ કર્યું છે.
કંપની દ્વારા તા. ૩૧મી માર્ચે પૂરા થયેલા ૧૨ મહીના માટે અંદાજે ૭૦ મિલિયન હોંગકોંગ ડોલર (૮.૯ યુએસ ડોલર)ની નુકસાનીના અંદાજ સાથે રેડઝોનમાં મુક્યા છે. ટીએસએલ દ્વારા શેરધારકોને આ અંગે જાણ કરવા સાથે એલર્ટ કરાયા હતા.
જણાવી દઈએ કે એક વર્ષ પહેલાં ચિત્ર સાવ ઉલટં હતું. ત્યારે કંપનીએ ૧૫ મિલિયન એચકેડી ડોલર અંદાજે ૧.૯ યુએસ મિલિયન ડોલરનો નફો કર્યો હતો. એક જ વર્ષમાં કંપનીનો વેપાર ઘટી ગયો છે.
કોરોના મહામારીના લીધે કંપનીએ ખૂબ જ સહન કરવું પડ્યું છે. ચીનમાં કોવિડના કેસ વધવાના લીધે રિટેલ માર્કેટમાં ત્રીજા ક્વાર્ટર દરમિયાન ઘરાકી ઘટી ગઈ હતી. ત્રીજા કવાર્ટરમાં કોવિડના લીધે ચીનમાં કડક પ્રતિબંધો અમલમાં મુકાયા હતા, જેના લીધે દુકનો બંધ રહી હતી. તેની અસર ટીએસએલની આવકમાં પડી હતી. કંપનીનો મુખ્ય વેપાર ચીનની માર્કેટમાંથી આવતો હોય કંપનીએ સહન કરવું પડ્યું છે.
ચોથા ક્વાર્ટર દરમિયાન હોંગકોંગ અને મકાઉમાં નિયમોમાં હળવા થવાથી ધીમે ધીમે પુનઃપ્રાપ્તિની મંજૂરી મળી છે, તેથી થોડી રાહત થઈ છે. જો કે, તે ચીનમાં “તીવ્ર ઘટાડા” ને સરભર કરવા માટે પૂરતું ન હતું. TSL એ અનિશ્ચિત વૈશ્વિક અર્થવ્યવસ્થા વિશે પણ ચિંતા વ્યક્ત કરી હતી, જે તેણે કહ્યું હતું કે ગ્રાહકો ખરીદી અંગે વધુ સાવધ બની શકે છે. જ્વેલર જૂનમાં આ સમયગાળા માટે તેના સંપૂર્ણ પરિણામો જારી કરશે, એમ તેણે ઉમેર્યું હતું.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM