DIAMOND CITY NEWS, SURAT
હોંગકોંગ, એક વાઇબ્રન્ટ મેટ્રોપોલિસ, જે તેની વિશાળ ગગનચુંબી ઇમારતો, પ્રવૃતિઓથી ભરપૂર સ્ટ્રીટ માર્કેટ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે જાણીતું છે, તે લાંબા સમયથી લક્ઝરી શોપિંગ માટેનું કેન્દ્ર છે. તાજેતરના ટ્રેન્ડ હોંગકોંગના લક્ઝરી રિટેલ સેક્ટરમાં તેજી સૂચવે છે, જેનું કારણ પર્યટનમાં જોવા મળેલો ઉછાળો અને બદલતાં આર્થિક પ્રવાહો છે.
હોંગકોંગના છૂટક વેચાણમાં વેગ ચાલુ રહ્યો કારણ કે પ્રવાસીઓ પાછા ફરવા લાગ્યા અને જોબ માર્કેટમાં સુધારો થયો.
હોંગકોંગમાં જ્વેલરી, ઘડિયાળો અને મૂલ્યવાન ગિફ્ટનું છૂટક વેચાણ મહિના માટે 20 ટકાવધીને HKD 4.95 બિલિયન હોંગકોંગ ડોલર (632.9 મિલિયન US ડોલર) થયું છે, જે ગયા અઠવાડિયે હોંગકોંગ સરકારના Census and Statistics Departmentના આંકડા અનુસાર. તમામ પ્રોડક્ટ કેટેગરીમાં છૂટક વેચાણ 17 ટકા વધીને 33 બિલિયન હોંગકોંગ ડોલર (4.22 બિલિયન US ડોલર) થયું છે. આ વધારો એક વર્ષ અગાઉના સમાન સમયગાળા સાથેની સાનુકૂળ સરખામણીને પણ પ્રતિબિંબિત કરે છે, જ્યારે હોંગકોંગ સખત COVID-19 પ્રતિબંધોનો સામનો કરી રહ્યું હતું. તે સમયે હોંગકોંગમાં ટૂરિઝમ અસાધારણ રીતે ઓછું હતું. હોંગકોંગની મોટાભાગની લક્ઝરી રેવન્યુ વિઝિટર્સ પાસેથી આવે છે. મુખ્યત્વે ચીનથી. જેઓ સામાન ખરીદવા માટે ત્યાં પ્રવાસ કરે છે. વર્ષની શરૂઆતમાં હોંગકોંગની મેઇનલેન્ડ સાથેની સરહદ ફરીથી ખોલવામાં આવી હતી.
પ્રથમ સાત મહિના માટે, જ્વેલરી ઘડિયાળો, મૂલ્યવાન ભેટોમાંથી આવક 64 ટકા વધીને 35.36 બિલિયન હોંગકોંગ ડોલર (4.52 બિલિયન US ડોલર) થઈ ગઈ છે. આ સમયગાળા માટે કુલ છૂટક વેચાણ 20 ટકા વધીને 238.05 બિલિયન હોંગકોંગ ડોલર (30.43 બિલિયન US ડોલર) થયું.
જુલાઈમાં, હોંગકોંગમાં 3.6 મિલિયન પ્રવાસીઓ આવ્યા હતા, જે ગયા વર્ષના સમાન મહિનામાં 48,048 હતા. જૂનમાં મુસાફરી કરનારાઓમાંથી, 3 મિલિયન મેઇનલેન્ડના હતા, જે 2022 માં 40,083 હતા.
એક સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે, મુલાકાતીઓના આગમન અને સકારાત્મક વપરાશના સેન્ટિમેન્ટમાં વધારા સાથે એક વર્ષ અગાઉની સરખામણીએ જુલાઈમાં કુલ છૂટક વેચાણનું મૂલ્ય નોંધપાત્ર રીતે વધવાનું ચાલુ રહ્યું છે. “ઇનબાઉન્ડ ટુરિઝમમાં પુનરુત્થાનથી રિટેલ સેક્ટરને આગામી મહિનાઓમાં ફાયદો થતો રહેવો જોઈએ. લેબર માર્કેટની સ્થિતિ અને વપરાશને સુધારવા માટેના વિવિધ સરકારી પગલાં પણ મદદ કરશે.”
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM