IIM અમદાવાદે ગોલ્ડ પર એક સ્ટડી હાથ ધર્યો હતો, જેમાં ચોંકાવનારી વાત બહાર આવી છે. કોરોના મહામારીના સમયમાં સામાન્ય વિસ્તારના લોકો કરતા પછાત જિલ્લાના પરિવારોએ વધારે ગોલ્ડની ખરીદી કરી હોવાનું સામે આવ્યું છે.
કોવિડ-19 રોગચાળા દરમિયાન, પછાત જિલ્લાઓમાં રહેતા પરિવારોએ તેમના બચત પોર્ટફોલિયોમાં દેશના અન્ય જિલ્લાઓમાં રહેતા પરિવારો કરતાં વધુ સોનું ખરીદ્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA)ના અભ્યાસમાં આ માહિતી આપવામાં આવી છે. આ સ્ટડી દેશના 21 રાજ્યોના 142 જિલ્લાઓમાં કરવામાં આવ્યો હતો.
‘Gold in household portfolios during a pandemic : Evidence from an emerging economy’ ટાઈટલથી પ્રકાશિત થયેલા આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સોના તરફ લોકોના વળવાને કારણે અન્ય નાણાકીય એસ્સેટ્સ અને રોકડમાં લોકોની રુચિ ઘટી છે.
IIMAના સ્ટડી પેપર મુજબ, ભારત વિશ્વમાં જ્વેલરીના રૂપમાં સોનાનો બીજો સૌથી મોટો વપરાશકાર છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સરેરાશ ભારતીય કિંમતી ધાતુઓની ખરીદીમાં તેમની કુલ હોલ્ડિંગના 11 ટકા રોકાણ કરે છે.
સ્ટડીમાં એવું કહેવામાં આવ્યું છે કે ગભરાટના કારણે લોકો સોના તરફ વળ્યા છે.સારી આરોગ્યસંભાળ સુવિધાઓની ઉપલબ્ધતામાં ભૌગોલિક અસમાનતાને દૂર કરવાથી લોકોમાં ગભરાટ ઓછો થશે. એવું પણ જોવામાં આવ્યું છે કે કટોકટીના સમયમાં, જો નાણાકીય સાધનો અને સંસ્થાઓ સુધી લોકોની પહોંચ સરળ અને સારી બને, તો સોના પ્રત્યેની તેમની પસંદગી ઘટી શકે છે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોવિડ-19 પછાત જિલ્લાઓ કોરોના વાઈરસ ડીસીઝ (CVD)માં પરિવારોના પોર્ટફોલિયો ફાળવણીમાં ટોચના 3 જિલ્લાઓ એવા હતા જ્યાં કોવિડ કેસ 1000થી વધુ હતા અને સોના તરફ તેમનો ઝોક અન્ય જિલ્લાઓની તુલનામાં વધુ હતો.
CVD જિલ્લાઓમાં બચત પોર્ટફોલિયોમાં સોનાનો હિસ્સો એવા જિલ્લાઓ કરતાં 6.9 ટકા વધારે છે જ્યાં કોવિડ-19ની સ્થિતિ સામાન્ય હતી. આ ફેરફારને કારણે ફાઇનાન્શિયલ એસેટ હોલ્ડિંગમાં 4.1 ટકા પોઈન્ટનો ફેરફાર થયો છે.
IIMA ખાતેના ઇન્ડિયા ગોલ્ડ પોલિસી સેન્ટર સાથે સંકળાયેલા IIMA ફૅકલ્ટી મેમ્બર્સ બાલગોપાલ ગોપાલક્રિષ્નન, સંકેત મહાપાત્રા અને ઓઈન્દ્રિલા ચેટર્જીના સ્ટડી અનુસાર, આર્થિક રીતે અસરગ્રસ્ત જિલ્લાઓમાં ગોલ્ડ એલોકેશન ઓછી આર્થિક તકલીફનો સામનો કરતા જિલ્લાઓ કરતાં 2.9 ટકા વધુ હતી.
મહામારી દરમિયાન સૌથી ખરાબ આર્થિક અસરનો અનુભવ કરનારા જિલ્લાઓમાં પણ સોના તરફ સમાન ફેરફાર જોવા મળ્યો છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે જે જિલ્લાઓમાં આરોગ્ય સુવિધાઓ CVD જિલ્લાઓ કરતાં વધુ સારી છે, ત્યાં કોઈ પણ પ્રકારની સોનાની બચત તરફ લોકોનો ઝુકાવ ઓછો છે.
આ સ્ટડી નાણાકીય વર્ષ 2020-21માં કોરોના મહામારી દરમિયાન ઇન્ડિયા ગોલ્ડ પોલીસી સેન્ટર (IGPC) અને પીપલ રિસર્ચ ઓન ઇન્ડિયાઝ કન્ઝયુમર ઇકોનોમી (PRICE) તરફથી આયોજિત ગોલ્ડ કંઝમ્પશન ના હાઉસ હોલ્ડ સર્વેના પ્રાપ્ત આંકડાઓના આધાર પર કરવામાં આવ્યો હતો, જેમાં ભારતના 23 રાજ્યોના 160 જિલ્લાના 40.427 પરિવારો પર કરવામાં આવ્યો હતો.
ડેટાના આધારે, અંદાજ માટે 21 રાજ્યોના 142 જિલ્લાઓમાં 21,611 ઘરોના સેમ્પલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 2015 માં, ઘરગથ્થુ સોનાની બચતમાં ફેરફારોની સરખામણી કરવા માટે PRICEના રિપોર્ટની મદદ લેવEમાં આવી હતી. સેમ્પલમાં સરેરાશ પરિવારની બચતમાં સોનું લગભગ 11 ટકા છે, જ્યારે નાણાકીય અસ્કયામતો લગભગ 65 ટકા અને અન્ય પ્રોપર્ટી પોર્ટફોલિયોમાં 24 ટકા હતી.
જિલ્લા કક્ષાએ કોવિડ-19 કેસની સંખ્યા ડેવલપમેન્ટ ડેટા લેબના સોશિયો-ઈકોનોમિક હાઈ-રિઝોલ્યુશન રૂરલ-અર્બન જિયોગ્રાફિક પ્લેટફોર્મ ફોર ઇન્ડિયા (SHRUG) ડેટા બેઝમાંથી લેવામાં આવ્યો હતો. હાલમાં ભારત પાસે 790 ટનથી વધુ ગોલ્ડ રિઝર્વ છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM