DIAMOND CITY NEWS, SURAT
ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં 2024માં ખૂબ જ મોટો ચેન્જ આવશે કારણ કે અત્યારની પરિસ્થિતી નેચરલ અને લેબ-ગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી બન્નેને અસર કરે છે નેચરલ ડેફિનેટલી રેર છે પણ લેબ-ગ્રોન ડાયમંડમાં માસ પ્રોડક્સન સાથે હવે ધીમે ધીમે વધારે પરવડે તેવું કોસ્ટ ઓફ પ્રોડક્શન ખૂબ વધુ છે, સાથે એમાં ચેલેન્જ પણ ઘણી બધી છે કે, જ્યારે એનું મટીરીયલ કોસ્ટ અંદાજે 50-100 ડોલર પર કેરેટ હોય અને પછી મેન્યુફેક્ચરિંગમાં 15 થી 20% વજન આવે છે.
આને વધારવા માટે હિલિયમ અને એમ-બોક્સ ટેક્નોલૉજીનો ઉપયોગ કરાય છે જે આ લેબ-ગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી સહન કરી શકે એમ નથી. તે છતાં પણ કેટલી ટેક્નોલૉજીનો ઉપયોગ કરવો કે જેથી એની અંદર થોડું ઘણું પણ પ્લસ થઇ શકે તો એનો એક ફાઇનાન્શિયલ લોજીક મુજબ જો આશરે ઓછામાં ઓછું ડિ.એલ.સી. કાઢીને 15% થી 20% વજન રહેતું હોઈ તો આશરે મટીરીયલની કોસ્ટની ઉપર 5 થી 6 ગણો ખર્ચો વધારે થઈ જાય છે.
હવે એમાં સમજો કે, પ્લાનિંગ, 4P અને પ્રિ-બ્લોકીંગ સુધીનું જ સ્ટેજ છે અને તેની અંદર ખર્ચો બધા કહે છે તે મુજબ આશરે 400 થી 500 રૂપિયા જેટલો એટલે કે લગભગ 5 ડોલર પર કેરેટ બરાબર થાય અને મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ગમે તેટલો હોય પણ નેચરલની આજે આશરે 2000 રૂપિયા પર કેરેટ ચૂકવાતી હોય તો તેમાં વધારે ફૅન્સી છે. અને ફૅન્સીની અંદર કારીગરોની સંખ્યા ખૂબ જ ઓછી છે અને ફૅન્સીમાં સૌથી વધારે લાઈટ પરફોર્મન્સ, સિન્ટીલેશન અને કંઈક બ્રાન્ડિંગ કરે તો તે વખતેની કોસ્ટ 1000-1200થી ઓછી થઇ શકતી નથી.
આ ઉપરાંત લેબ-ગ્રોન ડાયમંડમાં યુનિકનેસ માટે સ્પેશિયલ ડિઝાઈન કરવી પડે છે. જે ઇન્ડસ્ટ્રીયલ ટૂલ હોય અથવા ફૅન્સી શેપમાં હીરાનું લાઈટ પર્ફોર્મન્સ હોય આ માટે કાર્બન કટ ડિઝાઈન તમોને જરૂરિયાત મુજબ ડિઝાઈન કરી આપે છે. તથા હીરો તૈયાર થાય તે પહેલા જ CUTWISE CLOUD ઉપર તેમના વર્ચ્યુઅલ ફોટા તથા વિડિયોથી તેનું લાઈટ પર્ફોર્મન્સ ચેક કરી શકાય છે એટલે હીરાની વૅલ્યુમાં વધારો થઇ શકે છે. તો તે પ્રમાણે જેટલી મટીરીયલની કોસ્ટ છે, તેટલી જ મજૂરી લાગે છે.
જો આ રીતે હીરો નથી બનાવતા તો તમારે હીરાની ડિઝાઈન દર વખતે બદલાય છે અને હીરાની વૅલ્યુ ઘટી જાય છે અને અહીંયાં બંને પાર્ટીને નારાજ થવાનો વારો આવે છે. કેમ કે, મેન્યુફેક્ચરરની કોસ્ટ ઓછી થતી નથી અને બીજી બાજુ કારીગરોને નેચરલ જેટલું વળતર મળતું નથી. હવે આ જે સમસ્યા છે તેનું સૉલ્યુશન લેક્સસની ગાલાહાડ પ્લસ ટેક્નોલૉજીમાં છે. આ ટેક્નોલૉજીની મદદથી તમે તમારા હીરાની ડિઝાઈન પ્રમાણે આબેહુબ હિરા બનાવી શકો છો અને આ ગાલાહાડ પ્લસનો મહત્વનો ફાયદો એ છે કે, ગાલાહાડ પ્લસમાં હીરો ઓવર પોલીશ થતો નથી. જેથી હીરામાં નુકસાન થવાનો ભય રહેતો નથી.
જ્યારે આપણે લેબ-ગ્રોનની વાત કરીયે તો હવે, એક્સ-રે જે નેચરલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં રિવોલ્યૂશન કરી ગયું અને આજે વધારેમાં વધારે નેચરલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ખબર છે કે, એક્સ-રે કરવાથી ચામડી અને ખાડ પરફેક્ટ મપાઈ જાય છે તેના કારણે ફાઇનલ પ્લાનીંગ ઘણું એક્યુરેટ થઇ ગયું છે અને એક્સ-રેની કોસ્ટ એટલી ઓછી છે કે, એના કારણે ઘણો બધો ફાયદો થયો છે. આજ વસ્તુ લેબ-ગ્રોન ઇન્ડસ્ટ્રીમાં જોવા જઇયે તો, ખરેખર નેચરલની જેમ લેબ-ગ્રોનમાં મજૂરીની કોસ્ટ નહિ પરવડે એટલા માટે અમે ગેંગ એક્સ-રે લાવ્યા કે, જેથી પતલા હિરામાં અને લેબ-ગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીને પણ આ એક્સ-રેની ટેક્નોલૉજીથી ઘણો મોટો ફાયદો થયો છે.
વધારામાં ગાલાહાડ પ્લસ આવ્યું, જે ઇન્ડસ્ટ્રી માટે એક મોટી ક્રાંતિ છે. કારણ કે જો પોલીશીંગની કોસ્ટ ઘટાડવી હોય તો એક જ વિકલ્પ છે કે, પોલીશીંગની જે આવડત છે એ અને પ્રોડક્શન ઓછામાં ઓછું ત્રણ થી ચાર ગણું થઇ જાય તો વધારેમાં વધારે પ્રોડક્શન કોસ્ટ ઘટી જાય. ગાલાહાડ પ્લસમાં સૌથી મોટો ફાયદો એ છે કે, જેમ ગાડીમાં જીપીએસ આવ્યું અને એની સાથે બ્રેક આવી તો ગાડી ચલાવવી સરળ થઇ ગઈ તેમ, તેવી જ રીતે ગાલાહાડમાં જીપીએસની જેમ એંગલ અને એઝિમુથ આવતું હતું પણ એના માઇક્રોન કેટલા કાપવા એની બ્રેક ન હતી, જે ગાલાહાડ પ્લસમાં અમે આ નવી સુવિધા આપી છે, તેના કારણે આજે એક માણસ પોતે કોઈપણ જોખમ વગર એક સાથે ચાર ડોપ ચલાવી શકે છે.
એટલે એનું મટીરીયલ રિમૂવલ છે, જે ત્રણ થી ચાર ગણું વધી શકે છે. કારણ કે, જે એક હીરાનું પેલ કાપવામાં પાંચ મિનિટ જેટલો સમય લાગતો હતો, તે હવે કારીગર આ ગાલાહાડ પ્લસની મદદથી ૩ થી ૪ પેલ કાપી શકે છે. આ જોતા એમનું પ્રોડક્શન આશરે ૩ થી ૪ ગણું વધી જાય છે અને પ્રોડક્શન કોસ્ટ ઘટી જાય છે એટલે આ બે ટેક્નોલૉજી જેવી કે, એક્સ-રે અને ગાલાહાડ પ્લસ જે નેચરલ ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે મદદરૂપ થઇ છે, તે ટેક્નોલૉજી હવે લેબ-ગ્રોનને પણ ઘણો ફાયદો કરાવી દેશે.
હવે સૌથી વધું મહત્વનું છે બ્રાન્ડીંગ અને વેચાણ. હવે તમે વેચાણમાં જોયું છે કે, આજે નેચરલ હીરા કોઈ બ્રાન્ડને કારણે આટલા બધા પોપ્યુલર થયા હોય તો તેનું કારણ છે ફેશન ઇન્ડસ્ટ્રી. આ સૌથી મહત્વની બ્રાન્ડને કારણે લોકો એના પૈસા આપતા હોય છે. આજે સ્વિસ કે રૉલેક્સની ઘડિયાળ હોય તો કોઈ ઘડિયાળ જોતું નથી કારણ કે તેની બ્રાન્ડનાં નામ પરથી જ ઘડિયાળ વેચાઈ જાય છે તેમ લેબ-ગ્રોન ઇન્ડસ્ટ્રીમાં જ્યાં સુધી ડિઝાઈનને મહત્વ નહિ આપવામાં આવે ત્યાં સુધી આ સમસ્યા રહેવાની જ છે.
પણ આ સમસ્યાને દુર કરવા માટે અમારું હિલિયમ પોલિશનું કાર્બન વર્ઝન છે. તેની અંદર ડિઝાઈનિંગ અને પ્લાનીંગની ઘણી મોટી ગેમ છે અને આ કાર્બન ટેક્નોલૉજી લોકોને લાંબા ગાળે બહુ મોટો ફાયદો કરાવી જવાની છે. કારણ કે જે લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરીને બીજા કરતા કંઈક અલગ કરી શકશે, તે લોકો જ બ્રાન્ડ સ્થાપિત કરી શકશે અને બ્રાન્ડ જ્યાં સુધી સ્થાપિત નહિ થાય ત્યાં સુધી લોકો એના પૈસા નહીં આપે. તમે જે બધા જ કરે છે તે જ તમે કરશો.
જેમ કે, રાઉન્ડ બનાવવો, ઓવલ બનાવવો, માર્કિશ બનાવવો તો એની એક લિમિટેડ માર્કેટ જ રહેશે, પણ તમારો કોઈ ખાસ શેપ હોય અને એ ખાસ શેપનું ફાયર, બ્રિલિયંસ, સિન્ટીલેશન એ બધું એક સાથે તમે લાવી શક્યા તો તમે તમારી બ્રાન્ડ બનાવી શકશો. અને એના માટે અમારા હિલિયમ પોલિશ કાર્બન, કટવાઇસ ના ટુલ્સ અને કટ ડિઝાઈનિંગ મેજર અંશે આ 2024માં ભાગ ભજવશે. આભાર…!!!
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM